સામે આવ્યું રાજ કુંદ્રાની ધરપકડનું સાચું કારણ , 51 પોર્ન ફિલ્મોનો થયો પર્દાફાશ

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલે તેમની વાત કોર્ટમાં રજૂ કરી હતી. આ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે શનિવારે બોમ્બે હાઈકોર્ટને સુચિત કરી હતી કે મુંબઈ ક્રાઈમ બ્રાંચને 48 ટીબી ડેટા રિકવરી દરમિયાન મળ્યો છે. જેમાં બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો જપ્ત કરવામાં આવી છે.

image soucre

આ સાથે જ વકીલે કોર્ટમાં રાજ કુંદ્રા અને રયાન થોરપેની ધરપકડનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે વોટ્સએપ ગૃપ અને ચેટને ડિલીટ કરવામાં આવી રહી હતી અને સાથે જ પુરાવોનો પણ નાશ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે બંનેની ધરપકડ કરવામાં આવી છે.

image soucre

દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે અકાઉંટેંટે રાજ કુંદ્રાની ધરપકડના આગલા દિવસે ડેટા ડિલીટ કર્યો હતો. જજ અજય ગડકરીની પીઠ સમક્ષ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું હતું કે બંને એટલે કે રાજ કુંદ્રા અને રયાન થોરપે પર પોર્ન સ્ટ્રીમિંગ કંટેંટના પણ ગંભીર અપરાધનો આરોપ છે અને પોલીસે ફોન અને સ્ટોરેજ ડિવાઈસથી કંટેંટ જપ્ત કર્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે રાજ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી સાથે ઈમેલ મેસેજના માધ્યમથી વાત કરી છે. આ વાતચીત હોટશોટ એપને લઈને છે. પ્રદીપ બક્ષી લંડનમાં કંપનીનો માલિક છે.

image soucre

પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું છે કે પોલીસને અશ્લીલ અને બોલ્ડ વીડિયો મળ્યા છે. સાથે જ કેટલાક ગ્રાહકો તરફથી પૈસા મળ્યાની જાણકારી પણ મળી છે. આ પહેલા રાજ કુંદ્રાના વકીલ આબાદ પોંડાએ કહ્યું હતું કે પોલીસે તેની પહેલી રીમાંડમાં કોઈ ચેટ ડિલીટ કર્યાનો ઉલ્લેખ કર્યો નથી અને આ વાતને તેમાં જોડવા પર પ્રશ્નો કર્યા હતા. આ મામલે હવે આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

image soucre

રાજ કુંદ્રાને પોર્નોગ્રાફિક કંટેંટ બનાવવા અને પ્રકાશિત કરવાના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો છે. હાલ રાજ કુંદ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ પણ ગત સપ્તાહમાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

image soucre

તેણે વિવિધ મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પતિની ધરપકડ અને તેને સંબંધિત ખોટી માહિતી ફેલાવી માનહાનિ કર્યાના આરોપ સાથે તેના વિશે લખવા પર રોકની માંગ કરી હતી. તેમણે માનહાનિ બદલ 25 કરોડનું વળતર પણ માંગ્યું છે. સાથે જ મીડિયા હાઉસે બિનશરતી માફી માંગવા પણ કહ્યું હતું. તેવામાં ક્રાઈમ બ્રાંચે ગત મંગળવારે નિવેદનમાં કહ્યું હતું કે આ કેસમાં શિલ્પા શેટ્ટીને ક્લીન ચીટ આપી નથી.