આજની પોઝિટિવ સ્ટોરી: વેજલપુર-જીવરાજ પાર્કમાં શ્રમિકો-મજૂરોને 44 દિવસથી જમાડતા સેવાભાવિકોઃ રસોડું ધમધમે છે

વેજલપુર-જીવરાજ પાર્કમાં શ્રમિકો-મજૂરોને 44 દિવસથી જમાડતા સેવાભાવિકોઃ રસોડું ધમધમે છે..

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શુભ સોસાયટીના એક ટેનામેન્ટમાં ગરીબો-શ્રમિકો માટે 26મી માર્ચ, 2020થી રસોડું ધમધમી રહ્યું છે. અત્યારે રોજ 3500-4000 લોકોને જમવાનું અપાય છે. ચેતનભાઈ દુલારા, રાકેશભાઈ લકુમ, પ્રફૂલભાઈ સોંલકી, પ્રફૂલ મકવાણા, રાજેન્દ્ર પરમાર, વિશાલ પરમાર, દિક્ષીતભાઈ પરમાર, બુટાભાઈ, અશ્વિનભાઈ સોલંકી તથા અન્ય મિત્રો, 30થી સ્વંય સેવકો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ શાંત કરી રહ્યા છે.

વિગતવાર માહિતી આપતાં ચેતનભાઈ દુલેરા કહે છે કે લોકડાઉન વખતે જ અમે નક્કી કર્યું કે રોજે રોજ કમાઈને ખાતા લોકોને ગરીબો-શ્રમિકોને જમવાનું પહોંચાડવું જોઈએ. અમે ત્રણેક વોટેસ એપ ગ્રુપમાં વાત મૂકીને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. શુભ સોસાયટીમાં પોતાનું બંધ ઘર હતું તે રસોડા માટે બુધાભાઈએ આપ્યું. લોકોએ લોટ, ચોખા, તેલ, મસાલા, શાકભાજી આપ્યાં. કેટલાકે પૈસા આપ્યા. શરૂઆતમાં 500 વ્યક્તિ માટે જમવાનું મળતું હતું.

જે વધતાં વધતાં 4000 સુધી પહોંચ્યું છે. પૂરી-શાક, ખીચડી, વધારેલી ખીચડી, ભાજી-પાઉં, વધારેલો ભાત, ઈડલી એમ જુદી જુદી વાનગીઓ આપી. દરરોજ સાંજે જમવાનું અપાય છે. લોકો પોતપોતાનાં વાસણ લઈને આવે અને જમવાનુ લઈ જાય. કુલ નવ પોઈન્ટ પર સેવાભાવીઓ જમવાનું લઈને ઊભા રહે અને જેમને જમવાનું જોઈતું હોય તે લઈ જાય.

થોડા દિવસ પહેલાં ચાની કીટલીઓ, પાનના ગલ્લા કે નાના ધંધાવાળા લોકોએ આવીને કહ્યું કે હવે અમારી બચત ખૂટી છે, અમને જમવાનું આપો તો સારું. એમને પણ જમવાનું અપાવા લાગ્યું. આંબેડકર જંયતિ અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે મીઠાઈ પણ અપાઈ હતા. થોડા દિવસ પગારદાર રસોયા રાખ્યા પણ પછી સેવાભાવી લોકો-રસોયા મળી ગયા. 30 જેટલા સ્વંય સેવકો પણ સવારથી આવી જાય. કોઈ શાક સમારે, કોઈ બીજું કામ કરે..

સાંજના ચાર વાગ્યાથી જમવાનું વિતરણ કરાય. ચેતનભાઈ દુલેરા ભાટ (જિલ્લોઃ ધોળકા) રામમાં તલાટી-કમ-મંત્રી છે. તેઓ કહે છે કે અમે સોશિઅલ ડિસ્ટન્ટ રાખીને જ બધાં કાર્યો કરીએ છીએ.

લોકોએ આ જૂથને રસોઈ માટે સીધુ આપ્યું છે તો અત્યાર સુધી 2.75 લાખ રૂપિયાની પણ મદદ કરી છે.

આ જૂથે ખરેખર હજારો લોકોને જમાડીને મોટું કામ કર્યું છે. આખી ટીમને 11 દરિયા ભરીને સલામ.

Chetanbhai Dulera – 9824343767

Ashwinbhai Sholanki 8849582720 .

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ