જલ્સા કરોને જેંતીલાલ

રાજકોટ ની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણીકોઈપણ ફરસાણ કે સમોસા ચાટ કે ભેળ સાથે ખાઈ શકશો…

આપણે ગુજરાતીઓ ને રોજ બરોજ ના ભોજન ની સાથે જાત જાતના કચુંબર, અથાણાં અને ચટણી ઓ તો જોઇએ જ. આપણે હમેશા લસણ ની, કોથમીર ફુદીનાની અને ખજૂર આંબલી ની ચટણી તો બનાવતા જ હોઈએ છીએ. આજ હું તમને એક એવી ચટણી શીખવાડીશ કે તેનો સ્વાદ તમારી જીભ પર રહી જશે.. અને તે છે રાજકોટ ની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણી, આ ચટણી નો ઉપયોગ તમે ગરમાગરમગાંઠીયા, ભજીયા, ઢોકળા , સેન્ડવીચ, ભેલ, સેવપુરી ,ભેલપુરી, સમોસા કચોરી, કટલેસ

કે કોઈ પણ પ્રકારની ચાટ મા કરી શકો છો.

તો ચાલો આજ આ ચટણી કેવી રીતે બને તે શીખવાડીશું આ ચટણી બનાવવા માટે કઇ સામગ્રી જોશે એ નોંધી લો


એક કાચી કેરી 1નંગ(200g)

સિંગદાણા 50g

2-3 તીખા લીલા મરચાં

1/4ચમચી હળદર

સ્વાદનુસાર મીઠું

ચાલો હવે રીત પણ નોંધી લો

સૌ પ્રથમ સિંગદાણા ને થોડા શેકી ને તેના ફોતરાં કાઢીને 10મીનિટ પાણી મા પલાળી દો, હવે સિંગદાણા પલળતા થાય ત્યાં સુધીમાં કાચી કેરીને પણ ધોઇ ને તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો,


1-હવે મિક્સર ના ચટણી ના જાર મા સૌ પ્રથમ પલાળેલા સિંગદાણા માથી પાણી નિતારી ને સિંગદાણા નાખો


2-તીખા લીલા મરચાં ના ટુકડા નાખો


3-ત્યારબાદ કાચી કેરી ના ટુકડા નાખો


4-ત્યાર બાદ 1/4ચમચી હળદર નાખો


5-સ્વાદનુસાર મીઠું નાખીને બધું બરાબર મિકસર મા પીસી લો.


તૈયાર છે તમારી રાજકોટ શહેર ની પ્રખ્યાત ખાટી અને તીખી ચટણી.

નોંધ –આ ચટણી મા જરા પણ પાણી કે કોઈ પણ પ્રકારના પ્રવાહી નો ઉપયોગ કરવામાં નથી આવતો એટલે આ ચટણી ને તમે 3-4 મહિના સુધી ફ્રીઝર મા સ્ટોર કરી શકો છો,

અત્યારે હાલ મા કેરી ની સિઝન ચાલી રહી છે તો તમે આ ચટણી બનાવી ને ફ્રીઝર મા એરટાઈટ ડબ્બામાં ભરી ને સ્ટોર કરી લો અને ઉપર જણાવ્યા મુજબ વિવિધ પ્રકારના વ્યંજનો સાથે આનંદ અને સ્વાદ માણો.

આ ચટણી બનાવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબત એ છે કે કેરી એકદમ કાચી અને તેમા ખટાશ પણ બરાબર હોવી જરૂરી છે જેમકે લાડવા કેરી. જે કેરી અંદર થી પીળાશ પડતી હોય અથવા ખટાશ નુ પ્રમાણ ઓછું હોય તેવી કેરી નો બિલકુલ ઉપયોગ કરવો નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી

Exit mobile version