તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો માં રાજપાલ યાદવને ઓફર કરવામાં આવ્યો હતો જેઠાલાલનો રોલ

વીતેલા કેટલાક વર્ષોથી દર્શકોના મનોરંજન માટે પ્રખ્યાત થઈ ગયેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો નાના પડદા પરના સૌથી લોકપ્રિય શો પૈકી એક છે. આ શો ના પાત્રો અને જે તે પાત્ર નિભાવતા કલાકારોને મોટાભાગના ભારતીય દર્શકો જાણે તેમના ઘરના સભ્યો હોય તે રીતે ઓળખતા થઈ ગયા છે. આ શો સંબંધિત કિસ્સાઓ અલગ અલગ સમયે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા કરે છે અને લોકો પણ પોતાના આ ફેવરિટ શો ની અવનવી વાતો જાણવા ઉત્સુક રહે છે.

હંગામા 2 માં નજરે પડશે રાજપાલ યાદવ

image soucre

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે બૉલીવુડ અભિનેતા રાજપાલ યાદવનો એક ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. નોંધનીય છે કે અભિનેતા રાજપાલ યાદવ નજીકના સમયમાં જ આવનારી ફિલ્મ હંગામા 2 માં નજરે પડશે.

image soucre

આ ફિલ્મને લઈને ઘણી ખરી તૈયારીઓ પણ થઈ ચૂકી છે. એક પ્રમોશનલ એક્ટીવીટી માટે તાજતરમાં જ અભિનેતા રાજપાલ યાદવે આરજે સિદ્ધાર્થ કનન સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત દરમિયાન જ રાજપાલ યાદવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો સંબંધિત એક મજેદાર ખુલાસો કર્યો હતો.

image source

રાજપાલ યાદવે રિજેક્ટ કર્યો હતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો
બહુ ઓછા લોકોને એ ખબર હશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો માં જેઠાલાલના પાત્ર માટે દિલીપ જોશી પહેલા રાજપાલને ઓફર કરવામાં આવી હતી અને તે સમયે રાજપાલ યાદવે આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી. પરંતુ હવે રાજપાલ યાદવે આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા વ્યક્તિ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો નું કામ રિજેક્ટ કરવાનો કોઈ પસ્તાવો નથી.

રાજપાલ યાદવે જણાવ્યું પોતાનું મંતવ્ય

image source

અભિનેતા રાજપાલ યાદવે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ના ના, જેઠાલાલના પાત્રની ઓળખ એક સારા અભિનેતા અને એક સારા કલાકારના હાથમાં થઈ છે. હું દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માનું છું. હું દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માનું છું. અમે લોકો મનોરંજનની બજારમાં છીએ. હું કોઈ કલાકારના પાત્રમાં પોતાનું પાત્ર ફિટ કરવા નથી ઇચ્છતો. મને લાગે છે કે જે પણ પાત્ર રાજપાલ બન્યા છે તે કરવાનું સૌભાગ્ય મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong