આજના દિવસને બનાવો રજનીકાંતના જોક્સ સાથે ખાસ, હસવાની આવશે જોરદાર મજા…

રજનીકાંત ધી થલાઈવાનો છે આજે જન્મ દિવસ જાણો રજની કાંત પર બનેલા કેટલાક બેમિસાલ જોક્સ વિષે

12ડીસેમ્બર 2019ના રોજ રજનીકાંત પોતાનો 70મો જન્મે દિવસ ઉજવી રહ્યા છે. રજનીકાંતને તેમના ફેન્સ ભગવાનથી ઓછા નથી ગણતા અને માટે જ સાઉથ ઇન્ડિયામાં તેમના માટે મંદીર પણ બનાવવામાં આવ્યું છે અને આ મંદીરમાં જેમ દેવી-દેવતાની પુજા દિવસ રાત થાય તેવી જ રીતે રજનીકાંતની પણ પૂજા કરવામાં આવે છે. અને માટે જ તેમના પર કેટલાક ભવ્ય-બેમિસાલ રમૂજી ટૂચકા એટલે કે જોક્સ પણ અવારનવાર બનતા રહે છે. શું તમે પણ તેમના અદ્ભુત જોક્સ વાંચીને હસીને લોટપોટ થવા માગો છો તો અમે તમને તેમના પરથી બનાવવામાં આવેલા કેટલાક અદ્ભુત જોક્સ જણાવીશું.

1. રજનીકાંતના ગુસ્સા પરનો જોક

રજનીકાંતને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેઓ સૂર્ય સામે તાંકીને જોઈ રહે છે !

image source

અને સૂર્ય ભયના માર્યો ચંદ્રમા પાછળ સંતાઈ જાય છે !

અને આજ ખગોળિય ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે !

2. રજનીકાંતના ભણતર પરનો જોક

રજનીકાંતે પોતાની કેજી (કીન્ડર ગાર્ડન)નો અભ્યાસ સાત અલગ અલગ જગ્યાએથી કર્યો હતો. તમને ખબર છે આજે તે સાતે જગ્યાઓ દેશના ટોચના સ્થાન પર છે. આ સાતે જગ્યાઓ દેશની સાત આઈઆઈટીના નામથી ઓળખાય છે.

3. રજનીકાંત દેશનું ગર્વ છે

image source

રજનીકાંત દેશનું ગૌરવ છે અને માટે જ દેશમાં માત્ર રહેવા બદલ દેશની સરકાર રજનીકાંતને દર વર્ષે ટેક્સ ચૂકવે છે !

4. રજનીકાંત છે અમર

રજનીકાંતને એક ગોળી વાગી ગઈ ! કાલે બીચાકડી ગોળીનો અંતિમસંસ્કાર છે !

5. રજનીકાંતના જ્ઞાનનો એક ટકો પણ મળી જાય તો !

એક દિવસ રજનીકાંત ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમણે વિચાર્યું કે તેમણે પોતાના જ્ઞાનનો એક ટકા ભાગ તો વિશ્વ સાથે શેર કરવો જ જોઈએ ! અને ત્યાર બાદ થયો ગૂગલનો જન્મ !

image source

6. રજનીકાંતની તમારી યાદશક્તિ પર અસર

તમને ખબર છે ગજની પણ રજનીને યાદ રાખે છે !

7. રજનીકાંત અને બ્રિટિશ રાજ

જરા વિચારો તો ખરા ! જો રજનીકાંતનો જન્મ 150 વર્ષ પહેલાં થયો હોત તો ?

તો બ્રિટિશ લોકોએ આઝાદીની લડત લડવી પડત !

image source

8. રજનીકાંત અને રજાઓ

શું તમને ખબર છે રવિવારની રજાઓ ક્યારથી શરૂ થઈ ? વાસ્તવમાં એક દિવસ રજનીકાંતે શાળામાં રજા પાડી હતી અને તે જ દિવસને રવિવાર કહે છે !

9. રજનીકાંત અને સીટીઓ

શું તમે જાણો છો ? રજનીકાંત પાંચ ભાષામાં સીટીઓ વગાડી શકે છે !

10. રજનીકાંત અને મિસ્ડ કોલ

રજનીકાંત જ છે જે એક મિસ્ડ કોલનો પણ જવાબ આપી શકે છે !

11. રજનીકાંત અને ન્યૂટન

image source

તમને ખબર નહીં હોય ! પણ ન્યૂટન પર જે સફરજ પડ્યું હતું તે વાસ્તવમાં રજનીકાંતે જ ફેંક્યું હતું !

12. રજનીકાંત અને ડેવીડ બેકહેમની પત્ની

રજનીકાંત જાણે છે, વિક્ટોરિયા સિક્રેટ શું છે ?

13. રજનીકાંત અને સૂર્યનો સંબંધ

સૂરજ ત્યાં સુધી નથી ઉગતો જ્યાં સુધી રજનીકાંત તેને ‘ગુડ મોર્નિંગ’ ના કહે

14. રજનીકાંત અને સમુદ્ર

image source

રજનીકાંતે ડેડ સીને મારી નાખ્યો !

15. રજનીકાંતનું પુતળુ મેડમ તૂસાદના મ્યુઝિયમમાં હોય કે ન હોય, પણ રજનીકાંત પોતાના ઘરમાં જ મેડમ તુસાદનું સ્ટેચ્યુ રાખે છે !

16. રજનીકાંતના રૂપિયા

રજનીકાંતે એક વાર એક ચેક સાઇન કર્યો, પરિણામ એ આવ્યું કે આખીને આખી બેંક બાઉંસ થઈ ગઈ !

17. રજનીકાંત અને ચિકનપોક્સ

શું તમને ખબર છે રજનીકાંતને બાળપણમાં અછબડા (ચિકનપોક્સ) થઈ ગયા હતા ! આજે આખી દુનિયામાંથી આ બીમારી ગાયબ થઈ ગઈ છે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ