રાજકોટમાં થઈ રહ્યું છે ભવ્ય વિન્ટર ફેસ્ટિવલનું આયોજન : ‘ગો ગ્રીન’ નો સંદેશો

રાજકોટમાં થઈ રહ્યું છે ભવ્ય વિન્ટર ફેસ્ટિવલનું આયોજન : ‘ગો ગ્રીન’ નો સંદેશો, રોટલા તેમજ ખીચડી કોમ્પીટીશનનું આયોજન, બાળકોને મળશે ઓરીજનલ દેશી ફૂડનો પરિચય

રાજકોટમાં 2020ના વિન્ટર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની ખાસીયત છે દેશી ફૂડ. ફેસ્ટિવલમા પ્રથમવાર રોટલા-ખીચડી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું દેશી ગુજરાતી ભોજન જોઈએ તો લગભગ ગુજરાતના બધા જ પ્રાંતોમાં સાંજના સમયે રોટલા તેમજ ખીચડી ખાવાની પરંપરા છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રોટલાનું ચલણ ઘણું વધારે છે. ખીચડી અને રોટલાને સંપૂર્ણ સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે. જે સાંજના સમયે પચવા માટે હળવા હોય છે અને તમારા આરોગ્ય માટે પણ ઉત્તમ હોય છે.

આ સ્પર્ધામાં સ્પર્ધકો પોતાની આવડત પ્રમાણે વેરાયટી રોટલા તેમજ ખીચડી બનાવી શકશે. આ સ્પર્ધાની પહેલ અર્પણ ફાઉન્ડેશન – વી કેન ગૃપ દ્વારા કરવામાં આવી છે. આ કમ્પીટીશન તા. 6 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી તેમજ તા. 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વિન્ટર ફેસ્ટિવલમાં બહેનો, બાળકો તેમજ કપલ ભાગ લઈ શકશે.

તા. 16મી ફેબ્રુઆરીના રોજ દુલ્હન કોમ્પીટીશન આયોજીત કરવામાં આવી છે જ્યારે તા. 19મી ફેબ્રુઆરીએ રોટલા તેમજ ખીચડી સ્પર્ધા યોજવામાં આવી છે. તા. 21મી ફેબ્રુઆરીએ ડાન્સ સ્પર્ધા યોજવામાં આવનાર છે. આ દરેક સ્પર્ધાનો સમય સાંજે છ વાગ્યાનો રાખવામાં આવ્યો છે જેથી કરીને બધાને અનુકુળતા રહે. આ સ્પર્ધા રાજકોટના જાણીતા સ્થળ રેસકોર્સ ખાતે કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકને પ્રમાણ પત્ર તેમજ વિજેતાઓને આકર્ષક ઇનામ પણ આપવામાં આવશે.

વી. કે ગૃપ દ્વારા ટ્રેડ ફેરમાં પાંચ દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને રાજકોટની સ્વચ્છતા તેમજ ગો ગ્રીનના સંદેશા પર ભાર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ નક્કી કરેલું ફોર્મ ભરવાનુ રહેશે જે રાજકોટમાં વિવિધ સ્થળે સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જે સ્થળો આ પ્રમાણે છે.

  • 1. વી કેન પ્રિ – સ્કુલ, શિવધામ સોસાયટી, તોરલપાર્કની સામે, યુનિ. રોડ,
  • 2. માનવબાગ હેલ્થકેર ક્લિનિક, લક્ષ્મીનગર મેઈન રોડ, બરસાના કોમ્પલેક્ષ
  • 3. શિવાની ડેકોરેશન, 14 દિવાનપરા, જુની ખડપીઠ
  • 4. લિબર્ટી જ્વેલર્સ, સ્વામિનારાયણ મંદિર સામે, પેલેસ રોડ઼
  • 5. રાધે મોબાઈલ, ગુરુપ્રસાદ ચોક, આરએમસી કોમ્પલેક્ષ
  • 6. ગોપાલ બ્રધર્સ, જ્યુબીલી ચોક, શોપ નં. 7
  • 7. બચ્ચા પાર્ટી, અમીન માર્ગ, ગંગા હોલ સામે
  • 8. બાલભવન, રેસકોર્સ

ઉપર જણાવેલા સ્થળો પરથી તમને ફોર્મ મળી રહેશે. ફોર્મ ભર્યા બાદ તમારે તેને બરસાના શોપ નં, 3 લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે 10થી 12 તેમજ સાંજે 5થી 7 દરમિયાન જમા કરાવી દેવું.

આ અગાઉ પણ વી કેન ગૃપ દ્વારા વારંવાર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં બહેનો તેમજ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન પુરા પાડવાં આવ્યા છે. રોટલા – ખીચડી કમ્પીટીશન પાછળ બીજો એક ઉદ્દેશ એ રહેલો છે કે બાળકો પિત્ઝા, બર્ગર, પાસ્તા, મેગી વિગેરેને પડતા મૂકીને મૂળ ભારતીય ખોરાક તરફ પાછા ફરે. એક અંદાજા પ્રમાણે રોટલા-ખીચડી કમ્પીટીશનમાં 150 કરતાં પણ વધારે વેરાયટીના રોટલા તેમજ ખીચડી લોકોને ચાખવા મળશે. આજે જ્યારે નવી પેઢી મૂળ ગુજરાતી ખોરાકથી દૂર જઈ રહી છે ત્યારે વી કેન ગૃપની આ પહેલ ખરેખર સરાહનીય છે. કારણ કે ખરૂ પોષણ તો આપણને આપણા સ્થાનિક સ્વસ્થ ખોરાકમાંથી જ મળે છે નહીં કે મેંદામાંથી બનેલી વાનગીઓમાંથી.

વિન્ટર ફેસ્ટિવલ 2020ના આયોજનને સફળ બનાવવા માટે વી કેન ગૃપના ડો. તૃપ્તિ રાજા, શિવાની કોટક, પીના કોટક, ડો. વર્ષાબેન મકવાણા, લીના જોલપરા, રચનાબેન રુપારેલ, અમીષાબેન ગજ્જર, પંકજભાઈ ગજ્જર, અને રાજેશભાઈ કાથરોટીયા ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અને સાથે સાથે સંસ્થાના ટ્રસ્ટી એવા ઘનશ્યામભાઈ કોટક પણ પોતાનું પૂર્ણ માર્ગદર્શન આપીને તેમને સાથ આપી રહ્યા છે. આ ઇવેન્ટ બાબતે વધારે માહિતી મેળવવા તમે મો. નં. 84018 97606 તેમજ 73838 25050 પર સંપર્ક કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ