રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરીયલથી અમર બની ગયેલા પાત્રો ભજવનાર કલાકારો આજે 33 વર્ષે કંઈક આવા લાગે છે, જોઇ લો તસવીરોમાં

રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરીયલથી અમર બની ગયેલા પાત્રો ભજવનાર કલાકારો આજે 33 વર્ષે કંઈક આવા લાગે છે, તો વળી તેમાંના કેટલાકે તો દુનિયામાંથી વિદાઈ પણ લઈ લીધી

image source

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના હેતુથી પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 21 દીવસનું લોકડાઉન કર્યું છે અને લોકો ઘરે રહેવા મજબુર બન્યા છે અને કેટલાક લોકો તો ઘરમાં રહી રહીને બોર પણ થઈ રહ્યા છે. અને આવા સમયે ફરી એકવાર રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ ટીવી સીરીયલ ચર્ચામાં આવી છે

કારણ કે દૂરદર્શન દ્વારા તેને પુનઃ પ્રસારિત કરવામાં આવી રહી છે. જો કે તેમાં સોશિયલ મિડિયા યુઝ કરતાં લોકોનો પણ ઘણો ફાળો છે કારણ કે સોશિયલ મિડિયા દ્વારા જ આ રામાયણ તેમજ મહાભારતને ફરી પ્રસારિત કરવાની માંગ કરવામાં આવલી હતી.

image source

કેટલાક યુઝર્સે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ટેગ કરતા રામાયણને ફરીથી પ્રદર્શીત કરવાની માંગ કરી હતી. યુઝર્સની માંગને સ્વિકારતા સરકારે દૂરદર્શન પર રામાયણને ફરીથી પ્રસારિત કરવાની શરૂ કરી દીધું છે.

image source

સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે લોકોની માંગને ધ્યાનમાં રાખીને શનિવાર 28 માર્ચના રોજ રામાયણનું પુનઃપ્રસારણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ એપીસોડ સવારે 9 થી 10 અને બીજો એબીસોડ રાત્રે 9થી 10 રજૂ કરવામાં આવશે. અને હાલ લોકો પૂર્ણ ઉત્સાહથી રામાયણ તેમજ મહાભારતના પુનઃ પ્રસારણને માણી રહ્યા છે.

આજે રામાયણના પ્રથમ પ્રસારણને 33 વર્ષનો સમય થઈ ગયો છે. આ સમય દરમિયાન તેમાં કામ કરી ચૂકેલા કલાકારોના દેખાવમાં ઘણો ફેરફાર થયો હોય તે સ્વાભાવીક છે. તો આજે અમે તે જ કલાકારો વિષે તમને જણાવવા જઈ રહ્યા છે.

ભગવાન રામ – અરુણ ગોવિલ

image source

રામાયણમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. અને બસ ત્યાર બાદ લોકો તેમને વાસ્તવમાં ભગવાન રામ સમજવા લાગ્યા હતા તેમના ટીવી પર આવતા જ લોકોના મસ્તક જુકી જતા હતા. આ ઉપરાંત તેઓ જ્યાં ક્યાંય જતાં તો લોકો તેમના પગે લાગવા લાગતા અરે રીતસરની તેના માટે લાઈનો બનવા લાગતી. રામાયણ ઉપરાંત અરુણ ગોવિલે ઘણી ફીલ્મો તેમજ સિરિયલોમાં કામ કર્યું પણ રામાયણ જેવી સફળતા તેમને ક્યારેય નહોતી મળી.

સીતામાતા – દીપિકા ચિખલિયા

image source

રમાયાણમાં સીતામાતાનું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું આજે પણ જ્યારે સીતામાતાનું નામ સાંભળીએ, વાંચીએ ત્યારે તેણીનો જ ચહેરો આપણા ચક્ષુઓ સમક્ષ તરી આવે છે. જો કે ત્યાર બાદ ઘણી બધી અભિનેત્રીઓએ સીતામાતાનું પાત્ર ભજવ્યું પણ દીપીકાનો ચહેરો લોકોના મન પર કોતરાઈ ગયો હતો.

લક્ષમણ – સુનીલ લેહરી

image source

સિરિયલમાં લક્ષમણ એટલે કે રામના નાના ભાઈનું પાત્ર સુનીલ લેહરીએ ભજવ્યું હતું. અને તેમનો ચહેરો પણ લોકોને લક્ષમણ તરીકે બરાબરનો યાદ રહી ગયો હતો.

થોડા સમય પહેલાં રામાયણના આ ત્રણ પાત્રો તેમજ રામાનંદ સાગરના દીકરા ધ કપીલ શર્મા શો પર આવ્યા હતા. તેમણે પોતાના અનુભવો વિષે ઘણી બધી વાતો કરી હતી જેને સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું.

હનુમાનજી – દારા સિંહ

image source

રામાનંદ સાગરની રામાયણ સીરીયલમાં હનુમાનજીનું પાત્ર દારા સિંહે નિભાવ્યું હતું. જો કે હાલ દારા સિંહ આ દુનિયામાં નથી રહ્યા પણ હનુમાનજી તરીકે આજે પણ લોકો તેમને ભૂલી નથી શક્યા. વાસ્તવમાં તે સમયમાં દારાસિંહ જેવું શરીર સૌષ્ઠવ બીજા કોઈનું નહોતું અને હનુમાનજી માટે તેમના સિવાય બીજી કોઈ વ્યક્તિની કલ્પના પણ ન કરી શકાય.

કૈકેઈ – પદ્મા ખન્ના

image source

રામાયણમાં ભરતની માતા અને રામની સોતેલી માતા કૈકેઈનું પાત્ર પદ્મા ખન્નાએ નિભાવ્યું હતું. તેણી આ પહેલાં ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. કૈકેઈનું નકારાત્મક પાત્ર પદ્મા ખન્નાએ એટલું અદ્ભુત રીતે નીભાવ્યું હતું કે લોકો વાસ્તવમાં તેને વિલન સમજીને નફરત કરવા લાગ્યા હતા. હાલ તેણી યુ.એસ.એમાં ડાન્સ સ્કૂલ ચલાવી રહી છે.

રાવણ – અરવીંદ ત્રિવેદી

image source

ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર અરવીંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણની અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પાત્રએ તેમને અત્યંત સફળતા અપાવી હતી. તેમને વાસ્તવિક જીવનમાં પણ લોકો રાવણ જ સમજવા લાગ્યા હતા. ગુજરાતી ફિલ્મોના તેઓ ઉંચેરા કલાકાર છે.

મંદોદરી – પ્રભા મિશ્રા

image source

રામાયણમાં મંદોદરીનુ પાત્ર પ્રભા મિશ્રા દ્વારા ભજવવામાં આવ્યું હતું તેમના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું. જો કે ત્યાર બાદ આગળ કામ કરવાની જગ્યાએ તેમણે આધ્યાત્મનો માર્ગ પસંદ કરી લીધો હતો. હાલ તેણી રાજયોગનું જીવન જીવી રહી છે. તેમણે કાયમ માટે ગ્લેમર વર્લ્ડને અલવીદા કહી દીધું છે.

રાજા દશરથ – બાલ ધુરી

image source

એક્ટર બાલ ધુરીએ રામાયણમાં ભગવાન રામના પિતા એટલે કે દશરથ રાજાનું પાત્ર ભજવ્યું હતું. જો કે તેમણે તે ઉપરાંત ઘણી બધી સીરીયલો તેમજ ફિલ્મોમાં કામ કર્યું પણ લોકોએ તેમને દશરથ રાજા તરીકે જ યાદ રાખ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ