રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટનું ડબલ સેલિબ્રેશનનું કોંબો લઈને આવ્યું છે આ વર્ષ…

૧૯ વર્ષો પછી આ વર્ષે રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટ આવશે એક સાથે, મોદી રાખડી છે ભારે ડિમાન્ડમાં…. રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટનું ડબલ સેલિબ્રેશનનું કોંબો લઈને આવ્યું છે આ વર્ષ.

પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આખો મહિનો ભક્તિ, ઉલ્લાસ અને ઉત્સવોમાં પસાર થાય છે. તેમાં પણ લગભગ દરવખતે ભારતની આઝાદીનો મહત્વનો દિવસ પણ આવી જ જાય છે, કારણ કે શ્રાવણ માસ સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં જ આવતો હોય છે. પરંતુ આ વખતનો સંયોગ કંઈક એવો આવ્યો છે કે આ વર્ષે ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન બંને એક જ દિવસે આવી રહ્યાં છે. આ સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે. ૧૯ વર્ષના લાંબા ગાળા પછી, આ વખતે ભાઈ-બહેનના પવિત્ર અને અતૂટ સંબંધના પ્રતીક રક્ષાબંધનનો તહેવાર અને ભારતીય સ્વતંત્રતા દિનની ઉજવણી એક સાથે કરવામાં આવશે, જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

શાળા – કોલેજો અને સરકારી કચેરીઓમાં થાય છે કાર્યક્રમો…

આ બંને તહેવારો એવા છે કે જેની ઉજવણી કરવામાં શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હોય છે. ધ્વજવંદન અને દેશભક્તિના રંગારંગ કાર્યક્રમો તો સરકારી વિવિધ કચેરીઓમાં પણ થતા હોય છે. જે આ વર્ષે તેનો ઉત્સાહ વધ્યો એટલે પણ છે કે મોદી સરકારે લીધેલા નિર્ણયોના પરિણામે દેશની જનતા પોતાનો હરખ વ્યક્ત કરવા ઇચ્છે છે, જેથી આઝાદીનો ઉત્સવ મનાવવા માંગે છે. વળી, રક્ષાદળોએ દેશની સરહદે શૂરવીરતાથી પોતાની ફરજ નિભાવી છે, તેનો આભાર વ્યક્ત કરવાનો પણ આ મોકો છે, જે દેશની બહેન – દીકરીઓ ઉત્સાહથી મનાવવા માગે છે.

સુરક્ષાને લઈને સતર્કતા છે, તો પણ ઉત્સાહમાં ઓછપ નથી…

તહેવારોમાં બજારો ખૂબ જ ભરચક હોય છે, શ્રાવણ મહિનો પણ ચાલે છે અને ઇદની ખરીદી પણ ચાલુ છે ત્યારે લોકોમાં કાર્યક્રમોને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા સમયે દેશના સુરક્ષા કર્મીઓની જવાબદારીઓ અને સતર્કતા પણ વધી ગઈ છે. તેમને માટે આ સમય તહેવારોમાં કોઈને પણ નુક્સાન ન પહોંચે તેની જવાબદારી ઉપાડવાની છે. ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન એક સાથે એક જ દિવસે હોવાથી બેવડા પ્રસંગોને નિર્વિઘ્ને સંભાળવા માટેની સુરક્ષાદળોની દોડધામ વધી ગઈ છે.

ઉત્સવોને લીધે પ્રવાસીઓને પણ સુરક્ષા અપાશે…

રક્ષાબંધનની રજા સાથે ૧૫મી ઓગસ્ટ પણ છે અને આખું અઠવાડિયું વિવિધ બીજા તહેવારો પણ છે, ત્યારે ભાઈઓને કાંડે રાખડી બાંધવા બહેનો પોતાના સાસરેથી પિયેર જશે અને બાળકો પણ શાળા – કોલેજોમાં પ્રોગ્રામ આપવાની તૈયારીઓ કરશે એ સમયે પણ પોલિસ અને અન્ય સુરક્ષાદળોએ પ્રોટેક્શન આપવાની તૈયારીઓ કરી લીધી છે.

બજારોમાં સૌથી વધુ ડિમાંન્ડમાં છે મોદી રાખડી…

આ વખતના તહેવારોની મૌસમમાં દુકાનદારોનું કહેવું છે કે બજારમાં ખૂબ બધી ડિઝાઈનર રાખડીઓ આવી છે. જેમનું જેવું બજેટ અને શોખ એ મુજબ રાખડીઓની ખરીદારી થાય છે. રંગબેરંગી રાખડીઓની નવી ડિઝાઈન સાથે બાળકો માટે ખાસ લાઈટવાળા રમકડાં અને છોટા ભીમ દોરેલી રાખડીઓ પણ મળે છે. રેશમી દોરામાં હીરા અને કુંદન જડેલી રાખડીઓનો ટ્રેન્ડ અને માંગ દર વર્ષ જેવી જ છે. લાલ સાદા દોરાવાળી પાંચ રૂપિયાની રાખડીથી લઈને ચાંદીની રાખડીઓથી દુકાનો શોભે છે.

આ વખતે રક્ષાબંધનનો પવિત્ર પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ તહેવારની સાથે, બજારોમાં પહેલેથી જ ખૂબ જ રોનક છે. બજારોમાં આ વર્ષે નરેન્દ્ર મોદીના ફોટોવાળી રાખડીની ભારે માંગ છે. બહેનો પોતાના ભાઈની કાંડા પર મોદી રાખડીન બાંધીને આ સુંદર પર્વની ઉજવણી કરવાની ઇચ્છા કરી રહી છે. બાળકોમાં મોદી ખૂબ જ પ્રિય છે, તેમને લોકો સૌથી શક્તિશાળી માને છે ત્યારે તેમના ફોટોવાળી ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. નાનકડાં ભાઈ બહેનના ફોટો સાથે મોદીજીનો ફોટો છે અને મોદી રાખડીમાં ઉપર લખ્યું છે, દેશ કા સુપર હીરો….

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ