જાણો કેવી રીતે આ હાઊસવાઈફે બનાવ્યા ૩.૪ કરોડ રૂપિયા ફક્ત ૧ વર્ષમાં…

“રોક શકો તો રોક લો હમકો, હમ અપની મંઝીલ પે હૈ,

કુછ કરને કા જઝ્બા હૈ , ચાહે કિતની ભી મુશ્કિલ  હૈ “.

image source

જ્યારે કોઈ કામ કરવાનું જનુન માણસ પર સવાર થાય છે પછી કોઈપણ જાતની અડચણો તેનો રસ્તો રોકી શકતી નથી. માણસની હિંમત, માણસની નિષ્ઠા અને એની મહેનત અને સફળતાના શિખરે બેસાડે છે ,એ વાત મધ્યપ્રદેશના અશોક નગરની મહિલા રાખી  ખેરાએ સાબિત કરી આપી છે.

અશોક નગરમાં ઉછરીને મોટી થયેલી રાખી ખેરાએ માત્ર ૪૩ વર્ષની વયમાં જ બિઝનેસ ક્ષેત્રે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. હરિયાણાના ગુરુગ્રામ ક્ષેત્રમાં રાખી ખેરા કરોડો રૂપિયાના ટર્નઓવરનો બિઝનેસ કરી રહી છે.

image source

2013 સુધી માત્ર એક હાઉસવાઈફ નો રોલ અદા કરનાર અને પોતાના બંને બાળકોની સંભાળપૂર્વક ઉછેર કરનારા રાખી ખેરાએ બહુ જ ઓછા સમયની અંદર બહુ જ મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરી દીધું છે.

રાખી કેરા પહેલેથી જ ફેશન ડિઝાઈનર બનવા માગતી હતી. મેટરનીટી વેર ક્ષેત્રે તેમણે પોતાની સૂઝબૂઝથી ઊભો કરેલો બિઝનેસ સ્પર્ધાત્મક પરિસ્થિતિઓની વચમાં પણ આ વર્ષે 3.4 કરોડનો નફો મેળવી ચૂક્યો છે.

image source

રાખીએ પ્રેગનેન્સી સમયે પહેરવા માટે કમ્ફર્ટેબલ કપડાંનો બિઝનેસ શરૂ કર્યો. આ તદ્દન એક નવો જ વિચાર લઈને રાખીએ બિઝનેસના ક્ષેત્રમાં પગ મૂક્યો. 2013માં મેટરનિટી વેરનો કન્સેપ્ટ લઈને માર્કેટમાં દાખલ કરનાર રાખી પોતે જણાવે છે કે જ્યારે તે પોતે પ્રેગ્નન્સીના સમયમાંથી પસાર થઈ ત્યારે તેમને કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક ધરાવતા કપડા શોધવામાં મુશ્કેલી પડી હતી. બસ એ મુશ્કેલી રાખીના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની. તે જ સમયે રાખીએ નક્કી કરી લીધું કે પોતે કમ્ફર્ટેબલ મેટરનિટી વેરના બિઝનેસમાં ઝંપલાવશે.

રાખીને પણ શરૂઆતમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2014માં રાખીએ પાંચ લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે પોતાની ફેશન બ્રાન્ડ શરૂ કરી . રાખીએ શરૂ કરેલી અબિતી બેલા એન્ટરપ્રાઇઝ માં મેટરનીટી વેર સાથે વેસ્ટન ડ્રેસ ની રેન્જ પણ સામેલ છે.

image source

અબિતી બેલા ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ થાય છે સુંદર કપડાં. ત્યારબાદ તરત જ રાખીએ માય ફોર નાઈન બ્રાન્ડ પણ લોન્ચ કરી.

રાખી ખેરાને સૌથી વધારે ફાયદો ઈ-કોમર્સ કંપનીઓ સાથે જોડાઇને બિઝનેસ કરવામાં થયો છે. ઓનલાઇન બિઝનેસ કરતી કંપની માયન્ત્રા થકી રાખીને સૌથી વધારે કામ મળ્યું.રાખીએ માર્કેટમાં ચાલતા ફેશન ટ્રેન્ડ પર સંપૂર્ણ નજર રાખી તેનું અવલોકન કર્યું .અને તેમાંથી તેને મૅક્સિમમ ફાયદો મળ્યો. રાખી જણાવે છે કે તેને અગાઉ ફેશન ડિઝાઈનિંગના ક્ષેત્રમાં કોઈ પણ અનુભવ  ન હતો.

image source

રાખીએ બિઝનેસનો વ્યાપ વધારવા માટે અને ડિઝાઇનીંગના કામ માટે આઉટસોર્સિંગ નો સહારો લીધો.તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ડિઝાઇનિંગનું કામ શરૂ કરાવ્યું ,અને ગુરુગ્રામ અને ફરીદાબાદમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી નો ઉપયોગ કરી પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું.

રાખીની બંને બ્રાંડમાં આશરે ૮૦૦ જેટલી ડિઝાઇન સામેલ છે. હાલ રાખી પાસે બે લાખ ઓર્ડર પણ છે. આ તેનું સૌથી મોટું એચિવમેન્ટ હોવાનું રાખી જણાવે છે.

2018માં જ્યારે વોલમાર્ટએ માયેન્ત્રા, .ફ્લીપકાર્ટ જેવી ઓનલાઇન તગડો બિઝનેસ ધરાવતી કંપનીને ટેકઓવર કરી તે સમયે રાખી નો બિઝનેસ ફ્લિપકાર્ટ અને માયેન્ત્રામાં 38 તથા 15 પરસેન્ટના રેવન્યુ ગ્રોથ પર હતો.

image source

રાખીને વોલમાર્ટ તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો અને  રાખી વોલમાર્ટ દ્વારા વુમન આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે પણ જોડાયા.આ વર્ષે 3.4 કરોડ રેવન્યુ મેળવનાર રાખીએ આગલા નાણાકીય વર્ષ માટે 4.5 કરોડ રૂપિયાની રેવન્યુ તેનું નિર્ધારિત લક્ષ્ય બનાવ્યું છે.

બહુ ટુંકા ગાળાની અંદર એક મહિલાએ સિદ્ધ કરી બતાવ્યું છે કે કશુંક જુદું કરવાની ચાહત અને આંતરિક સૂઝ કોઈપણ ક્ષેત્રમાં સફળતાના મુકામ પર કોઈને પણ પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ