Ex-કપલ રણબીર-દીપિકાએ કર્યું રેમ્પ વોક, એકબીજાનો હાથ પકડીને આપ્યા પોઝ

Ex-કપલ રણબીર-દીપિકાએ કર્યું રેમ્પ વોક, એકબીજાનો હાથ પકડીને આપ્યા પોઝ

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર મિજવાન ફેશન શો 2018માં સાથે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને સ્ટાર્સ બહુ આકર્ષક લાગી રહ્યા હતાં. દીપિકાએ આ ઈવેન્ટ પર લાઈટ કલરના લહેગાં ચોલી પહેર્યા હતા જેમાં તે  એકદમ ગ્રેસફુલ લાગી રહી હતી.

રણબીર કપૂરે બ્લેક કલરની શેરવાની પહેરી હતી. પહેલાં રણબીર કપૂરે એકલાએ રેમ્પ વોક કર્યું હતું તેના પછી દીપિકા પાદુકોણએ એકલીએ રેમ્પ વોક કર્યું. તેના પછી બન્ને સ્ટાર્સ હાથમાં હાથ પકડીને  રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન દીપિકા અને રણબીર ના ફેન્સ તેમને એકસાથે જોઈને બહુ ખુશ થઈ ગયા હતા.ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનાં કપડામાં તમાશામી આ જોડી એકદમ જોરદાર અંદાજમાં દેખાતી હતી. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને બહુ પસંદ કરવામાં આવે છે. બન્નેએ યે જવાની હૈ દીવાની અને તમાશા જેવી  ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. લાંબા સમય પછી આ બન્ને એક સાથે જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, બચના એ હસીનો પછી આ બન્ને એક બીજાને ડેટ પણ કરી રહ્યા હતા. તેમજ દીપિકાએ પોતાની ગરદન પર આરકેનું ટેટૂ પણ બનાવ્યું હતું પણ પછીથી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. આ તસવીરોમાં રણબીર અને દીપિકા  બન્ને એકદમ સ્ટનિંગ લાગી રહ્યા છે. બ્લેક ફ્લોરલ શેરવાનીમાં રણબીર કપૂર અને પર્લ એમ્ર્બોયડરી વાળા લહેંગામાં દીપિકા પાદુકોણ જ્યાપે એક સાથે રેમ્પ પર આવ્યા ત્યારે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી.

મિજવા ફેશન શો 2018માં આ જોડીના રેમ્પ વૉકથી વધારે ચર્ચા રણબીર કપૂરની સ્પીચની થઈ. દીપિકાની સાથે કદમથી કદમ મેળવીને ચાલતા રણબીરે એવી વાત કહી જેનાથી ફક્ત ત્યાં હાજર નીતૂ કપૂર જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ પણ  ઈમ્પ્રેસ થઈ.

https://www.instagram.com/p/Bhx56rtgMhE/?utm_source=ig_embed

રેમ્પ વૉક બાદ રણબીર કપૂરે કહ્યું કે, “મારી મા હંમેશા કહે છે કે એક પુરુષ મહિલાઓની જેટલી ઈજ્જત કરે છે તેટલો જ તે સારો છે. એક પુરુષ પોતાની પત્ની, બહેન, દીકરી અને માતાને જે બનવું હોય તે બનવાની તક આપે તેટલો તે સારો  છે. હું ઈમાનદારીથી તેવો બનવાની કોશિશ કરી રહ્યો છું.”રણબીર કપૂરની આ સ્પીચથી આ સાંજ યાદગાર બની ગઈ. એટલું જ નહીં જેટલા શિષ્ટાચાર અને શાલીનતાથી દીપિકાનો હાથ પકડીને રેમ્પ વૉક કર્યું, આ ક્ષણે સૌનું દિલ જીતે લીધું.

મેજવા ફેશન શો છેલ્લા 8 વર્ષોથી મેજવા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત કરાય છે. જાણીતા ઉર્દૂ કવિ અને લેખક કૈફી આઝમીએ 1993માં આ વેલફેર સોસાયટીની સ્થાપના કરી હતી. આ વેલફેર સોસાયટી ગામડાંમાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. દર વર્ષે યોજાતા મેજવા ફેશન શો દ્વારા NGOએ કરેલા કાર્યો પર પ્રકાશ પાડવામાં આવે છે. NGO હેઠળ કૈફી આઝમી સ્કૂલ, કૈફી આઝમી કમ્પ્યૂટર સેંટર, કૈફી આઝમી સીવણ-ગૂંથણ કેંદ્ર ચલાવવામાં આવે છે.

તે શિવાય આ શોમાં શબાના આઝમી સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ પણ હાજર હતી. વહીદા રહેમાન, આશા પારેખ, નંદિતા દાસ, જાવેદ અખત્તર, નુસરત બરુચા, યામી ગૌતમ, અને અન્ય કેટલાંક સ્ટાર્સ પણ હતા.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

આ કપલની તમારી મનગમતી મૂવીનું નામ કોમેન્ટમાંજણાવો.. દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી