રાજની 3 ઓફિસ પર થયા દરોડા, હાર્ડડિસ્ક અને વીડિયો સહિતની સામગ્રી જપ્તઃ સામે આવ્યો મોટો ખુલાસો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ પોર્ન ફિલ્મો બનાવવાના આરોપ સાથે થતાં રીતસરનો ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી બોલિવૂડ જગત સાથે સંકળાયેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. શિલ્પા શેટ્ટીને પણ આ ઘટનાના કારણે ખૂબ સમસ્યા થઈ રહી છે. તેણે સુપર ડાન્સર શોના શૂટિંગમાં જવાનું પણ બંધ કર્યું છે. ત્યારે આજે આ કેસમાં સામે આવ્યું છે કે રાજ કુંદ્રાની 3 ઓફિસ પર ક્રાઈમ બ્રાંચે દરોડા કર્યા છે.

image soucre

રાજ કુંદ્રાની મુસબીતોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજની સોમવારે ધરપકડ થઈ અને ત્યારબાદથી તે 23 જુલાઈ સુધી રિમાંડ પર છે અને હવે આજે ક્રાઈમ બ્રાંચે તેની ઓફિસ પર દરોડા કર્યા છે. ત્યાંથી પોલીસે હાર્ડ ડીસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. જાણવા એમ પણ મળે છે કે પોલીસને અનેક પુરાવા પણ મળ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે રાજ અશ્લીલ ફિલ્મો બનાવવાના બિઝનેસમાં સંડોવાયેલો હતો.

image soucre

ક્રાઈમ બ્રાંચને કેટલાક પ્રોડકશન હાઉસમાંથી 70 જેટલા વીડિયો મળ્યા છે જે રાજના પૂર્વ પીએમ ઉમેશ કામતે શૂટ કર્યા હતા. હવે આ વીડિયોનું ક્રાઈમ બ્રાંચ ફોરેન્સિક તપાસ કરાવશે. ક્રાઈમ બ્રાંચ એ જાણવાનો પ્રયાસ કરશે કે રાજ કુંદ્રા તેનો ઉપયોગ પોતાની યૂકે સ્થિતિ શેલ કંપની કિનિનને અશ્લીલ સામાગ્રી અપલોડ કરવા કરતો હતો કે કેમ.

image soucre

ઉમેશ કામત વિઆન ઈંડસ્ટ્રીઝ લિમિટેડમાં ડિરેક્ટર હતો અને તેની વિગતો અનુસાર જ્યારે ઉમેશ કામત આ કેસમાં ફેબ્રુઆરીમાં ફસાયો ત્યારે તેને કંપનીથી અલગ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બ્રિટનની કેનરીન પ્રોડકશન કંપનીમાં ભારતનો રિપ્રેઝેન્ટેટિવ રહ્યો હતો. તે તેના માધ્યમથી અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર પોર્ન વીડિયો અપલોડ કરતો હતો.

image soucre

આ મામલે અન્ય એક આરોપીની ધરપકડ પણ થઈ છે જે રાજના પૂર્વ પીએ ઉમેશ કામત સાથે વોટ્સએપ ચેટમાં એક ટીઓઆઈ રિપોર્ટની લિંક શેર કરતો હતો. હવે ક્રાઈમ બ્રાંચને 70 વીડિયો મળ્યા છે જેને એફએસએલમાં મોકવામાં આવ્યા છે તે રાજ કુંદ્રાની મુસીબત વધારી શકે છે. આ વીડિયો બનાવવા માટે અલગ અલગ પ્રોડકશન હાઉસની મદદ લેવામાં આવી હતી. ત્યારે ચર્ચા એવી પણ છે કે કેનરીન કંપનીના સીઈઓ પ્રદીપ બક્ષીને પણ બોન્ટેડ આરોપી ગણાવી લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તે લંડનમાં રહી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અપલોડ કરતો હતો.

image soucre

જણાવી દઈએ કે 19 જુલાઈએ પહેલી વાર રાજ કુંદ્રાને પુછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી અને બીજી દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ કોર્ટે તેના રિમાંડ મંજૂર કર્યા હતા. તે 23 જુલાઈ સુધી પોલીસ રિમાંડ પર છે અને તેની આંકરી પુછપરછ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong