વર્ષો બાદ આખરે મળી જ ગઈ રામાયણની તે સીતા, જૂઓ કેટલો ફર્ક છે….

કોને એ બાળપણ નહીં યાદ હોય જ્યારે દર રવિવારની રાહ માત્ર રામાયણ જોવા માટે જ જોવામાં આવતી હતી. અમે લોકો ખુબ જ આતુરતાથી રામાયણની રાહ જોતાં.

તે દિવસોમાં અમે આરામ નામના શબ્દને જ નહોતા ઓળખતા. આખું કુટુંબ એકસાથે બેસી રામાયણ જોતુ. જો વિજળી જતી રહે તો વિજળી વિભાગને ગાળો આપતા. ઘરમાં ટીવી ન હોય તો પાડોશીને ત્યાં જઈને પણ રામાયણ તો ચોક્કસ જોતાં જ. આજે પણ તેના કેટલાક ચરિત્ર્યો ભગવાનના રૂપમાં નજર સામે આવી જાય છે.

પછી આપણે આજે તેમને કોઈ પણ કેરેક્ટરમાં કેમ ના જોઈ લઈએ તેમને સ્વિકારતા નથી. તે તો આપણને ભગવાનના રૂપમાં જ સારા લાગે છે.

રામાયણે આખા ભારતમાં એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી કે રામાયણ તો જાણે રવિવારનો પર્યાય બની ગઈ હતી. તેના ચરિત્રોને લોકો સાચે જ ભગવાન માનવા લાગ્યા હતા. રામાયણ સિરિયલનું એટલું મહત્ત્વ હતું અને એટલી લોકપ્રિય હતી કે શેરી-ગલીઓ અને રસ્તાઓ સુમસામ થઈ જતાં. તે દિવસોમાં માત્ર બે જ પ્રસારણોનું મહત્ત્વ હતું. એક તો રામાયણ અને બીજું ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ. તે બન્ને જો હોય તો સમજી લો કે જાણે ભારતબંધનું એલાન હોય.

જો તમે રામાણય જોઈ હશે તો રામાયમણાં સિતામાતાનું પાત્ર ભજવનાર દેપીકા ચિખલિયાનો ચહેરો તમને આજે પણ યાદ હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા તે પ્રિય પાત્રને પડદા પર નિભાવનાર અભિનેત્રી આટલા વર્ષો બાદ શું કરતી હશે કેવી લાગતી હશે ? આજે અમે તમને જણાવીશું કે આટલા વર્ષોમાં તેમણે રામાયણ બાદ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પણ તેમને રામાયણ જેટલી લોકપ્રિયતા ક્યાયં પ્રાપ્ત ન થઈ. ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા અને એક ગૃહિણી તરીકે જીવન પસાર કર્યું.

પણ હમણા છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મિડિયા પર તેમના કેટલાક ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે જેમાંથી કેટલાક અમે અહીં તમારા માટે પોસ્ટ કર્યા છે. જેથી કરીને તમે પણ જાણી શકો કે પહેલાની સિતા અને આજની સીતામાં જમીન-આકાશનો ફરક છે.

લેખન.સંકલન : દિપેન પટેલ

ટેલિવૂડ , હોલીવૂડ ને બોલીવૂડ ને લગતી ખબરો જાણવા માટે લાઈક કરો અમારું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ” અને શેર કરો પેજની લિંક.

 

ટીપ્પણી