રામાયણના લવ-કુશ આજે કરે છે આવુ જોરદાર કામ, જાણીને ચોંકી જશો તમે પણ

જાણો ભારતની સૌથી લોકપ્રિય સિરિયલ રામાયણના લવ-કુશ આજે શું કરી રહ્યા છે

હાલ રામાયણની ફરી એકવાર દૂર દર્શન પર રજૂ કરવામાં આવી રહી છે અને દર્શકો તેને મગ્ન થઈને જોઈ રહ્યા છે. આજે દૂર દર્શનનો આ શો સૌથી વધારે ટીઆરપી ધરાવતો થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી દૂર દર્શનને આવી સફળતા નહોતી મળી. પણ એવું લાગી રહ્યું છે કે જાણે ફરી એકવાર દૂરદર્શનનો યુગ શરૂ થઈ ગયો છે. રામાયણને રીટેલીકાસ્ટ બાદ મળેલી સફળતા છેલ્લા પાંચ વર્ષથી બીજી કોઈ જ સિરિયલને નથી મળી શકી. હાલ રામાનંદ સાગરની રામાયણ નાના પરદાના બધા જ રેકોર્ડ તોડી રહી છે.

image source

આ શોના પાત્રો તેમજ તેને ભજવનાર કલાકારો ફરી એકવાર જીવંત બની ગયા છે. અને તેમનો જમાનો પર જાણે ફરી આવી ગયો છે. જેમાંના કેટલાક તો સાવજ ગુમનામીમાં ધકેલાઈ ગયા હતા તેને પણ હવે લોકો યાદ કરી રહ્યા છે. આ સિરિયલમાં રામ-સીતાના પૂત્રો એટલે કે લવ-કુશનું પાત્ર ભજવનાર કલાકા છે તે હાલ શું કરી રહ્યા છે તે જાણવાની ઉત્સુકતા થઈ હશે.

image source

આ સિરિયલમાં લવ-કુશની ભૂમિકા બે મરાઠી બાળકોએ ભજવી હતી. જેમના નામ હતા સ્વપ્નીલ જોશી અને મયુરેશ ક્ષત્રદેવ. આજે રામાયણ પહેલી વાર રજૂ થયાને 33 વર્ષનો સમય થઈ ગયો છે. માટે આ બાળકો પણ પોતાની ચાલીસીમાં પ્રવેશી ગયા હોવા જોઈએ.

image source

સ્વપ્નિલ જોશીએ ત્યાર બાદ ઘણી બધી સિરિયલો તેમજ નાટકોમાં કામ કર્યું હતું અને હાલ તે મરાઠી મનોરંજન જગતનો જાણીતો અભિનેતા છે. તેણે ઘણા બધા મરાઠી નાટકો, સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કર્યું છે અને એક પ્રતિષ્ઠિત અભિનેતા છે.

image source

જ્યારે બીજો કલાકાર હાલ ન્યૂજર્સી્ાં રહે છે અને એક મોટી કંપનીનો સીઈઓ છે. તેણે રામાયણમાં બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવ્યા બાદ અભિનય કરવાનું છોડીને ભણતરમાં જ ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું. જો કે હાલ તે એક સારા લેખક પણ છે તેમણે બે વિદેશી લેખકો સાથે મળીને સ્પાઇટ એન્ડ ડેવલપમેન્ટ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ