રક્ષાબંધન પર બનાવજો આ ૭ વાનગી માંથી કોઈ એક ! ભઈલો થઇ જશે ખુશ !!

ગાઠીયા બાસ્કેટ ચાટ

આપણા બધા ના ઘરે ગાઠીયા તો બનતાજ હશે. આજે ગાઠીયા બાસ્કેટ બનાવી તેને નવી સ્ટાયલ થી પ્રેઝેન્ટ કરીયે.

સામગ્રી-

ગાઠીયા બનાવા માટે-

* એક કપ બેસન
* ૧ ચમચી લાલ મરચુ
* ૨ ચમચી તેલ
* મીઠુ સ્વાદ મુજબ

એસેબલ કરવા-

* ૨ ટે.સ્પૂન ટામેટા ચોપ કરેલા
* ૨ ટે. સ્પૂન ડુગળી ચોપ કરેલી
* ૨ ટે .સ્પૂન કાકડી ચોપ કરેલી
* ૧ ટે . સ્પૂન ચીલી સોસ
* ૨ ટે. સ્પૂન ટામેટો સોસ
* ૨ ટે. સ્પૂન ચીઝ છીઝેલુ
* કોથમીર

રીત-

– સો પ્રથમ ગાઠીયા બનાવા માટે એક બાઉલ મા ગઠીયા ની બધી સામગ્રી ભેગી કરી લોટ બાધવો. લોટ સેજ કઠણ રાખવો.
– હવે સેવ ના સચા માથી ગાઠીયા ની જારી મૂકી પાટલા પર સચો થોડો ત્રાસો કરી સીધા સીધા ગાઠીયા પાડવા.
– હવે એક ચા ની ગરણી લઈ તેમા એક એક ગાઠીયા નુ પડ ગોઠવુ.( ફોટો મા દેખાડીયુ છે ).
– પછી તેના પર બીજી ગરણી મૂકી તેલ મા તળવી. ૨ મિનિટ થાય એટલે ઉપર ની ગરણી લઈ લેવી અને નીચેની ગરણી ઉધી કરી બાસ્કેટ છૂટી પડશે .તળાય એટલે બાહર કાઢી લેવુ.
– આ રીતે બધા બાસ્કેટ બનાવી લેવી. ( ફોટો દેખાડીયો છે.)
– હવે એક બાઉલ મા એસેબલ ની ચીઝ સીવાય ની બધી સામગ્રી ભેગી કરવી.
– હવે એક પ્લેટ મા ગાઠીયા બાસ્કેટ મૂકો તેમા સ્ટફીગ મૂકી ચીઝ નાખી સવૅ કરો. મહેમાનો ,, ફેન્ડસ ને આ ચાટ ન્યૂયર પર સવૅ કરો.

નોધ :- આજ રીતે બટાકા ની અને બાફેલા નૂડલસ ની પણ બાસ્કેટ થાય છે. સ્ટફીગ મા તમારી પંસદ નુ વેરીયેસન કરી શકો છો.

રસોઈની રાણી – કાજલ શેઠ, મોડાસા

પ્રિય, ફ્રેંડ્સ ઓફ રસોઈ ની રાની કૉમ્યૂનિટી ?? રવિવારની રજા માં બનાવો ગરમાગરમ વણેલા ગાંઠિયા

સામગ્રી :

૧ વાટકો ચણા નો લોટ (એપ્પલ અથવા ગુલાબ બ્રાન્ડ)
૧ ટી સ્પૂન અજમા
૧/૨ ટી સ્પૂન નમક
૧ ટી સ્પૂન મરી નો પાવડર
૧/૨ ટી સ્પૂન ટાટા ના સોડા
૧/૨ ટી સ્પૂન હિંગ
લોટ તૈયાર કરવા માટે અને તળવા માટે કોઈ પણ ખાદ્ય તેલ જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

સૌપ્રથમ ચણા નો લોટ લઇ તેમાં ૧ પાવડુ તેલ નાખી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ અજમા, નમક, ખાવા નો સોડા, હિંગ અને ચપટી મરી નો પાવડર નાખી બરાબર પાછું મિક્સ કરવું.

થોડું થોડું પાણી નાખી લોટ ને બાંધી લેવો. લોટ બહુ નરમ કે કઠણ ના બની જાય તેની કાળજી રાખવી. પછી લોટ ને ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી દેવો જેથી આપમેળે નરમ બની જશે. ત્યારબાદ તેલ વાળો હાથ કરી ફરીથી એક વાર કુણવવો. નરમ થઈ ગયેલા આ લોટ ને સપાટ પાટલા પાર હળવા હાથે આંકા પડે એ રીતે ગાંઠિયા વણી લેવા. ત્યારબાદ ધીમા તાપે ગેસ સ્ટવ પર તળી લેવા.

ગાંઠિયા લાલ ના થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. પછી સરવિંગ ડીશ માં કાઢી હિંગ તેમજ મરી પાવડર છાંટી ગરમાગરમ સર્વ કરવા. સામગ્રી પ્રમાણે બનાવેલ વાનગી માંથી બે લોકો ને સર્વ કરી શકાશે.

તો તૈયાર છે કાઠિયાવાડીઓ ના મનપસંદ વણેલા ગાંઠિયા …!!!

રસોઇ ની રાણી : મિરા એમ. સાણથરા (રાજકોટ)

પૂરી ચાટ (Puri Chat)

* આપણે કચોરી ચાટ , સમોસા ચાટ એમ ધણા પ્રકાર ની ચાટ ખાધી હશે .આજે જુદી એવી પૂરી ચાટ બનાવીયે.
* આ ચાટ તમે ન્યૂયર પર ખાસ મિત્રો અને મહેમાનો ને બનાવી ને સવૅ કરી શકો છો.કઈ special સવૅ કરયુ હશે એવુ લાગશે.

સામગ્રી:

પૂરી બનાવા માટે

* ૧ કપ મેદો
* ૧ કપ સોજી
* મીઠુ સ્વાદ મુજબ
* ચપટી ખાવા નો સોડા

– સવૅ કરવા માટે

* ૧ વાટકી બાફી ને વધારેલા ચણા થોડા રસ વાળા ( કાબુલી અથવા દેશી ચણા )
* ૩ ચમચા સમારેલી ડુગળી
* ૩ ચમચા સમારેલા ટામેટા
* 2 ચમચા સમારેલા બાફેલા બટાકા
* ગળ્યુ દહી
* ગળી ચટણી
* તીખી ચટણી
* ૧/૪ ટી સ્પૂન લાલ મરચુ
* ૧/૪ ટી સ્પૂન ચાટ મસાલો
* ૧/૪ ટી સ્પૂન શેકેલા જીરૂ પાવડર
* દાડમ ના દાણા
* ઝીણી સેવ

રીત:

– એક બાઉલ મા પૂરી માટે ની બધી સામગ્રી લઇ ને લોટ બાધી દેવો.
– લોટ માથી મોટી પૂરી વણી તેલ મા તળવી. જ્યા સુધી કડક ની સાથે પૂરી ફૂલવી પણ જોઈયે.
– હવે એક પ્લેટ મા એક પૂરી મૂકી તેમા ખાડો કરી તેમા ચણા , તેના પર ડુગળી , ટામેટા , બટાકા , દહી , બને ચટણી નાખવી પછી બધા મસાલા છાટી તેના પર સેવ અને દાડમ ના દાણા નાખી ગરમ ગરમ સવૅ કરવુ.

નોધ:

પૂરી ગરમ હશે તો ચાટ વધારે સારી લાગશે. પૂરી ક્રિશપી થવી જરૂરી છે.
* ચણા મા બધા સૂકા મસાલા કરી થોડુ પાણી નાખી વધારવા.લચલચતા રાખવા. ( રગડા જેવુ )

જો તમને બધા ને મારી રેસીપી ગમી હોય તો like અને share જરૂર કરજો.

રસોઈની રાણી – કાજલ શેઠ, મોડાસા

કાજુ મેથી બાઇટ્સ (Kaju Methi Bites)

આપણે મસાલા કાજુ , રોસ્ટેટ કાજુ ધણા ખાધા.હવે આ દિવાળી કઇ નવુ ટ્રાય કરીયે. તો ચાલો બનાવીયે કાજુ મેથી બાઇટસ.

* સામગ્રી :―

* એક કપ મેદો
* ૩ ટે. સ્પૂન તેલ
* મીઠુ સ્વાદ મુજબ
* ૧/૪ કપ પાણી
* તળવા માટે તેલ

* કાજૂ પર કોટીગ ના મસાલા માટે

* ૨ ટે. સ્પૂન કસૂરી મેથી
* ૧ ટી સ્પૂન આમચુર પાવડર
* ૧/૨ ટી.સ્પૂન લાલ મરચુ
* ૧/૪ ટી.સ્પૂન મીઠુ
* નાની બોટલ નુ ઢાકણ

* રીત:

– એક બાઉલ મા મેદો. ,મીઠુ અને તેલ નુ મોણ નાખી મિકસ કરો .હવે પાણી થી શકકર પારા જેવો લોટ બાધી ૧૦ મિનિટ ઢાકી ને રહેવા દો.
– ૧૦ મિનિટ પછી લોટ ને થોડુ તેલ લઇ કેળવી લો અને તેના સરખા લુઆ કરી લો.
– હવે લુઆ માથી મોટો રોટલો વણી લો .રોટલો મિડયમ જાડો રાખવો .હવે આ રોટલા માથી બોટલ ની કેપ ( ઢાકણ ) વડે કાજુ ના શેપ જેવુ કટ કરી લો .
– આમ બધા રોટલા માથી કાજુ તૈયાર કરી લો. હવે તેલ મા મધ્યમ તાપે કાજુ ને આછા બ્રાઉન રંગ ના તળી લો.
– હવે એક નોનસ્ટિક પેન મા એક ચમચી તેલ લો. (તેલ બહુ ગરમ ના થવુ જોઇએ નહી તો મેથી બળી જશેએટલે) તેમા કસુરી મેથી નાખવી એ હલાવી તેમા મરચુ ,મીઠુ અને આમચુર પાવડર નાખી ગેસ બંધ કરી તેમા કાજુ નાખી હલાવી દો.
– તૈયાર છે ચટપટા કાજુ મેથી બ્રાઈટસ
– આ કાજુ ૧૫ થી ૨૦ દિવસ સુધી રહે છે.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

મસાલા ફરસી પૂરી (Masala Farsi Puri)

સામગ્રી :
૧ કપ.. મેંદો
૨ ટે સ્પૂન.. તેલ (મોણ માટે)
જીરૂ
ચીલી ફ્લૅક્સ
ઓરેગાનો
મરી પાવડર
મીઠુ
તેલ.. ફ્રાય કરવા
૧ ટે સ્પૂન.. કોર્ન ફ્લાર અને ૧ ટી સ્પૂન ઘી નો સાટો

રીત:
• બાઉલ માં મેંદો, તેલ, જીરૂ, ચીલી ફ્લૅક્સ, ઓરેગાનો, મરી પાવડર, મીઠુ મીક્સ કરી પાણી રેડી અટામણ વગર વણી શકાય તેવો લોટ બાંધો.
• કલાક ઢાંકી રાખો.
• મોટા ૪ લુઆ કરી મોટો રોટલો વણી લો. બધા વણાય પછી એક રોટલો લઇ સાટો લગાવી બીજો રોટલો મૂકો. તેના ઉપર પણ સાટો લગાવી રોલ વાળી દો. તેનાં નાના નાના કાપા કરી દો. આ રીતે બીજા પણ તૈયાર કરી લો.
• એક એક રોલ લઇ હલકા હાથે થોડું દબાવી વણી તેલ માં ધીમા તાપો ક્રિસ્પી ફ્રાય કરી લો. ઠંડુ થાય પછી ડબ્બા માં ભરી દો.

નોંધ :
સાટા ની સામગ્રી ભેગી કરી ફીણી લો. પછી ઉપયોગ માં લો.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

“બટાટાની ભાખરવડી”(Batatani Bhakharwadi)

સામગ્રી :

3 નંગ બાફેલા બટેટા
2 કપ મેંદો
1/2 કપ રવો
2-3 ટે સ્પૂન શેકેલાં સિંગદાણા
આદું મરચાની પેસ્ટ
આમચૂર પાવડર
ગરમ મસાલો
બૂરૂ ખાંડ
કોથમીર
મીઠુ
તલ
તેલ

રીત :

-મેંદો અને રવો મિક્ષ કરી તેમાં મીઠુ અને તેલનુ મોયણ નાખીને પૂરી જેવો લોટ બાંધીલો .10 મિનીટ ઢાંકીને રાખો .
-એક બાઉલમાં ,બાફેલા બટેટાનો માવો લઈ,તેમાં સ્વાદ મુજબ આદું મરચાંની પેસ્ટ,મીઠુ ,આમચૂર,ગરમ મસાલો,બૂરૂ ખાંડ અને કોથમીર છાંટીને માવો રેડીકરો.
-શેકેલી સિંગને અધ કચરી ખાંડીલો .
-હવે મેંદાના લોટમાંથી રોટલો વણો(બહુ જાડો કે બહુ પાતળો નહીં)
-તેના પર બટેટાનો માવો પાથરીદો.ઉપર શેકેલી સિંગનો ભૂક્કો ભભરાવીને રોલ વાળીલો.આ રોલ ને તલમાં રગદોળીલો .
-આ રોલને 10-15 મિનીટ ફ્રીજમાં મૂકીદો જેથી તે રોલ થોડો કડક થઇ જાય.
-આ રોલમાંથી 1-1/2cm ના ગેપથી કાપા પાડીલો .અને હળવેથી ફ્લેટ કરીલો.
-ગરમ તેલમાં આછા ગુલાબી તળીલો .
-સૉસ તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરો .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

રાજસ્થાની કચોરી :

સામગ્રી-

-2 ચમચી ચણાનો લોટ
-2 ચમચી ટોપરાનું છીણ
-1 ચમચી શેકેલા તલ
-1 ચમચી લાલ મરચું
-1 ચમચી ધાણાજીરૂ
-1 ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-વરીયાળીનો ભૂકો
-ખાંડ સ્વાદાનુસાર
-લીંબુનો રસ સ્વાદાનુસાર
-મેંદાનો લોટ જરૂર પ્રમાણે
-તેલ તળવા માટે
-ગ્રીન ચટણી
-ગળી ચટણી
-દહીં
-ડુંગળી ઝીણી સમારેલી
-ખારી બુંદી
-કોથમીર
દાડમના દાણા

રીત-

સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો. ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું મીઠું, ધાણાજીરૂં, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો. હવે મેંદાની કણકમાંથી જાડી પૂરી વણો.

તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પૂરી વણો. આ સ્ટફ્ડ પરુી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી,દાડમના દાણા ખારી બુંદી અને કોથમીર ઉમેરી પીરસો.

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

કાજુ કેસર રોલ (kaju kesar roll)

સામગ્રી –

કાજુ પાવડર 1 કપ
સુગર 1/3કપ
પાણી 1/4કપ
4-5 કેસર ના તાંતણા દૂધ માં ઓગાળેલા 2- 3 ડ્રોપ્સ યેલ્લો ફૂડ કલર
ઘી ૧/૨ ટી સ્પૂન
વરખ 1

રીત –

– પેન માં સુગર લઇ પાણી ઉમેરી ૧ તારની ચાસણી બનાવો.
– ચાસણી થાય એટલે કાજુ નો પાવડર (મિક્ષર માં બનાવેલો) ઉમેરી સારી રીતે મિક્સ કરો. ૩૦- ૪૦ સેકન્ડ માં જ મિશ્રણ પેન છોડવા લાગશે.
– ઘી થી ગ્રીઝ કરેલી પ્લેટ માં મિશ્રણ કાઢી લો.બે ભાગ કરો
-મિશ્રણ ના એક ભાગ માં કેસર વાળું દૂધ અને યેલ્લો કલર નાખો . થોડું ઠંડુ થાય હાથ માં લઇ શકાય એવું એટલે લોટ બાંધતા હોય એ રીતે સ્મૂધ થાય એટલું મસળી લો.
– પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજુ પ્લાસ્ટીક મૂકી પેહલા સાદો કાજુ નો રોટલો વણી લો ત્યારબાદ કેસર વાળો રોટલો વણી ને સાદા રોટલા ઉપર મૂકી ને રોલ વાળી લો .આ રોલ ને 10 મિનિટ માટે ફ્રિજ માં મૂકી રોલ કટ કરી વરખ લગાવી ગાર્નિશ કરો.

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

નાના -મોટા બધાને ગમશે …જ્યારે તમારા ઘરે બનશે આ પિઝા પૂરી :

પિઝા પૂરી( pizza puri )

સામગ્રી :

250 ગ્રામ મેંદો અથવા ઘઉં નો લોટ
50 ગ્રામ સોજી
3 ટી સ્પૂન ઘી (મોયણ માટે )
2 ટે સ્પૂન ટોમટો પાવડર (ટોમટો સૂપ પેકેટ માથી પણ વાપરી શકાય )
2 ટી સ્પૂન ઓનિય્ન પાવડર (ઓપ્સનલ )
2 /3 ટી સ્પૂન ચીઝ પાવડર
2 ટી સ્પૂન ચિલી ફ્લેક્સ
2 ટી સ્પૂન ઓરેગાનૉ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ.

રીત :

સૌ પ્રથમ લોટ અને બધાં પાવડર અને મસાલા ને મિક્ષ કરી લો..તેમાં ઘી નુ મોયણ નાખો.ફરસી પૂરી જેવો જ લોટ બાંધો.
તેને ઢાંકીને 30 મિનિટ રાખો.
તેની મન પસંદ સાઈઝ ની પૂરી વણી લો
તેને મધ્યમ તાપે તડી લો.
( ચીઝ ની માત્રા વધારો તો ઘી નુ મોયણ ઓછુ કરવુ)

આ પૂરી સાથે થશે ચાય પે ચર્ચા !

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી