કિસિંગની વાત લઇને આ અભિનેત્રીની માતાએ કહી દીધું હતુ કે…’કાશ તારો જન્મ થતા જ તું મરી ગઈ હોત’

બોલીવુડમાં ડ્રામા કવિનના નામે જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક એ પોતાના કોઈ વિડીયોન કારણે ચર્ચામાં આવી જાય છે તો ક્યારેક પોતાના કોઈ બિન્દાસ બ્યાનના કારણે. હવે રાખીએ એમના અને સિંગર મિકા સિંહ વચ્ચે થયેલા વિવાદને લઈને એક વાત જણાવી છે. એમને કહ્યું છે કે જ્યારે એમનો મિકા સિંહ સાથે વિવાદ થયો હતો તો એમની માતાએ શુ કહ્યું હતું. એક્ટ્રેસે શુ કહ્યું એ જણાવતા પહેલા તમને કહી દઈએ કે રાખી અને મિકા વચ્ચે શુ વિવાદ થયો હતો.

image source

આ વાત વર્ષ 2006ની છે..મિકાએ પોતાના જન્મદિવસની પાર્ટીમાં બધા જ મિત્રો સાથે આઈટમ ગર્લ રાખી સાવંતને પણ આમંત્રિત કરી હતી. તો રાખી પણ એમને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે આ પાર્ટીમાં પહોંચી હતી. કેક કાપ્યા પછી એમને પોતાના હાથોથી મિકા સિંહને કેમ ખવડાવી હતી. અહીંયા સુધી તો બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું. રાખીને હાથે કેક ખાયા પછી મિકા સિંહે બધાની સામે જ રાખી સાવંતને જબરદસ્તી કિસ કરી લીધી હતી. રાખી આ મુદ્દાને લઈને કોર્ટ સુધી પહોંચી ગઈ. એમને મિકા સિંહ પર છેડછાડનો કેસ કરી દીધો હતો.

image source

હાલ રાખી સાવંત અને મિકા સિંહ બન્ને જ આ વિવાદ ભૂલી ચુક્યા છે. થોડા દિવસ પહેલા બન્ને સાથે હસતા અને એકબીજાને ગળે મળતા દેખાયા હતા. હવે રાખી સાવંતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સિંગર સાથે થયેલા એ વિવાદ પછી એમની માતાએ એમને શુ કહ્યું હતું. રાખીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા પરિવારમાં બાલિકા વધુ જેવો માહોલ હતો. પોતાના ઘરેથી ભાગીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈન કરવી એ જ મારા માટે એકમાત્ર ઉપાય હતો.

image source

રાખીએ આગળ કહ્યું કે એ પછી મારા ઘરના લોકોએ મારી સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. આજે મારા પિતાને મારા પર ગર્વ હશે. ભગવાનનો આભાર કે મેં આ નિણર્ય કર્યો કારણ કે એ નિર્ણયના કારણે આજે જે છું અહીંયા છું. મારા પરિવારે આજ સુધી મને સ્વીકારી નથી. મારા સગાસંબંધીઓ જેમ કે મારા મામા અને આખો પરિવાર આજે પણ મારી માતા સાથે વાત નથી કરતા. એમને લાગે છે કે હું ભાગી ગઈ હતી તો એમની દીકરીઓ પણ ભાગી જશે.

image source

એક્ટ્રેસે જણાવ્યું કે લોકો સમજે છે કે હું અટેન્સન મેળવવા માંગુ છું પણ હકીકત એ છે કે મીડિયા મને પ્રેમ કરે છે. એક સમય હતો જ્યારે મારી માતાએ કહ્યું હતું કે આ બધો વિવાદ શુ છે? કાશ તું જન્મતાવેંત જ મરી ગઈ હોત તો સારું થાત. આ બધું ત્યારે થયું હતું જ્યારે મિકા સિંહ સાથે મારો કિસિંગ વિવાદ થયો હતો.

image source

રાખી કહે છે કે પરિવારના લોકોએ મારી માતાનો જીવવું હરામ કરી દીધું હતું. મારા પિતા મારી માતાને મારતા હતા. મેં પછી માતાને સમજાવી કે કોઈ મને બોલીવુડમાં એન્ટર થવાને કારણે માથા પર નહિ બેસાડે. મને સ્ટ્રગલ કરવા દો, મને ફ્રીડમ આપો. હું કોઈ અમિતાભ બચ્ચન કે અનિલ કપૂરની દીકરી નથી. હું તો હાઈ સ્કૂલમાં પણ નથી ગઈ. તમને જણાવી દઈએ કે રાખી સાવંત સલમાન ખાનના શો બિગ બોસ 1આ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી અને ફાઇનલિસ્ટમાં સામેલ પણ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong