રામચરિત માનસ અનુસાર આવી વ્યક્તિઓ ક્યારેય ધનવાન નથી બની શકતા જેઓ….

શ્રી રામચરિત માનસ ભગવાન રામ સાથે સંકળાયેલ મહત્વનાં ગ્રંથો માંનો એક છે. ભારતમાં આ ગ્રંથને આપણાં ચાર વેદોની સમાન મહત્વ આપવામાં આવે છે. જેમાં ભગવાન રામની સંપૂર્ણ જીવનલીલાનો સમાવેશ થવાનાં કારણે આનો ઉપયોગ પુજા-અર્ચનામાં પણ કરાય છે. રામચરિત માનસ એક એવો કાવ્ય ગ્રંથ છે જેમાં ભગવાન રામ અને રામાયણ બંનેનાં ઉપદેશો સંકલિત છે. આ ઉપદેશો એવાં છે જેનાં પર જો વ્યક્તિ અમલ કરે તો તેનું જીવન શુદ્ધ, અલંકૃત અને સહજ બની જાય છે.

આ ગ્રંથમાં અમુક વાતો એવી પણ લખાયેલી છે જેને ધ્યાનમાં રાખવી અત્યંત જરુરી છે. જે ખાસ કરીને હાલનાં સમયને અનુસરતી છે. જો આપને  આજનાં સમયની જ વાત કરીએ તો, હાલમાં મનુષ્યની સૌથી મોટી જરુરત શું છે? એવી કઈ વસ્તુ છે જેની પાછળ મનુષ્ય દિવસે ને દિવસે વધારે ઘેલો થતો જાય છે?

આ વાતનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ધન ! આપણે દિવસ રાત એટલા માટે જ તો મહેનત કરતાં હોઈએ છીએ કે આપણે વધુમાં વધુ રુપિયા કમાઈ શકિએ. અત્યારનાં સમયે જે વ્યક્તિ પાસે  જેટલાં વધારે રુપિયા તેટલી જ મોટી પદવી અને એટલું જ વધારે સમ્માન એ વ્યક્તિનું કરવામાં આવે છે.

દુનિયામાં બધા જ લોકો રુપિયા કમાવવા માટે મહેનત કરે છે, દિવસ રાત એક કરી દેતા હોય છે. પરંતુ રામચરિત માનસ અનુસાર એવાં લોકો પણ છે જેમનાં હાથમાં મહેનત કરેલાં રુપિયા ટકતાં જ નથી.  તો આવો વધારે વિગતમાં જાણી કે એવી કઈ વ્યક્તિઓ છે જેમની ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસતી નથી.

૧. કેફિ પદાર્થોનું સેવન કરનાર

કોઈ પણ પ્રકારની નઠારી તેવો કોઈનાં પણ જીવનમાં સારી સાબિત નથી થઇ. કુટેવોને કારણે જે તે વ્યક્તિનાં જીવનમાં હંમેશાં કોઈને કોઈ સમસ્યાઓ સર્જાતી જ રહે છે અને તેવી વ્યક્તિ ક્યારેય ઉપર નથી આવતી. પ્રતિષ્ઠિત ગ્રંથ રામચરિત માનસમાં પણ ઉલ્લેખિત છે કે જે વ્યક્તિ હંમેશાં નશામાં રહે છે અથવા કેફિ પદાર્થોનું સેવન કરે છે, તેમનાં રુપિયા પોતાની આ જ ખરાબ ટેવોને પૂર્ણ કરવામાં વ્યર્થ જાય છે. જેઓ દરેક સમયે કુટેવોથી ઘેરયેલા રહે છે તેવી વ્યક્તિ ઉપર ક્યારેય લક્ષ્મી માતાની કૃપા વરસતી નથી.

૨. કપટી જીવનસાથી

અત્યારનાં જમાનામાં લાઈફ પાર્ટ્નર સાથે દગો કરવો એ સાવ સામાન્ય વાત થઇ ગાઈ છે. ધોખો આપવો એ એક રીતે પાપ ગણાય છે. જે વ્યક્તિ પોતાનાં જીવનસાથીને દગો આપે છે તેઓ જીવનમાં  કશું જ નથી કરી શકતા. તેઓ ક્યારેય ધનવાન પણ નથી બની શકતા, કારણ કે તેઓ પોતાનાં પતિ અથવા પત્નીથી છૂપાવીને અન્ય ઉપર પૈસા ખર્ચે છે જે જરાય પણ સારું નથી. આવી વ્યક્તિ આર્થિક અને માનસિક રૂપે બહુ જ હેરાન થતો હોય છે.  મૃત્યુ બાદ આવી વ્યક્તિઓને નર્કની પ્રાપ્તિ થતી હોય  છે.

૩. લોભી લોકો

દુનિયામાં લોકોની જરૂરીયાતો રોજબરોજ વધતી જ જઈ રહી છે. લોકો પોતાનાં શોખ અને જરૂરીયાતોને પૂરી કરવાં દિવસ રાત રૂપિયા કમાવવા લાગેલાં હોય છે. તે છત્તા પણ તેમની લાલચ સંતોષાથી નથી અને ફક્ત રૂપિયા કમાવવાની પાછળ હોય છે, આવી વ્યક્તિઓ માટે  ગ્રંથમાં એવું લખ્ય્ં છે કે જે વ્યક્તિ પોતાનાં જીવનકાળ દરમિયાન હંમેશાં દોલત કમાવાની પાછળ ઘેલો હોય છે તે કદિ પણ દોલતને હાંસિલ કરી શકતો નથી. તેની તલાશ અધૂરી જ રહી જાય છે.

૪. અભિમાની વ્યક્તિ

ભગવાન રામનાં ભાઈની વાતોને અનુસાર જે વ્યક્તિ અભિમાની હોય છે, જે અન્ય લોકોને સમ્માન નથી આપતો, જે પોતાને બીજા કરતા કંઈક વિશેષ માને છે તે લોકો ક્યારે પણ ધનને પ્રાપ્ત નથી કરી શકતા. તેઓ પોતના ઘમંડને કારણે કોઈની પણ સાથે રીલેશન બનાવીને નથી રાખતાં.

૫. નોકરીયાત માણસ

એમ કહેવાય છે કે જે લોકો અન્ય માટે નોકરી કરે છે તેઓ પોતાનાં સપનાં પૂરા કરવા માટે સક્ષમ નથી હોતા. તેઓ ક્યારે પણ ધન રાષિ જમા નથી કરી શકતા. તેઓ આખી જિંદગી નોકરી કરીને રુપિયા કમાશે પણ ભવિષ્ય માટે રુપિયા જોડિ નહીં શકે.

૬. ટેવ

આમ તો આપણે બધાં નોકરી જ કરતાં હોઈએ છીએ, પરંતુ જો તમારામાં કોઈ કુટેવ હોય તો તેને ત્યાગી દો. આ કુટેવોને કારણે પણ લોકો જીવનમાં આગળ વધતા નથી. ગમે તેટલી મહેનત કરી લેશે તે છત્તા પણ પોતાની આદતોને કારણે વ્યક્તિ પાછળ રહી જાય છે.

જો તમારો પણ આવી કોઈ પ્રકારની વ્યક્તિમાં સમાવેશ થાય છે તો તરત જ પોતાની અમુક ટેવોને સુધારી લેજો અને આ વાતને અન્ય વ્યક્તિ સાથે શેર કરજો.

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી