રામ મંદિરના નિર્માણ માટે શ્રદ્ધાળુઓએ 400 કિલો ચાંદીની ઈંટો મોકલી, અંતે ટ્રસ્ટે કહેવું પડ્યું… ‘હવે ના મોકલો..’

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને દેશભરના શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. તેવામાં જ્યારથી મંદિર માટે દાન લેવાની શરુઆત કરવામાં આવી છે ત્યારથી લોકો મનમુકીને દાન કરી રહ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધીમાં અઢળક ચાંદીની ઈંટ મળી છે. ટ્રસ્ટ પાસે ચાંદીની ઈંટનો અંબાર લાગી ગયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં ટ્રસ્ટને 400 કિલો ચાંદીની ઈંટ દાનમાં આપવામાં આવી છે. તેવામાં હવે ટ્રસ્ટે ભક્તોને ખાસ અપીલ કરવી પડી છે.

image soucre

ટ્રસ્ટે રામભક્તોને અપીલ કરી છે કે તેઓ હવે ચાંદીની ઈંટનું દાન કરે કારણ કે બેંકના લોકર્સમાં તેને રાખવા માટેની જગ્યા નથી. ટ્રસ્ટના સભ્ય એવા અનિલ મિશ્રનું જણાવવું છે કે રામ મંદિર માટે દેશભરમાંથી લોકો ચાંદીની ઈંટો મોકલી રહ્યા છે. તેવામાં હવે ટ્રસ્ટ પાસે એટલી ઈંટ થઈ ગઈ છે તેમને સુરક્ષિત રાખવી તે સમસ્યા બની છે. કારણ કે હવે આવતી ચાંદીની ઈંટને રાખવાની બેંકના લોકર્સમાં પણ જગ્યા નથી. તેથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવે ચાંદીની ઈંટ દાનમાં ન આપે કારણ કે લોકર ઈંટોથી ફુલ થઈ ચુક્યા છે.

image soucre

તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોની લાગણીનું સન્માન ટ્રસ્ટ કરે છે પરંતુ ચાંદીની ઈંટને સુરક્ષિત રાખવા માટે પણ હવે ખર્ચ કરવો પડે છે. તેવામાં જો હવે રામ મંદિર નિર્માણમાં ચાંદીની ઈંટની જરૂર પડશે તો શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી તેઓ ચાંદીની ઈંટ ડોનેટ ન કરે.

image soucre

રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં દેશભરમાંથી 1600 કરોડ રૂપિયાથી વધુનું ફંડ જમા થઈ ચુક્યું છે. ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવેલા સમૂહ ખાસ અભિયાન ચલાવી અને ઘરે ઘરેથી પણ દાનની રકમ એકત્ર કરી રહ્યા છે. લોકો ઓનલાઈન અને ચેકના માધ્યમથી પણ દાન આપી રહ્યા છે. રામ મંદિર માટે દાન એકત્ર કરવા માટે 50 હજાર ટીમ દેશભરમાં કાર્યરત છે. અનુમાન છે કે આગામી 39 મહિનાઓમાં રામ મંદિરનું નિર્માણ થઈ જશે.

image soucre

મહત્વપૂર્ણ છે કે રામ મંદિરના નિર્માણ માટે દેશભરના લોકો ઉત્સાહિત છે. જ્યારથી રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યું ત્યારથી જ દેશભરમાંથી મંદિર નિર્માણ માટે દાનની સરવાણી શરુ થઈ ગઈ છે. લોકો મંદિર નિર્માણ માટે મનમુકીને દાન કરી રહ્યા છે. હવે દાન એટલું થઈ ગયું છે કે હાલ તો ટ્રસ્ટે પણ લોકોને બે હાથ જોડી અપીલ કરી છે કે હમણા દાન ન કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ