રાજમા રાઇસ – આજે તમારા રસોડે બનાવો આ પંજાબી વાનગી, સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું રાજમાં રાઈસ ની રેસીપી. રાજમા લગભગ બધાને જ ભાવતા હોય છે એમાં પણ તેને પંજાબી સ્ટાઇલથી બનાવતા તે વધુ સ્વાદિષ્ટ લાગે છે રાજમાને સ્વાદિષ્ટ બનાવવા માટે કોઈ સ્પેશ્યલ મસાલા ની જરૂર નથી જે મસાલા રેગ્યુલર આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે તે જ મસાલાનો ઉપયોગ કરીને આ રાજમાને સ્વાદિષ્ટ બનાવી શકાય છે તદુપરાંત રાજમા મા રહેલા હેલ્થ બેનિફિટ્સ પણ તમને જણાવું છું

* રાજમા ખાવાના ફાયદા–


રાજમા આપણી કિડનીના આકારના હોય છે, એટલે તેને kidney beans પણ કહેવામાં આવે છે. રાજમાં આપણી કિડની ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, તેમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે તે કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે હૃદયને પણ સ્વસ્થ રાખે છે, તે આપણા શરીરમાં થી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલ માં વધારો કરે છે.તેમાં પોટેશિયમની માત્રા પણ ભરપૂર હોવાથી તે બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ખૂબ જ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને ૪૦ વર્ષ પછી થતા ઓસ્ટીઓપોરોસીસ જેવા રોગ થતા અટકાવે છે એટલા માટે વીકમાં એક વખત તો રાજમાં ખાવા જોઈએ રાજમા માંથી ઘણી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે જેમકે રાજમા સલાડ રાજમા પુલાવ rajma rice તથા ઘણીબધી મેક્સીકન વાનગીઓમાં પણ રાજમા નો ઉપયોગ થાય છે તો ચાલો આજે આપણે આ હેલ્ધી રાજમા અને રાઈસ ની વાનગી શીખીએ રાજમા બનાવવા માટે શુ સામગ્રી જોશે તે નોંધી લઈએ.

સામગ્રી

* 250 ગ્રામ રાજમા

* ૩ નંગ મોટા ટામેટા

* બેમીડિયમ સાઇઝના કાંદા

*૮ થી ૧૦ કળી લસણ ની

* ૪ થી ૫ ટેબ.સ્પૂન તેલ

* 1 ટેબલ સ્પૂન લાલ મરચું

* અડધી ટીસ્પૂન હળદર

* 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ

* 1 ટીસ્પૂન જીરુ

* સ્વાદ અનુસાર મીઠું

* ૩ થી ૪ નંગ તજ અને લવિંગ 2 નંગ તમાલપત્ર

* ૮ થી ૧૦ ના નંગ લીમડાના પાન

* એક ઈંચ આદુનો ટુકડો

* ૨ થી ૩ લીલા મરચા

* કસૂરી મેથી

* કોથમીર

* ફ્રેશ ક્રીમ

* રીત–

1-સૌપ્રથમ રાજમાને 8 થી 10 કલાક પાણીમાં પલાળી દો ત્યારબાદ તેમાં મીઠું નાખીને પ્રેશરકુકરમાં ત્રણથી ચાર વગાડી બાફી લો ત્યારબાદ કાંદાને પણ બારીક સમારી લો. ત્યારબાદ મીડિયમ સાઇઝના મિક્સરના જારમાં ટામેટા લસણ આદુ મરચા લીમડાના પાન લાલ મરચું હળદર ધાણાજીરૂ અને જીરું નાખી ને તેની સ્મૂધ ગ્રેવી બનાવી લો


2- ત્યારબાદ એક પેનમાં ૩ થી ૪ ટેબ.સ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં 2 તમાલપત્ર નાંખી તેમાં કાંદા સાંતળો.


3- ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટામેટા ની પ્યુરી ઉમેરો અને તેને મિક્સ કરી ૩ થી ૪ મિનિટ સુધી સાંતળો પેનમાં સાઇડથી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા રાજમાં ઉમેરો રાજમા સાથે જે બાફતી વખતે પાણી ઉમેર્યું હોય તે પણ ઉમેરવું જરૂર પડે તો થોડું વધારે પાણી ઉમેરો


4- હવે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દો ત્યારબાદ તેમાં કસૂરી મેથી નાંખો તેમાં તમે તાજી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો હવે તમારા આ સ્વાદિષ્ટ રાજમાં તૈયાર છે તેને કોથમીરથી અને ક્રિમથી ગાર્નિશ કરી ગરમાગરમ રઈસ અને તમારા મનપસંદ સલાડ સાથે પીરસો


* રાઈસ બનાવવાની રીત-

2 કપ બાસમતી જૂના ચોખા લેવા તેને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ એક પેનમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ઉકળવા મુકો તેમાં 2 થી 3 નંગ તજ લવિંગ તમાલપત્ર અને બાદિયાન તથા સ્વાદ અનુસાર મીઠું નાખી ઉકળવા મૂકો ત્યારબાદ તેમાં ચોખા ઉમેરો અને ચોખા રંધાઈ જાય ત્યાં સુધી ઉકાળો ચોખાને દાણો દબાવી ને ચેક કરો થોડો કડક હોય ત્યાં સુધી જ ચોખાને ઉકાળવા વધારે નરમ થાય ત્યાં સુધી પકડશે તો ચોખા છુટ્ટા નહીં રંધાઈ માટે ચોખાને રંધાવા ને બેથી ત્રણ મિનિટ બાકી હોય ત્યારે જ ગેસ બંધ કરી તેને ઓસાવી લેવા તેમાં એક ગ્લાસ ઉપરથી ઠંડું પાણી રેડી દેવું જેથી ચોખા રંધાવા ની પ્રક્રિયા અટકી જશે અને ચોખા એકદમ છુટ્ટા થશે પીરસતી વખતે તેમાંથી તજ-લવિંગ તમાલપત્ર અને બાદિયાન કાઢી લેવા તૈયાર છે ગરમાગરમ બાસમતી રાઈસ તમને જોઈએ તો તેમાં જીરાનો વઘાર કરી જીરા રાઈસ પણ બનાવી શકો છો. તો ચાલો તૈયાર છે તમારા રાજમાં અને રાઈસ તેને ગરમાગરમ તમારા મનગમતા સલાડ અને પાપડ સાથે પીરસી દો rajma rice તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો


Tips –

*તમે જો કાંદા લસણ નખાતા હો તો કાંદા લસણ વગર પણ બનાવી શકો છો.

* રાજમાં બેથી ત્રણ પ્રકારના આવે છે તેમાં નાની મોટી અને મીડિયમ સાઇઝના રાજ માં મળે છે તમે તમારી પસંદગી મુજબના રાજમા લઈ શકો છો જો તમે મોટી સાઇઝના રાજમા લો તો તેને પ્રેશરકુકરમાં 1 થી 2 સીટી વધારે વગાડવી.

તો ચાલો તમે બનાવો આ રાજમાં રાઈસ અને હું કરું એક નવી વાનગીની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનું ભૂલતા નહિ નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય.