જલ્સા કરોને જેંતીલાલ

4 વર્ષની આરોહી બની ગઈ છે ટીકટોક સ્ટાર ! સોશિયલ મિડિયા પર ધરાવે છે લાખો ફોલોઅર્સ ! બાપ-દીકરીની આ જોડીએ કરી છે ગજબ કમાલ !

આજે માત્ર દોઢ-બે વર્ષની ઉંમરમા નાનકડા બાળકો મોબાઈલ ચલાવતા શીખી જાય છે. અને ઘણીવાર તો એવું બનતું હોય છે. આજે આપણી આસપાસ નજર નાખતાં ઘણા એવા બાળકો મળી જશે જે નાનપણથી કોઈને કોઈ ટેલેન્ટ ધરાવતા હોય છે. જેને લોકો બોર્ન આર્ટિસ્ટ પણ કહેતા હોય છે.

રાજકોટની આ નાનકડી આરોહી પણ પોતાના ક્યૂટ એક્સપ્રેસનથી લોકોનું દીલ જીતનારી આર્ટીસ્ટ જ કહી શકાય. આપણી આ નાનકડી સોશિયલ મિડિયા સ્ટારનું નામ છે આરોહી પડીયા. તેણી ટીક ટોકમાં 2.4 લાખ ફોલોઅર્સ ધરાવે છે જ્યારે તેણીની ટીકટોક વિડિયોને અત્યાર સુધીમાં 46 લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.

પોતાના નિર્દોષ અને ક્યૂટ એક્સપ્રેશન, બોલવાની કાલી અદાઓ અને નિર્દોશ સ્મિતથી આરોહી કોઈ પણ વ્યક્તિને એક જ નજરે આકર્ષિ લે તેવી છે. અન્ય બાળકોની જેમ આરોહીને પણ મોબાઈલમાં વિડિયો જોવી તેમજ રમતો રમવી ખુબ ગમતી. આમ મોબાઈલમાં વિડિયો જોતાં જોતાં આરોહીના જોવામાં એક વિડિયો આવી અને તેણીએ તેના પિતા પાસે તેવો જ પોતાનો વિડિયો બનાવવા માટે જીદ કરી.

પિતાએ તો વિડિયો બનાવી લીધો. પણ પરાગભાઈ એટલે કે આરોહીના પિતા તો તે વખતે વોટ્સેપ જ વાપરતા હાતાં. તેમણે પોતાની લાડકી માટે મ્યુઝિકલી પર પોતાના નામનું એકાઉન્ટ બનાવ્યું અને તેના પર દીકરીનો ક્યૂટ વિડિયો શેયર કરી લીધો અને તેને અનેક લોકોએ લાઈક કર્યો. બસ ત્યાર બાદ તો પોતાની નાનકડી આરોહી પોતાના પિતા સાથે નીતનવા વિડિયો બનાવવા માટે પિતાને આગ્રહ કરતી રહી. અને પિતા તેના આ વિડિયો અપલોડ કરતા રહ્યા. જેમાંથી એક વિડિયો ‘પાપા મેરે પાપા’ વાયરલ થઈ ગયો અને બસ ત્યાર પછી તો ચાર વર્ષની નાની ઉંમરે જ આરોહી ટીકટોક સ્ટાર બની ગઈ. અને ધૂમ મચાવી દીધી આ બાપ-દીકરીની જોડીએ.

આરોહીની આ ક્યૂટનેસ અને પોપ્યુલારીટી છેક મુંબઈ સુધી પહોંચી ગઈ અને મુંબઈની ટીવી ઇન્ડસ્ટ્રી તરફથી પણ સીરીયલમાં કામ કરવા માટે આરોહી માટે ઓફર આવવા લાગી. ચાર વર્ષની આરોહીને થોડા જ સમય પહેલાં સ્ટાર પ્લસની એક હોરર સિરિયલમાં કામ કરવા માટે ઓફર થઈ જેમાં ડોઢ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કરવો પડે તેમ હતો. પણ પિતા પરાગે દીકરીના ભવિષ્ય વિશે વિચારીને આ ઓફરને જતી કરી.

આ ઉપરાંત એક ગુજરાતી વેબ સિરિઝ ‘અધૂરો સાથ’ માટે પણ આરોહીનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં આરોહીનો નાનકડો રોલ હોવાથી પિતાએ આ રોલ માટે તરત જ હા પાડી દીધી હતી. તેણીને ઓફર થયેલા આ રોલમાં તેણીએ એક એક્ટરને ‘પપ્પા’ કહેવાનું હતું પણ આરોહી તો પોતાના પિતા સિવાય બીજા કોઈને ‘પપ્પા’ કહેવા નહોતી માગતી. છેવટે લાખ મનાવ્યા બાદ તેણીએ શૂટિંગપૂર્ણ કર્યું.

જન્મ સમયે આરોહી ક્રીટીકલ કન્ડીશનમાં હતી

અત્યારે હસતી-ગાતી-રમતી-મસ્તી કરતી આરોહીને જોતાં કોઈ જ ન કહી શકે કે તેણીએ જન્મ વખતે કેટલી તકલીફ ભોગવવી પડી હતી. તેણીના પિતા જણાવે છે કે, ‘જન્મ સમયે આરોહીની કન્ડીશન ખુબ જ ક્રીટીકલ હતી. તેણીનું શું થશે તે કહેવું મુશ્કેલ હતું. આરોહીની માતાએ પણ તેણીને જન્મના ત્રણ દિવસ બાદ જોઈ હતી. જન્મ બાદ સતત આંઠ દીવસ સુધી આરોહીની સ્થિતિ ગંભીર રહી.’

પણ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. ધીમે ધીમે આરોહીની સ્થિતિ સુધરતી ગઈ અને તે તંદુરસ્ત બનતી ગઈ. આજે ટીકટોક પર paragpadiya87નામના પિતાના અકાઉન્ટ પર તેના લાખો ચાહકો છે જે તેની એક એક વિડિયોને હજારો વાર લાઈક કરી રહ્યા છે. આ ઉપરાંત આરોહીના પિતા પોતાના parag.99 નામના ઇન્સ્ટા અકાઉન્ટ પર પણ તેણી અને પોતાના વિડિયો અપલોડ કરે છે અને ત્યાં પણ તેમને અસંખ્ય લાઈક મળે છે.

આજે આરોહીના માતાપિતાને આખુએ રાજકોટ ઓળખવા લાગ્યું છે. જે ઉમેરે બાળકો પોતાના માતાપિતાના નામે ઓળખાય છે તે ઉંમરે આરોહીના નામે તેના માતાપિતાને લોકો ઓળખવા લાગ્યા છે. એક માતાપિતા માટે આથી ધન્ય વાત બીજી કોઈ હોઈ શકે કે તેના બાળકના લાખો ચાહકો હોય !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version