દુનિયાની સૌથી તાકતવર મહિલા છે અમૃત કૌર, વાંચો તમે પણ આ સ્ત્રીની સકસેસ સ્ટોરી

અમૃત કૌર

image source

આઝાદીથી પહેલા એક વીર સ્વતંત્રતા સેનાની અને આઝાદી પછી સ્વાસ્થ્ય મંત્રીના રૂપમાં દેશમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર રાજ કુમારી અમૃત કૌર તે ગણતરીની મહિલાઓમાં સામેલ છે જેમને ટાઈમ મેગેઝીનને દુનિયાની ૧૦૦ તાકતવર મહિલાઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટાઈમ મેગઝીન દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને સ્વતંત્રતા સેનાની રાજ કુમારી અમૃત કૌરને દુનિયાની ૧૦૦ તાકતવર મહિલાઓ સામેલ કર્યા છે, જેમણે પાછલી સદીને એક નવી ઓળખ આપી છે. ટાઈમ દ્વારા વર્ષ ૧૯૪૭માં અમૃત કૌરને ‘વુમન ઓફ ધ યર’ માટે પસંદ કરવામાં આવ્યા.

image source

જયારે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ટાઈમ મેગેઝીન દ્વારા વર્ષ ૧૯૭૬માં ‘વુમન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટાઈમએ તાજેતરમાં જ આ ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે.

ઇન્ડીયન રેડ ક્રોસના સંસ્થાપક અને ૧૯૫૦થી જીવનપર્યંત તેની અધ્ય્ક્ષ રેહનાર અમૃત કૌરને લંડન ટાઈમ્સએ સરોજિની નાયડુ અને વિજય લક્ષ્મી પંડિતની સાથે સ્વતંત્રતા સંગ્રામની ત્રણ મહાન સત્યાગ્રહી મહિલાઓમાં ગણાયા હતા. તેઓ મહિલા અધિકારોની કટ્ટર સમર્થક હતી અને વર્ષ ૧૯૨૬માં તેમણે ઓલ ઇન્ડિયા મહિલા કોન્ફરન્સની સ્થાપના કરી.

image source

અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯માં કપૂરથલાના શાહી પરિવારમાં થયો અને તેમના પરિવારએ તેમના જન્મથી પહેલા જ ઈસાઈ ધર્મ સ્વીકાર લીધો હતો. અમૃત કૌરનું શાળાકીય શિક્ષણ બ્રિટનના ડોરસેટમાં શેરબોર્ન શાળામાં થઈ. આગળનુ ભણતર અમૃત કૌરે લંડન અને ઓક્સફોર્ડ માંથી પૂર્ણ કર્યું છે અને શિક્ષાનું ગણતર અમૃત કૌરને દુનિયાને વધારે સારી રીતે સમજવામાં અને યોગ્ય દિશામાં આગળ વધવાની સમજ આપી.

image source

વર્ષ ૧૯૯૦માં અમૃત કૌર પંજાબમાં પોતાના ઘરે પાછા ફર્યા અને તેમણે ગુલામીની કેદમાં જકડાયેલ દેશની કુપ્રથાઓની વિરુદ્ધ મોરચો ખોલી દીધો. બાળકોને વધારે મજબુત અને અનુશાસિત બનાવવા માટે તેમણે શાળાના બાળકો માટે રમતોની શરુઆત કરવા પર ભાર આપ્યો અને પછીથી નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને પોતાના ઈરાદાઓને મૂર્ત રૂપ આપવાનું શરુ કરી દીધું. અમૃત કરે પરદા પ્રથા, બાળ વિવાહ અને દેવદાસી જેવી કુપ્રથાઓની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો.

image source

ભણતર પૂરું કરીને સ્વદેશ પાછા આવ્યા પછીથી જ રાજકુમારી અમૃત કૌર મહાત્મા ગાંધીથી ખુબ પ્રભાવિત હતા અને વર્ષ ૧૯૧૯માં અમૃત કૌરે મુલાકાત પહેલાથી જ તે સતત તેમને પત્ર લખીને તેમની સાથે સંવાદ કર્યા કરતા હતા. પછીના વર્ષોમાં અમૃત કૌર ૧૬ વર્ષ સુધી મહાત્મા ગાંધીના સચિવ રહ્યા અને અને મહાત્મા ગાંધીજીના સૌથી નજીકના લોકોમાં સામેલ થયા. મહાત્મા ગાંધીના કટ્ટર સમર્થક હોવાના કારણે ‘મીઠાના સત્યાગ્રહ આંદોલન’ અને ‘ભારત છોડો અંદોલન’માં આગળ પડતો ભાગ લીધો અને બન્ને વખતે અમૃત કૌરને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા.

image source

ભારતની આઝાદી પછી અમૃત કૌરને દેશના સ્વાસ્થ્ય મંત્રી બનાવામાં આવ્યા અને તેઓ દસ વર્ષ સુધી આ પદ પર પોતાની ફરજ નિભાવી છે. આ દરમિયાન અમૃત કૌરે ‘અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન’ની સ્થાપના કરવા માટે ખુબ જ પ્રયાસ કર્યા અને કેટલાક દેશો પાસેથી વિત્તીય સહાયતા પ્રાપ્ત કરીને દેશના સ્વાસ્થ્ય સુધારવાની વ્યવસ્થા કરી.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં અમૃત કૌરનું યોગદાન આનાથી પણ ઘણું વધારે રહ્યું છે. અમૃત કૌરે ટ્યુબરક્લોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી, મદ્રાસમાં સેન્ટ્રલ લેપ્રોસી ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખોલવામાં આવી, ત્યાં જ લીગ ઓફ રેડ ક્રોસ સોસાયટીઝના બોર્ડ ઓફ ગવર્નસના ઉપાધ્યક્ષ બન્યા અને સેંટ જોંસ એમ્બ્યુલન્સ એસોસિએશનના કાર્યકારિણીના અધ્યક્ષ રહ્યા.

image source

અમૃતા કૌરના નામ પર એક નર્સિંગ કોલેજની પણ સ્થાપના કરવામાં આવી. રેડ ક્રોસ માટે કરવામાં આવેલ અનેક કાર્યોના ચાલતા અમૃત કૌરને કેટલાક દેશો દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે.

અમૃત કૌર પહેલા એશીયાઇ મહિલા હતા, જેમને વર્ષ ૧૯૫૦માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના અધ્ય્ક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. વર્ષ ૧૯૬૧માં અમૃત કૌરને સમાજ સુધારના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘રેને સા મેમોરીયલ એવોર્ડ’ પ્રદાન કરીને તેમના પ્રયાસોને સમ્માન આપવામાં આવ્યું.

image source

ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામમાં અને આઝાદી પછી ઘૂંટણીએ ચાલતા દેશને પોતાના પગ પર ઉભો કરવા માટે પોતાનું બધું જ આપી દેનાર રાજ કુમારી અમૃત કૌર જેવા ઘણા બધાના નામ ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોએ અંકિત કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ