ઘણી ટોપ અભિનેત્રીઓને ડેટ કરી ચૂકેલા રણબીર કપૂરની પહેલી ડેટ હતી કંઇક ‘આવી’, ઉભી ઉભી રડવા લાગી હતી છોકરી કારણ કે….

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ તે પોતે તેમના અંગત જીવનને લઈને એકદમ શાંત હોય છે અને કોઈ જ નિવેદન આપતો નથી. તે ભાગ્યે જ તેની ગર્લફ્રેન્ડ્સ અથવા સંબંધો વિશે વાત કરતો જોવા મળે છે. પરંતુ તેણે તેની પ્રથમ ગર્લફ્રેન્ડ વિશે એકવાર ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેની પહેલી ડેટ એકદમ વિચિત્ર હતી, જ્યારે તેમાં છોકરી રડતી હતી અને તેણે રણબીરની સામે કહ્યું હતું કે તેને રણબીર પર વિશ્વાસ નથી. તે જ સમયે તમને રણબીરની પ્રથમ ડેટ અને ત્યારે તેની ઉંમર વિશે જાણીને આશ્ચર્ય થશે.

image source

ખરેખર રણબીર કપૂરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે તે કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં ગેસ્ટ તરીકે આવ્યો હતો. આ દરમિયાન એક યુવતીએ તેને પૂછ્યું, ‘તમે ઘણી છોકરીઓને ડેટ કરી હોવી જોઈએ, પણ તમને યાદ છે કે તમારી પહેલી ડેટ કેવી હતી?’ તો પછી રણબીર કપૂરનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જુઓ કે અભિનેતાએ શું કહ્યું….

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor (@ranbirian.forever)

આ છોકરીની વિનંતી પર રણબીર કપૂરે તેની પહેલી ડેટ અને તે છોકરી વિશે જાહેર કર્યું હતું. તેણે કહ્યું- ‘જ્યારે હું આઠમાં ધોરણમાં હતો ત્યારે ટેરેસ પાર્ટીમાં એક છોકરી ખૂણામાં ઉભી ઉભી રડતી હતી, જ્યારે મેં ત્યાં જઈને તે છોકરીને પૂછ્યું કે તે કેમ રડી રહી છે, ત્યારે તે છોકરીએ કહ્યું કે મને તારા પર ભરોસો નથી’. રણબીરની આ વાત સાંભળીને શોમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ હસી પડે છે અને આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982ના રોજ મુંબઈમાં થયો હતો. 38 વર્ષીય રણબીર પ્રોફેશનલ લાઈફ કરતાં અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલના સમયમાં રણબીર કપૂર એક્ટ્રેસ આલિયા ભટ્ટને ડેટ કરે છે. જોકે, રણબીરના સૌથી ચર્ચિત સંબંધો દીપિકા પાદુકોણ સાથે રહ્યા હતા. બંને ફિલ્મ ‘બચના એ હસીનો’ના સેટ પર નિકટ આવ્યા હતા પરંતુ તેમનું બ્રેકઅપ પણ જલ્દી થઈ ગયું હતું. કહેવાય છે કે રણબીરે કેટરિનાને કારણે દીપિકા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. દીપિકાએ પણ એક ઈન્ટરવ્યૂમાં રણબીર સાથેના બ્રેકઅપનું કારણ જાહેર કર્યું હતું.

image source

દીપિકાએ બ્રેકઅપનું કારણ જણાવતા કહ્યું હતું, ‘મને મૂર્ખ બનાવવામાં આવી રહી હતી. હું શા માટે રિલેશનશિપમાં હતી? એને બદલે હું સિંગલ રહેત અને મજા કરત તો વધુ સારું રહેત. જોકે, વ્યક્તિને આ બધું પહેલેથી થોડી જ ખબર હોય છે! દરેક લોકો મને કહી રહ્યાં હતાં કે તે દગો આપી રહ્યો છે. જોકે, મેં કોઈની વાત સાંભળી નહીં. પછી મેં તેને રંગે હાથ પકડ્યો હતો. આમાંથી બહાર આવવામાં મને થોડો સમય લાગ્યો હતો, પરંતુ મેં જે જોયું તે પછી પરત ફરવા માટે કંઈ જ બચ્યું નહોતું.’

image source

તો વળી એ જ રીતે મીડિયા ઈન્ટરવ્યૂમાં કેટરીનાએ કહ્યું હતું કે આગળ વધવા માટે બ્રેક લેવો જરૂરી હતી. તે આ સંબંધોને પૂરો કરવાની જવાબદારી લે છે. તેની સામે એવી મુશ્કેલીઓ આવી રહી હતી, જેની જવાબદાર તે નહોતી. તે હંમેશાં ભાવુક વ્યક્તિ રહી હતી અને તેથી જ તે કોઈ અન્ય માટે પોતાને બદલી શકે તેમ નહોતી. જોકે, તેને ખ્યાલ છે કે એક મહિલા હોવાને કારણે તમારે જ તમારી પોતાની ઓળખાણની સુરક્ષા કરવી પડે છે.

image source

વધુમાં કેટરીનાએ કહ્યું હતું કે તમારી મહત્તા તમારાથી જ હોય છે અને તેના માટે અન્ય કોઈ જવાબદાર નથી. તમે આ દુનિયામાં એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાનું છે. આ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ. કેટરીના બાદ રણબીરના જીવનમાં આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ હતી. બંને 2018માં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ દરમિયાન નિકટ આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ