રાજકોટના ઈતિહાસમાં સિવિલના મેઇન ગેટ કોરોના દર્દી માટે પહેલીવાર બંધ, પાછલા દરવાજે 40થી વધુ એમ્બ્યુલન્સ

કોરોનાની બીજી લહેર દેશભરમાં જોવા મળી રહી છે. કોરોના બીજા લક્ષણો સાથે વધારે ઘાતક બની ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાનાં આ આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાની ભયજનક સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી છે. જે સ્થતિ હાલમાં બની છે તે એટલી હદે ગંભીર છે કે પોઝિટિવ આવેલાં દર્દીઓથી માંડીને સ્વસ્થ લોકો પણ કાંપી જાય છે.

સૌરાષ્ટ્ર સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ કોરોના દર્દી માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ પાછલા દરવાજે દર્દી સાથેની 40 જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી ગઇ છે. આ સ્થતિમાં હવે એમ્બ્યુલન્સના ડ્રાઇવરો આક્ષેપ કરી રહ્યાં છે કે નવા દર્દીને દાખલ કરવા દેવામાં આવતા નથી. આથી એમ્બ્યુલન્સની અંદર જ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે જે ખરેખર દુઃખદ છે. આ સાથે હાલ તો 108 એમ્બ્યુલન્સને અંદર જવાની પણ મનાઇ કરી દેવામાં આવી છે.

image socure

108ના ડ્રાઇવર ગોપાલભાઇએ જણાવ્યું કહ્યું હતું કે હું છેલ્લા દોઢથી બે કલાકથી અહીં લાઇનમાં ઉભો છું. હું અંદર પૂછવા ગયો તો હજુ પણ અંદાજે બે કલાક જેવી અંદર જતા વાર લાગશે. હાલ 108ની અંદર દર્દી છે તેને સારવાર ઓલરેડી મળી જ રહી છે. પરંતુ સમસ્યા એ છે કે નવા દર્દીઓમાં શ્વાસની તકલીફો જોવા મળી રહી છે અને તેને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે તો ઓક્સિજન પણ મળી જાય છે. પરંતુ લાઇન વધારે છે એટલે સમસ્યા વધારે છે. અમારે કેસ પણ વધારે પેન્ડિંગ પડ્યાં છે. અહીંથી ગાડી ફ્રી થાય ત્યારપછી જ અમને બીજા કેસ મળી શકે ત્યાં સુધી બીજા કેસ અમને મળી શકે તેમ નથી.

આ સાથે તેમણે કહ્યું હતું કે અંદર ન જવા દેવાનું મુખ્ય કારણ એ છે કે જગ્યા છે નહીં જ્યાં નવા દર્દીઓને રાખી શકાય. જ્યારે બીજી તરફ પણ સમસ્યા એ છે કે એમ્બ્યુલન્સમાં જ દર્દીઓ દમ તોડી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે મે બે દિવસ પહેલા પણ સિવિલમાં 108ના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓને દાખલ કરી શકાતા નથી.

image soucre

મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સને અંદર જવા પર મનાઇ કરવામાં આવી છે. જોવા મળ્યું હતું કે તમામ દર્દી ભરેલી એમ્બ્યુલન્સ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. એક સાથે 40 જેટલી એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી રહેતા બિહામણું દ્રશ્ય રાજકોટમાં જોવા મળ્યું છે. અહીં ડ્રાઇવરો સાથે થયેલી વાતમાં જાણવાં મળ્યું હતું કે કલાકે વારો આવે છે આવામાં નવા કેસો પણ વધી રહ્યાં છે. સરકારે હવે આ માટે કઈક બીજી વ્યવસ્થા પણ કરવી જોઈએ નહીં તો મોતનો આંકડો દિવસે અને દિવસે બેકાબૂ બનતો જશે.

હવે આ સ્થિતિમાં લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે મોટી મોટી વાતો કરીને રાજકીય નેતાઓ જતા રહે છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ સમય નાં એક કિસ્સા વિશે વાત કરતાં ડ્રાઈવરે કહ્યું હતું કે રાજકોટમાં કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી તડપ્યો રહ્યો અને એમ્બ્યુલન્સના ડ્રાઇવરે છાતી પર પમ્પીંગ કર્યુ પણ અંતે દમ તોડ્યો હતો અને હવે તો હાલત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે મેઇન દરવાજો બંધ થતા પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાઇન લાગેલી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.

ગોપાલભાઈ જે એક એમ્બયુલન્સના ડ્રાઈવર છે તેમણે કહ્યું કે સ્ટ્રેચર આવતા જ દર્દીનું મોત નીપજે છે. આ વાઇરલ વીડિયો રાજકોટની સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો છે. સમરસ હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નહોતા. બાદમાં આ દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશો તેની દરકાર પણ કરતા નહોતા.

આ પછી હાલતમાં અંતે સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લઇ પણ લીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે પરંતુ દર્દીનો જીવ જતો રહ્યો હતો. આ સાથે ગઇ કાલે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો. આવા કિસ્સાઓ સામે અવતા લોકો સરકાર પાસે યોગ્ય વ્યવસ્થા માટે માંગ કરી રહી છે.

આવી જ બીજી એક ઘાટના વિશે વાત કરીએ તો રાજકોટના માધાપર ચોકડી પાસે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે શહેરમાં તમામ એમ્બ્યુલન્સ હાલ કોરોનામાં વ્યસ્ત હોવાથી એક પણ એમ્બ્યુલન્સ ન મળતા મહિલાની ડેડબોડીને છકડો રિક્ષામાં લઇ જવી પડી હતી. 108ને ફોન કર્યો પરંતુ કોરોનામાં વ્યસ્ત હોવાથી 2 કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે છકડો રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો હતો.

image socure

સિવિલ કોવિડ હોસ્પિટલમાં એક દિવસ વિતાવનાર એક વ્યક્તિએ બિહામણું સત્ય કહ્યું હતું જે કદાચ આજની હયાત એક પણ પેઢીએ જોયું નથી. કોવિડ હોસ્પિટલની ચાર બાજુ છે અને ચારે તરફ અલગ અલગ સ્થિતિ પણ ગંભીરતા બતાવે છે. હોસ્પિટલની સામે સવારથી જ ટેસ્ટ કરવા માટે લોકોની કતાર લાગી જાય છે જેમાં એવા પણ દર્દીઓ હોય છે જે તાવને કારણે ઊભા પણ રહી શકતા નથી તેથી તેમને જમીન પર જ સૂઈ જવું પડે છે તો જેનાં ટેસ્ટ થઈ ગયાં છે તેના માટે ઈલાજની કઈ પણ વ્યવસ્થા છે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!