રામ કપૂર બન્યો ફેટ ટુ ફીટ, ચર્ચામાં છે તેનો આ નવો લૂક, તમે પણ તેને ઓળખી નહીં શકો…

રામ કપૂર એ ટેલિવિઝન વર્લ્ડનું એક જાણીતું નામ છે. તે માત્ર ટેલીવિઝન સોપ્સમાં જ નહીં પણ હીન્દી ફિલ્મોમાં પણ કાર્યરત છે. જો તમને યાદ ન હોય તો સ્યુડન્ટ ઓફ ધી યરમાં તેણે વરુણ ધવનના પિતાનો રોલ કર્યો હતો. અને તે લવરાત્રી ફિલ્મમાં પણ છેલ્લે જોવા મળ્યો હતો. આ ઉપરાંત એકતા કપૂરની સીરીયલ્સ કસમ સે અને બડે અચ્છે લગતે હો તો તમને યાદ જ હશે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે ક્યાંય જોવામાં આવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


પણ હવે તમને ક્યારેય તે ટેલીવીઝન સ્ક્રીન કે પછી સિનેમાના સ્ક્રીન પર જોવા મળશે તો અમે એ વાતની ગેરેંટી આપીએ છીએ કે તમે તેને ઓળખી જ નહીં શકો. કેમ ? અરે તેણે પોતાનો આખો લૂક જ ચેંજ કરી નાખ્યો છે. ના ના, તેણે કંઈ ડાઢી બાડી નથી વધારી લીધી કે પછી ટકલુ નથી કરાવી લીધું પણ તેણે પોતાના ભારેખમ શરીરને ઉતારી દીધું છે. વિશ્વાસ નથી આવતો તો જુઓ તસ્વીરો.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


રામ કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાને ફીટ બનાવવામાં લાગી પડ્યો હતો અને તેની આ મહેનત રંગ લાવી છે. તેણે પોતાની જાતને તદ્દન ટ્રાન્સફોર્મ કરી દીધી છે. તેણે પોતાનું શરીર તો ઉતારી જ દીધું છે પણ તેણે સાથે સાથે તેના ઉતરેલા શરીરને શોભે તેવા હેર કટ પણ કરાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


કેમ ન ઓળખી શક્યાને રામ કપૂરને. અન્ય સેલિબ્રિટીઝની જેમ રામ કપૂર પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટથી અવારનવાર ફોટોઝ શેયર કરે છે. તાજેતરમાં જ તેણે એક સેલ્ફી શેયર કરી છે જેમાં તેણે ઘણું વજન ઉતાર્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત તેણે પોતાના જીમ સેશન દરમિયાનની પણ કેટલીક તસ્વીરો શેયર કરી છે. તાજેતરની તસ્વીરમાં કેપ્શનમાં તેણે લખ્યું છે ‘Wassssup peeps ! long time no see’ (કેમ છો ! ઘણા લાંબા સમયે !

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


સોશિયલ મિડિયા પર રામ કપૂરનો નવો દેખાવ જોઈ લોકો ચોંકી ગયા છે પણ એક એવો વર્ગ પણ છે જેમને જૂનો રામ કપૂર વધારે ગમે છે. એક ઇન્સ્ટાફેને કમેન્ટ કરી છે, “અદભુત સર… પ્રેરણાત્મક પરિવર્તન. સલામ છે તમને… તેમ છતાં પુરાને રામ હી અચ્છે લગતે થે.”

તો વળી બીજા ફેને લખ્યું છે “તમે તો તમારા ભારે શરીરમાં પણ સારા જ લાગતા હતા… પણ મને લાગે છે સ્વાસ્થ્ય સુધરે છે… જુના રામને યાદ કરીશું”

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


તમને જણાવી દઈએ કે રામ કપૂરે 1998માં પોતાની એક્ટર તરીકેની કેરીયરની શરૂઆત સોની ટીવી પર આવતી ‘હીના’ સીરીયલથી શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે કસમ સે, ઘર એક મંદીર અને ક્યોંકી સાસ ભી કભી બહુથી અને છેલ્લે બડે અચ્છે લગતે હે ટીવી સીરીઝ કરી હતી અને થોડા સમય પહેલાં જ સાક્ષી તંવર સાથેની તેની એક વેબ સીરીઝ આવી ગઈ. આ બન્નેની જોડીને પ્રેક્ષકો બડે અચ્છે લગતે હેથી ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on


તમને જણાવી દઈએ રામ કપૂરે પોતાની સિરિયલ ઘર એક મંદીરની કો સ્ટાર ગૌતમી કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. ગૌતમી પણ સોશિયલ મિડિયા પર પોતાની અને ફેમિલીની તસ્વીરો અવારનવાર શેયર કરે છે. તો હવે જોઈએ કે રામ કપૂરનું આ ટ્રાન્સફોર્મેશન તેની કેરીયરને કેટલો ફાયદો કરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ