જો તમારા ગામ અને સોસાયટીમાં કોઈને પણ કોરોના ન થવા દેવો હોય તો બસ આટલું કરો…

ગુજરાતમાં 19 માર્ચે કોરોનાનો પહેલો કેસ આવ્યો એને એક વર્ષ પૂરું થયું છે. અને આ એક વર્ષ પછી આજે સ્થિતિ ઘણી જ કફોડી છે. હાલ જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હજુ ઘણાં ગામો એવાં છે, જ્યાં કોરાના પ્રવેશી શક્યો નથી.

ગ્રામજનોએ લીધેલી સાવચેતીને કારણે રાજકોટ જિલ્લાનાં 598 ગામો પૈકી 112 ગામો એવાં છે, જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, આ ગામોમાં શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ 112 ગામો પૈકી મોટા ભાગનાં ગામો રાજકોટથી નજીક છે, જેથી હજારો લોકો ધંધા-રોજગાર માટે રાજકોટ અવરજવર કરતા રહે છે પણ જ્યારે તેઓ ગામમાં પાછા આવે છે ત્યારે પૂરતી કાળજી રાખે છે

.રાજકોટ જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ ન આવ્યો હોય તેવાં ગામોના લિસ્ટમાં સૌથી વધુ રાજકોટ તાલુકાનાં 21 ગામો છે, જ્યારે સૌથી ઓછાં જેતપુર તાલુકાનાં 2 ગામ છે.

કોરોના મુક્ત આ ગામોમાં સાવચેતીના પગલે તમામ લોકો માસ્ક પહેરીને જ ઘર બહાર નીકળે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખે છે. અમુક ગામોમાં તો એવા પણ છે જેમને બહારથી આવતા ફેરિયાઓને આજ સુધી પ્રવેશ આપવામાં નથી આવ્યો. તો અમુક ગામોમાં જ્યાં ફેરિયાઓ આવે છે તેને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તેઓ દૂર ઊભા રહીને પોતાનો ધંધો-રોજગાર કરે.

માખવડ નામના ગામનો પણ આ 112 ગામોમાં સમાવેશ થાય છે. અને આ માખાવડ ગામમાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા.

આ ગામમાં આજે પણ સતત કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકડાઉન સમયે પણ ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટીન કરવામાં આવતા હતા.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી આ ગામના વડીલોને કામ વગર બહાર નીકળવા દેવામાં નથી આવ્યા અને હાલમાં વેક્સિનેશન ચાલુ છે ત્યારે ગામના તમામ સિનિયર સિટિઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે.

જો આવી સાવચેતી દરેક સ્થળે રાખવામાં આવે, અને નાગરિકો જાતે જ કોરોનાને કાબુમાં લેવા માટે કોરોના ગાઈડલાઇન્સનો ચુસ્ત અમલ કરે તો આપણે આ કોરોના જેવા વાયરસથી જલ્દી છુટકારો મેળવી શકીએ તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ