આલિયા અને રણબીરની વચ્ચે ચાલે છે ઈલુ-ઈલુ, તસવીરોમાં જોવા મળ્યો ખુલ્લમ-ખુલ્લા પ્યાર

આલિયા અને રણબીરની વચ્ચે ચાલે છે ઈલુ-ઈલુ, તસવીરોમાં જોવા મળ્યો ખુલ્લમ-ખુલ્લા પ્યાર

કરણ જોહરની ફિલ્મ બ્રહૃમાસ્ત્રમાં સાથે કામ કરી રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે. આ અફેરની ખબરોને સાચી સાબિત કરે છે આલિયા અને રણબીરની ડિનર ડેટની તસવીરો. એક જ સપ્તાહમાં બે વખત રણબીર અને આલિયા એક સાથે ડિનર ડેટ પર સ્પોટ થયા છે. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિનર ડેટ પર એકસાથે કેમેરામાં કેદ થયા હતા. તે દરમિયાન આલિયાએ ગ્રે ફ્લોરલ પ્રિંટેડ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એકદમ સુંદર દેખાતી હતી. આલિયા પોતાના આ સમર પરફેક્ટ ડ્રેસની સાથે વ્હાઈટ ફ્લેટ સ્લીપર પહેરી હતી, જે તેમના સમર લુકના હિસાબથી એકદમ પરફેક્ટ લુક હતો. ફિલ્મ બ્રહૃમાસ્ત્રનું શૂટિંગની શરૂઆતથી જ રણબીર અને આલિયાના રિલેશનની ચર્ચા થઈ રહી છે. જો કે, અત્યાર સુધી બંનેમાં કોઈએ પણ આ વિશે મગનું નામ મરી નથી પાડ્યું.

હાલમાં આ બંને ડિરેક્ટર જોયા અખ્તરના ત્યાં ડિનર પાર્ટીમાં પહોંચ્યા હતા. અંહી બધા સ્ટાર્સ હતા પરંતુ રણબીર અને આલિયા પાર્ટીની વચ્ચેથી સાથે જ નીકળી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ડિરેક્ટર કરણ જોહર પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, બ્રહૃમાસ્ત્ર 15 ઓગ્સટ 2019માં રિલીઝ થવાની છે આ ફિલ્મમાં પહેલી વાર આલિયા અને રણબીરની જોડી એક સાથે જોવા મળશે.

એટલું જ નહીં આ ડિનર ડેટ પછી આલિયા અને રણબીર એક જ ગાડીમાં રિટર્ન ગયા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પણ આલિયાનું લિંકઅપની ચર્ચા પહેલા પણ કરવામાં આવી હતી પરંતુ અત્યારે આલિયા ભટ્ટ રણબીર કપૂરને ડેટ કરી રહી છે. હકીકતમાં જ્લદી અપકમિંગ ફિલ્મ બ્રહૃમાસ્ત્રમાં અભિનેતા રણબીર કપૂર અને ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટ એક સાથે જોવા મળશે. આ બંને બ્રહૃમાસ્ત્રમાં એકસાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એક સાથે એક જગ્યાએ સ્પોટ થયા છે. શૂટિંગ પછી પણ હંમેશા તેઓ એકબીજા સાથે જ જોવા મળે છે. હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ બંનેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી