કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરંતુ ક્યારેક સરકાર આ પ્રયત્નોમાં એવું કામ કરી દે છે જે લોકમુખે ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ કંઈક થયું છે ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈનમાં. રાજ્ય સરકારે જે 31 જુલાઈ 2021થી લાગુ કરવાની ગાઈડલાઈન છે તે જાહેર કરી છે અને તેમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેના કારણે હાલ ભારે હોબાળો મચી ગયો છે.

આ વખતે સરકારે જે જાહેરાત કરી છે તેમાં કોરોનાના કેસ ઘટતા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે અને કડક નિયમોને થોડા હળવા પણ કર્યા છે. પરંતુ આમ કરવાની સાથે સરકારે એમ પણ કર્યું છે કે એક મોટો ભેદભાવ લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કાર્યક્રમો વચ્ચે કર્યો છે. સૌથી પહેલા તો જાણીએ નવી ગાઈડલાઈન વિશે જે આવતી કાલથી લાગુ થવાની.

રાજ્યમાં કોરોનાના કેસ દરેક શહેરમાં ઘટી રહ્યા છે અને સંક્રમણનો દર પણ ઘટ્યો છે જેના કારણે સરકારે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ કો યથાવત રાખ્યું છે પરંતુ તેના સમયમાં ફેરફાર કરી દીધો છે. આવતી કાલ એટલે કે રવિવાર અને 31 જુલાઈ 2021થી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 11 કલાકથી શરુ કરી અને સવારે 6 સુધીનું રાખવામાં આવ્યું છે.

આ સાથે જ ઉડીને આંખે વળગે તેવો ફેરફાર છે કે જે જાહેર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા માટ 200ની છૂટ હતી તેને બમણી કરી અને 400 લોકોની છૂટ કરવામાં આવી છે. એટલે કે હવેથી રાજ્યમાં થતા રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ હશે. પરંતુ તેની સાથે વિરોધાભાસ એ છે કે લગ્ન પ્રસંગમાં જ્યાં 200 લોકોની છૂટ હતી તેને ઘટાડી અને 150 જ કરી દેવામાં આવી છે. આ સિવાય અંતિમ વિધિમાં પણ 40 લોકો જ જોડાઈ શકશે.

રાજ્ય સરકારે જે નવું જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણી તેનો અલગથી ઉલ્લેખ કરાયો છે. એટલે કે ગુજરાતમાં રાજકીય કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, શૈક્ષણિક કાર્યક્રમમાં 400 લોકો હાજર રહી શકે છે. પરંતુ લગ્ન પ્રસંગ હોય તો કુલ 150 લોકો જ તેમાં જોડાઈ શકે છે અને કોઈ મૃત્યુ પામે તો તેનાથી પણ ઓછા એટલે કે 40 લોકોની જ હાજરીને મંજૂરી આપી છે.

આ સિવાય રાજ્યમાં હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચીંગ સેન્ટર અને ક્લાસીસ સેન્ટરની ક્ષણતાની 50 ટકા હાજરી સાથે શરુ કરી શકાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong