રાજકોટના આ મંદિરનો સુપોપ આઈડ્યા: હાથ નજીક લઈ જશો તો પણ અડ્યા વગર જ ઘંટ વાગશે

કોરોના બાદ રાજકોટમાં દિવાનપરા રોડ ખાતે આવેલા વિશ્વકર્મા પ્રભુજીના મંદિરમાં સેન્સર દ્વારા ઘંટનાદ થઇ રહ્યો છે. ઘંટની સામે 2થી 20 સેન્ટિમીટરના અંતરે હાથ બતાવતાં જ ઘંટ વાગે છે. વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે હાલના સમયમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપરાંત વેક્સિનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.તો આ તરફ આ કોરોના મહામારીએ ભગવાનને પણ ભક્તોથી અળગા કરી મુક્યા હતા.ત્યારે ગુજરાતના રાજકોટના એક મંદિરમાં એક અનોખા આઈડિયા દ્વારા મંદિરમાં ઘંટ વગાડવામાં અમલમાં મુકવામાં આવ્યો છે.

કોરોના મહામારીએ લોકોને વિચારતા કરી મુક્યા છે ત્યારે રાજકોટવાસીઓ એ આ નવતર પ્રયાસ કર્યો છે.સોશીયલ ડિસ્ટન્સ જણાવાવ તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરમાં સેન્સરયુક્ત ધંટ લગાવામાં આવ્યો છે. રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં આ સેંસરયુક્ત ધંટ લગાવાવમાં આવ્યો છે.આ ઘંટ સ્પર્શ કર્યા વગર વગાડવામાં આવે.આ કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જણાવવું ખુબ જરૂરી છે ત્યારે આ ઘટ ખુબ ઉપયોગી બનશે.બે થી વીસ સેન્ટિમીટરથી દૂર હાથ રાખવા પર આ ઘંટ વાગશે.આ ઘંટમાં સેંસર, સર્કિટ, મોટર, એલીમીટર અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સેંસરયુક્ત ઘંટ બનાવામાં આઠ દિવસનો સમય લાગે છે

આજથી દેશવ્યાપી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થઇ ગયો છે અને દેશમાં કુલ 3,006 કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને વેક્સીન લગાવાની શરુઆત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં રાજકોટના એક મંદિરે કોરોનાથી બચવા માટે ગજબ આઈડ્યા અપનાવ્યો છે

કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે મંદિરમાં પણ રાજકોટવાસીઓએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. હાલમાં જ ગુજરાતના રાજકોટના એક મંદિરમાં સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે.

રાજકોટના વિશ્વકર્મા મંદિરના તંત્ર તરફથી સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે. જે કોઇપણ સ્પર્શ કરાવામાં આવ્યા વગર વાગે છે. કોરોનાકાળમાં ઓછામાં ઓછા માનવીય સંપર્ક સ્થાપિત કરવામાં આવે, તેના માટે સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે. આ ઘંટમાં બે થી 20 સેન્ટીમીટરથી દુર હાથ રાખવા પર જ પોતાની જાતે વાગવા માંડશે.

રાજકોટના સ્થાનિક નિવાસી હરિકૃષ્ણભાઇ અડિયેજા અને આશિષ સંચાણીએ આ સિસ્ટમને તૈયાર કરી છે. આ ઘંટમાં સેંસર, સર્કિટ, મોટર, એલીમીટર અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિવિલ એન્જિનીયર આશિષ ભાઇએ જણાવ્યું કે સેંસરયુક્ત ઘંટ બનાવામાં આઠ દિવસનો સમય લાગશે. આશિષે જણાવ્યું કે તેમના દોસ્ત અને સોફ્ટવેર એન્જિનિયર હરિકૃષ્ણએ તેને બનાવામાં પ્રોત્સાહન કર્યું અને મદદ પણ કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ