ડરવું જરૂરી છે: ગુજરાતના આ શહેરમાં કોરોનાનું ભયાનક ચિત્ર સામે આવતા હાહાકાર, ટેસ્ટિંગ બુથ પર….

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણનું ભયાવહ ચિત્ર સામે આવ્યું છે. રૈયા ચોકડી પર આવેલ ટેસ્ટીંગ બુથ પર લોકોની કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લાગી ગઈ છે. ફક્ત એક જ ટેસ્ટીંગ બુથ પર ૫૦% પોઝેટીવ રેસીઓ જોવા મળતા હોબાળો થઈ ગયો છે.

image soucre

ગુજરાત રાજ્યમાં કોરોના (Gujarat Corona) વાયરસ પોતાનો કાળો કેર વરસાવી રહ્યો છે. રોજીંદા કેસની સંખ્યા ૩ હજારની નજીક પહોચી ગઈ છે, તે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના રાજકોટ શહેરમાં પણ કોરોના વાયરસએ પોતનો કેર વરસાવ્યો છે. રાજકોટમાં કોરોના વાયરસનું ભયાવહ દ્રશ્ય જોવા મળ્યું છે. રૈયા ચોકડી ટેસ્ટીંગ બુથ (Corona Testing booth) પર લોકોની કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લગાવી દીધી છે. ફક્ત એક ટેસ્ટીંગ બુથ પર ૫૦% પોઝેટીવ રેસીઓ જોવા મળતા હોબાળો થઈ ગયો છે. આ ટેસ્ટીંગ બુથ પર ૩૫ વ્યક્તિઓના ટેસ્ટ કરતા ૧૫ વ્યક્તિઓના ટેસ્ટ રીઝલ્ટ પોઝેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટીંગ બુથ વધારવામાં આવી શકે છે.

image soucre

ગુજરાત રાજ્યની વિજય રૂપાણી (Vijay Rupani) સરકાર દ્વારા રાજ્યના ચાર મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો છે. નાઈટ કર્ફ્યુની સામે કચવાટ છે. કોરોના વાયરસની મહામારીના લીધે નાઈટ કર્ફ્યુંનો વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓ દ્વારા નાઈટ કર્ફ્યુંને હટાવીને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન (Weekend Lockdown) લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શહેર હોવાના લીધે રાજકોટના વેપારીઓની આ દરખાસ્તને સ્વીકારવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાય નહી.

શું છે ફોર્મ્યુલા?

રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નાઈટ કર્ફ્યુંના લીધે ધંધા પડી ભાંગ્યા છે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ (Rajkot Chamber of Commerce)ની સાથે ૮૦ વેપારી સંગઠનની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં રાજકોટ શહેરમાં લાગુ કરાયેલ નાઈટ કર્ફ્યુંને દુર કરીને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી સંપૂર્ણ કર્ફ્યું લાગુ કરીને લોકડાઉન કરવાની ફોર્મ્યુલા પ્રસ્તુત કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા કરવામાં આવેલ આ રજૂઆતનો સ્વીકાર કરીને ચેમ્બર્સ દ્વારા સોમવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સપ્તાહના ૫ દિવસ શરુ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી અને નાઈટ કર્ફ્યું માંથી મુક્ત થવાની માંગને રજુ કરવામાં આવશે. વેપારી વર્ગની સાથે પોલીસ દ્વારા ઘણી હેરાનગતિ અને દોષિત જેવી વર્તણુક કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો પણ મીટીંગમાં જણાવાયો હતો.

ગુજરાત રાજ્યમાં કેવું છે કોરોના વાયરસની સ્થિતિ?

image socure

હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના લીધે કોરોના વાયરસનું સંક્રમણ અનિયંત્રિત થઈ ગયું છે. કોરોના વાયરસ સંક્રમણના લીધે ગુજરાત રાજ્યની સ્થિતિ રોજબરોજ ભયજનક થતી જઈ રહી છે અને કોરોના વાયરસ કેસનો ગ્રાફ સતત ઉપરની તરફ જ જઈ રહ્યો છે. શનિવારના રોજ અત્યાર સુધીના સૌથી વધારે ૨,૮૧૫ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યાં જ સુરતમાં ૫ વ્યક્તિઓ, અમદાવાદમાં ૪ વ્યક્તિઓ, ભાવનગર- રાજકોટ- તાપી- વડોદરામાં ૧-૧ વ્યક્તિના એમ કુલ ૧૩ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા.

image soucre

વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં દર કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે એટલે કે, દર મિનિટે બે વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે. ગુજરાત રાજ્યમાં તા. ૯ ડીસેમ્બર, ૨૦૨૦ પછી પહેલીવાર સક્રિય કેસ (Active Cases) નો આંકડો ૧૪ હજારના આંકડાને પાર કરી ગયો છે. અત્યારે રાજ્યમાં સક્રિય કેસ ૧૪,૨૯૮ કેસ છે ત્યાં જ અત્યાર સુધીના સૌથી વધારે ૧૬૧ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ થઈ ગયા છે જયારે મૃત્યુઆંક ૪૫૫૨ છે. ત્યાં જ એપ્રિલ મહિનાના ૩ દિવસમાં જ ૭૮૬૫ કેસ નોંધાઈ ગયા છે જયારે ૩૩ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!