રજનીકાંતના બર્થ ડેેના દિવસે જોઇ લો તેમની 38 વર્ષ જૂની લગ્નની તસવીરો…

કેવી રીતે ઇન્ટર્વ્યૂ આપવા આવેલી યુવતિને રજનીકાંત દીલ દઈ બેઠા ! રજનીકાંત બર્થડે સ્પેશિયલઃ જુઓ તેમની વર્ષો જુની લગ્નની તસ્વીર

સાઉથના સુપરસ્ટાર અને થલાઈવા ગણાતા એવા રજનીકાંતનો આજે જન્મે દિવસ છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે જેમ બોલીવૂડમાં અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે તેવી જ રીતે રજનીકાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સદીના મહાનાયક છે અને જેમ અમિતાભના ફેન્સે તેમનું એક મંદીર બનાવ્યું છે તેમ રજનિકાંતના ફેન્સે પણ તેમને ભગવાનની જગ્યા આપીને તેમના માટે મંદીર બનાવ્યું છે જ્યાં નિયમિત તેમની પુજા અર્ચના કરવામાં આવે છે.

image source

અમિતાભ બચ્ચન સીત્તેર વર્ષ વટાવી ચૂક્યા છે જ્યારે રજનીકાંત વટાવવા જઈ રહ્યા છે અને તેમ છતાં આજે પણ તેઓ સાઉથની ફિલ્મોમાં યુવાનની ભુમિકા ભજવતા જોઈ શકાય છે તેમના કરતાં ઉંમરમાં ક્યાંય નાની હીરોઈનો સાથે તેઓ ઇશ્ક લડાવતા પણ જોઈ શકાય છે. તેમનો તેમના ફેન્સ પર એટલો જાદૂ છે કે જ્યારે તેમની ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે તેમના ફેન્સ તેમની ફિલ્મના પોસ્ટરને દૂધથી નવડાવે છે. અને તેમની ફિલ્મો જોવા માટે લોકો લાંબી લાંબી લાઈન લગાવીને ટીકીટ ખરીદે છે કેટલાક તો સવારના ત્રણ-ચાર વાગ્યે જ લાઈન લગાવી દે છે.

રજનીકાંતનું લગ્ન જીવન

રજનીકાંત ભલે થલાઈવા હોય કે પછી તેમના ફેન્સના ભગવાન પણ તમને જણાવી દઈએ કે આ ભગવાન પણ એક વ્યક્તિ વગર જીવન પસાર કરવાનું વિચારી પણ નથી શકતાં અને તે છે તેમના ધર્મ પત્ની લતા રજનિકાંત. લતા આમ તો રજનીકાંતના પત્ની છે પણ તેમના મેનેજરનું કામ પણ તેઓ જ સંભાળે છે. આ બન્નેએ એક સાથે ઘણી બધી ચડતી પડતી જોઈ પણ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો.

image source

તમને જણાવી દઈએ કે 1980માં રજનિકાંત તે વખતે પોતાની ફિલ્મ ‘થિલ્લૂ મલ્લૂ’નું શુટિંગ કરી રહ્યા હતા. જે 1979માં આવેલી ફિલ્મ ગોલમાલની તમિલ રીમેક હતી. આ ફિલ્મમાં પ્રથમવાર રજનીકાંત કોઈ કોમેડી પાત્ર ભજવી રહ્યા હતા.

આ ફિલ્મના શૂટિંગ દરમાયન રજનીકાંત એક મેગેઝિનને ઇન્ટર્વ્યૂ આપવાના હતા. આ કોઈ મિડિયા મેગેઝિન નહોતું પણ એક કોલેજનું મેગેઝિન હતું. તેમનો ઇન્ટર્વ્યૂ લેવા માટે કોલેજ તરફથી એક મહિલા તેમનો ઇન્ટર્વ્યૂ લેવા આવ્યા હતા. તેમનું નામ હતું લતા રંગાચારી. રજનીકાંત પ્રથમ નજરે જ લતાના પ્રેમમાં પડી ગયા. ઇન્ટર્વ્યૂ ખુબ જ હળવાશથી પુર્ણ થઈ ગયો તેમને એકબીજા સાથે વાતચિત કરવામાં કોઈ વાંધો ન આવ્યો કારણ કે તેમનું કનેક્શન બેંગલુરુ હતું.

પણ જેવો જ ઇન્ટરવ્યૂ પુરો થયો કે તરત જ રજનીકાંતે લતાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. રજનીકાંતનું આ પ્રપોઝલ સાંભળી લતા હક્કા બક્કા થઈ ગયા. જો કે લતાએ તેમને ના તો ન પાડી પણ પોતાના માતાપિતા સાથે વાત કરવી પડશે તેમ જણાવ્યું.

image source

બસ પછી તો શું હતું. બન્નેએ તેમના માતાપિતાને મળવાનું નક્કી કરી લીધું. જો કે એકબીજાને સમજવા માટે તેમણે એકબીજાને પુરતો સમય પણ આપ્યો. રજનીકાંતે પોતાની લતા પ્રત્યેની ફિલિંગ પોતાના મિત્ર એવા તમિલ કોમેડિયન વાઈ જી મહેન્દ્રનને જણાવી. વાઈ જી મહેન્દ્રનના લગ્ન લતાના બહેન સાથે થવા જઈ રહ્યા હતા. પણ રજનિકાંતને ભય હતો કે લતાના માતાપિતા તેમના લગ્ન માટે મજૂરી આપશે કે નહીં. પણ તેવું કશું જ ન થયું બન્નેના માતાપિતા ખુશી-ખુશી લગ્ન માટે રાજી થઈ ગયા ત્યાર બાદ બીજા જ વર્ષે એટલે કે 1981માં રજનીકાંતે લતા સાથે લગ્ન કરી લીધા.

image source

રજનીકાંતના આ અદ્ભુત ગુણ વિષે તમે નહીં જ જાણતા હોવ

રજનીકાંત પોતાનો 70મો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે તેઓ છેલ્લા 44 વર્ષથી ફિલ્મ ક્ષેત્રે ગજબનું પ્રદર્શન કરી રહ્યા છે. અને તેમાંથી તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં તેઓ રાજકારણમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

image source

પણ તમને એક હકીકત જાણીને રજનીકાંત માટે આશ્ચર્ય પણ થશે અને સાથે સાથે તમને તેમના માટે માન પણ ઉપજશે. તમને જણાવીએ કે રજનીકાંતે પોતાની 44 વર્ષની ફિલ્મી કેરિયરમાં 160 કરતાં પણ વધારે ફિલ્મો કરી તે પોતે જ એક બ્રાન્ડ છે તેમના નામનો સાઉથમાં ડંકો છે. તેમ છતાં તેમણે અત્યાર સુધીમા ક્યારેય કોઈ પણ બ્રાન્ડને એન્ડોર્સ નથી કરી. તેમને તેના માટે કરોડોની ઓફરો આવતી તેમ છતાં તેઓ ક્યારેય કોઈ પણ બ્રાન્ડનું એન્ડાર્સમેન્ટ કરવા લલચાયા નથી.

શું છે આ બાબત પાછળનું કારણ ?

image source

વાસ્તવમાં સ્ટ્રેટેજિક હેડ રોહિતાશ શ્રીવાસ્તવનું એવું કહેવું છે કે રજનિકાંત કોઈ અંડરવિયર કે પછી શૂ બ્રાન્ડના પ્રમોશન માટે તૈયાર નથી. તે ઉચ્ચ સ્તર માટે બનેલી સમ્માનનિય વ્યક્તિ છે. તેમના ફેન્સ તેમની પાસે એવી આશા નથી રાખતા કે તેઓ તેમને જણાવે કે તેણે શું વાપરવું જોઈએ. એક અહેવાલ પ્રમાણે જ્યારે કોલા બ્રાન્ડ દ્વારા તેમને બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરવા માટે કરોડોની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ ના પાડી દીધી હતી.

image source

તો વળી ફિલ્મ્સ એન્ડ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના સિનિયર એક્ઝિક્યુટીવ થેરોન કારમેને જણાવ્યું હતું કે રજનિકાંત એટલા માટે બ્રાન્ડ્સનું એન્ડોર્સમેન્ટ નથી કરતાં કારણ કે તેમે તેમના ફેન્સ ભગવાનનો દરજો આપે છે. તેમનું કહેવું છે કે શું તમે ક્યારેય કોઈ ભગવાનને કોઈ વસ્તુની જાહેરાત કરતાં જોયા છે ? જે તેમની પોતાના ફેન્સ પ્રત્યેની વફાદારી દર્શાવે છે. આમ રજનિકાંત પોતાને વફાદાર રહેતાં તેમના ફેન્સ પ્રત્યે વફાદાર રહેવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ