રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

રામાનંદ સાગરની રામાણમાં મહત્ત્વનુું પાત્ર ભજવનાર એક્ટરનું અવસાન

33 વર્ષ બાદ દૂર દર્શન પર રામાનંદ સાગર દ્વારા નિર્માણ કરવામાં આવેલી ધાર્મિક સિરિયલ રામાયણનું હાલ પૂનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. આટલા લાંબા સમયગાળા બાદ આ સિરિયલના ચાહકોની આંખો સમક્ષ સિરિયલના પાત્રો તેમજ તેને ભજવનાર કલાકારોના ચહેરા તાજા થઈ ગયા છે. તેવા સમયમાં સિરિયલના ફેન્સ માટે દુઃખદ સમાચાર આવ્યા છે.

image source

આ ધાર્મિક સિરિયલમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર અભિનેતાનું અવસાન થયું છે. આ સમાચારને સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અભીનેતા અરૂણ ગોવિલે પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા ટ્વીટ કર્યા હતા. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું. ‘મિસ્ટર શ્યામ સુંદરના નિધનના સમાચારથી હું દુઃખી છું. શ્યામ સુંદરે રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવ્યું હતું. તેઓ એક ખૂબ જ ઉત્તમ અને સજ્જન વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

image source

તમને જણાવી દઈએ કે શ્યામ સુંદર ક્લાનીની અભિનય કારકીર્દી રામાયણથી જ શરૂ થઈ હતી. જોકે સુગ્રીવનું પાત્ર ભજવ્યા બાદ પણ તેમને અભિનય ક્ષેત્રે વધારે કામ ન મળી શક્યું.

તમને ખ્યાલ જ હશે કે રામાયણમાં સુગ્રીવના પાત્રનો પ્રવેશ રામ ભગવાન જ્યારે પોતાના વનવાસમાં હોય છે તે દરમિયાન થાય છે. તેમણે રામ ભગવાનની મદદ રાવણ સામેના યુદ્ધમાં કરી હતી. તેઓ વાનરોના રાજા સુગ્રીવ કહેવાતા. તેમની મુલાકાત શ્રી હનુુમાન દ્વારા કરાવવામાં આવી હતી. અને શ્રી રામે સુગ્રીવને પોતાના મિત્ર સમાન ગણ્યા હતા.

રામાયણ એક ભવ્ય ગ્રંથ છે અને તેમાં કેટલાએ નાના મોટા પાત્રોનો સમાવેશ થયેલો છે. આ રામાયણની સિરિયલમાં પણ દરેક પાત્રનું એક આગવુ મહત્ત્વ છે અને નાના-નાના પાત્રો ભજવીને પણ અભિનેતાઓ જાણીતા બની ગયા છે. રામાયણનું પ્રથમવાર પ્રસારણ આજથી 33 વર્ષ પહેલાં દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું. એટલે કે 80ના દાયકામાં. અને તે વખતે ટેલિવિઝન જગત લોકપ્રિયતાની એક નવી જ ઉંચાઈ પર પહોંચી ગયું હતું.

image source

હાલ લોકોની ભારે માંગ વચ્ચે લોકડાઉનના સમય દરમિયાન ફરી એકવાર દૂરદર્શન પર રામાયણનું સવાર સાંજ પ્રસારણ થઈ રહ્યું છે. અને આજે કોઈ પણ સીરીયલ કરતાં વધારે વ્યૂઝ રામાયણને મળી રહ્યા છે. અને તે સાથે જ લોકોના મનમસ્તિષ્ક પર ફરી એકવાર રામાયણના બધા જ પાત્રો તેમજ કલાકારો તાજા થઈ ગયા છે અને લોકો ફરી પાછા પોતાના જૂના સમયમાં ખોવાઈ ગયા હોય તેવું અનુભવી રહ્યા છે. આજે રામાયણ સિરિયલ છેલ્લા પાંચ વર્ષની સર્વોચ્ચ ટીઆરપી ધરાવી રહી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બીજી કોઈ જ સિરિયલને આટલી ઉંચી ટીઆરપી નથી મળી શકી. ટૂંકમાં 33 વર્ષ બાદ પણ રામાયણનો જાદૂ અકબંધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ