રામાનંદ સાગરને કાગડા આગળ જોડવા પડ્યા હતા હાથ, શૂટિંગ પૂરી કરવા કરી હતી કાગડાને આજીજી

રામાનંદ સાગરને કાગડા આગળ જોડવા પડ્યા હતા હાથ – શૂટિંગ પૂરી કરવા કરી હતી કાગડાને આજીજી

રામાનંદ સાગરના 33 વર્ષ પેહલાં દૂર દર્શન પર પ્રદર્શિત થયેલા શો રામાયણને હાલ પુનઃપ્રસારિત કરવામાં આવી રહ્યો છે. અને કરોડો લોકો તેને હાલ નિહાળી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે તો હાલના સમયમાં રામાયણ એ વિશ્વમાં સૌથી વધારે જોવાયેલા શોની નામના મેળવી ચુક્યો છે. દૂરદર્શન પર પુનઃપ્રસારિત થયા બાદ તેને સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવી રહ્યો છે અને અહીં પણ લોકો તેને ખૂબ જોઈ રહ્યા છે.

image source

રામાયણના પુનઃપ્રસારણ બાદ આ સિરિયલ સાથે જોડાયેલા અગણિત કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે બધાં જ અત્યંત રોચક અને રસપ્રદ છે આવો જ એક કિસ્સો એક કાગડા સાથે જોડાયેલો છે. એક કાગડાએ રામાયણના ખાસ એપિસોડને શૂટ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને ભગવાન રામની કથા સંભળાવી રહ્યા હતા ત્યારે કાગભુસુંડી છૂપી રીતે પાછળ બેસીને તેને સાંભળી રહ્યા હતા. તેમના જ કારણે આ કથા પૃથ્વી પર આવી. તેમણે આ કથાને પંખીઓની મહાસભામાં સંભળાવી અને આ રીતે કથા આગળ આગળ જતી ગઈ અને છેવટે સંત તુલસીદાસ સુધી પહોંચી ગઈ.

image source

રામાયણમાં એક નાનકડો સિક્વંસ છે કે એકવાર દશરથના મહેલમાં નાનકડું બાળક જે વિષ્ણુના અવતાર એવા શ્રીરામ છે, તેઓ રોટલી ખાતા રડી રહ્યા હતા અને તેમની માતાને બોલાવી રહ્યા હતા. કાગભુસુંડીએ જ્યારે જોયું તો વિચાર્યું કે નાનકડું બાળક ભગવાન કેવી રીતે હોઈ શકે છે જે પોતાની રોટલી નથી બચાવી શકતું. ? તેમને લાગ્યું કે આ ચોક્કસ કોઈ ઢોંગી જ હશે. હું જઈને તેની પરિક્ષા લઉં છું. કાગભુસુંડિએ ત્યાં જઈને બાળકના હાથમાંથી રોટલી છીનવી લીધી.

image source

રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે આ પ્રસંગ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના પિતાએ આ સિન વિચારી તો લીધો પણ તેને શૂટ કેવી રીતે કરવો તે વિષે તેમને નહોતું સમજાતું. તેઓ તે વખતે ઉમરગામમાં શૂટિંગ કરી રહ્યા હતા. તે જગ્યા હતી વૃંદાવન સ્ટુડિયો. આ જગ્યા પર ઘણા બધા વૃક્ષો હતા અને સાંજે સૂરજ આથમતા જ અહીં કાગડાઓ કાકા કરવા લાગી જતા.

image source

રામાનંદ સાગરે આખુંએ યુનિટ કામ પર લગાવી દીધું કે કાગડાને પકડો આપણને સવારે શૂટિંગ માટે એક કાગડો જોઈએ છે. પણ કાગડાને પકડવાનું કામ તેટલું સરળ નહોતું. શૂટિંગ પર હાજર લોકોએ કાગડાને પકડવા માટે ઘણા બધા આઇડિયાઝ આપ્યા પણ તેમાંના એક પણ કામ નહોતા કરી રહ્યા.

છેવટે કોઈ પણ રીતે રાત્રે 12 વાગ્યા સુધીમાં 4 કાગડા પકડી લેવામાં આવ્યા. રાત્રે તેઓ ઉડી ન જાય તે માટે એક એલ્યુમિનિયમ ચેન સાથે બાંધી દેવામાં આવ્યા. કાગડાઓએ ઉડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તેઓ ઉડી નહોતા શકતા અને તેના કારણે તેમણે ખૂબ બૂમરાણ મચાવી દીધી હતી.

image source

સવારે 9 વાગ્યાથી શૂટિંગ શરૂ થવાનું હતું. જ્યારે પકડેલા કાગડાને જોવામાં આવ્યા તો તેમાંથી 3 તો ભાગી ગયા હતા. હવે માત્ર એક જ બચ્યો હતો. આવનારા અઠવાડિયામાં આ એપિસોડને ટેલિકાસ્ટ કરવાનો હતો. એક દિવસનું પણ મોડું થવું પોસાય તેમ નહોતું.

ક્યારેય નહીં અકળાયેલા રામાનંદ સાગર તે દિવસે ખૂબ જ ટેન્શનમાં જોવામાં આવ્યા. છેવટે તેમના ચહેરા પર એક સ્મિત જોવા મળ્યું. તેઓ ઉભા થયા, લાઇટ્સ તેમજ કેમેરા બધું જ તૈયાર કરાવી દેવામાં આવ્યું. બાળકને બેસાડી દેવામાં આવ્યું અને પછી રામાનંદ સાગરે કહ્યું, ‘કાગભુસુંડીજીને બોલાવો.’

image source

પ્રેમ સાગરે આગળ જણાવ્યું કે કાગડો એટલી બધી બૂમરાણમ મચાવી રહ્યો હતો કે આખોએ સ્ટુડિયો ગુંજી ઉઠ્યો હતો. ત્યાર બાદ રામાનંદ સાગર કાગડા પાસે ગયા અને પૂર્ણ શ્રદ્ધાથી તે કાગડાને નમન કર્યું. તેમણે કાગડાને કહ્યું, ‘હે કાગભુસુંડીજી. હું સંકટમાં છું. તમે મારી મદદ કરો. આવનારા અઠવાડિયે એપિસોડ આપવાનો છે. કોરોડો લોકો જોશે.’

આ સાંભળીને કાગડો તરત જ સાંત થઈ ગયો હતો. ત્યાર બાદ રામાનંદ સાગરે તેની ચેન ખોલી દીધી અને કેમેરા પાછળ આવી ગયા. ત્યાર બાદ જે પણ રામાનંદ સાગરે કાગડાને કહ્યું તે તે કાગડો માનતો ગયો. અને આ રીતે કાગભુસુંડી વાળો તે સીન શૂટ થઈ શક્યો.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ