સુપર મોમ – ૨૦૧૯ રાજકોટની આ અનોખી સ્પર્ધા વિશે જાણીને તમને પણ થશે ગર્વ… જાણો તેનું કેવું છે આયોજન…

સુપર મોમ સ્પર્ધાનો કોન્સેપ્ટ છે એકદમ યુનિક, જાણો શું છે ખાસિયત આ કાર્યક્રમની અને શા માટે થયું છે તેનું આયોજન… સુપર મોમ – ૨૦૧૯ રાજકોટની આ અનોખી સ્પર્ધા વિશે જાણીને તમને પણ થશે ગર્વ… જાણો તેનું કેવું છે આયોજન… છે એકદમ ખાસ; રાજકોટની સુપર મોમ – ૨૦૧૯ સ્પર્ધા


રંગીલા રાજકોટની રોનક દરેક ગુજરાતીઓમાં જાણીતી છે. સાંજ પડે ત્યારે બરફના ગોલાની ચૂસકી માણવા જવાની વાત હોય કે તીખી તમતમતી ચટણી સાથે વેફર્સ ખાવાની વાત હોય. કુલ્ફી હોય કે પેંડા, રાજકોટની આબોહવા જ એવી છે કે દરેક સ્વાદને માણી લેવાની આ મોજીલી પ્રજાને ટેવ પડી ગઈ હોય છે. ત્યાંના લોકો એટલાં જ આનંદ પ્રિય અને આરામ પ્રિય છે એવું પણ કહેવાતું હોય છે. રાજકોટ શહેર શૈક્ષણિક અને સામાજિક રીતે પણ અનેક પ્રગતિ કરે છે ત્યારે અમે આપની સાથે રાજકોટ શહેરમાં યોજાવા જઈ રહેલ એક અનોખી સ્પર્ધાની વાત કરીશું.

શું છે આ સુપર મોમ – ૨૦૧૯ સીઝન – ૨ સ્પર્ધા


આ સ્પર્ધા એકદમ અનોખી સ્પર્ધા છે, જેમાં માતાઓના સર્વાંગી વિકાસની કાળજી રાખવા નીસાથે તેમનામાં રહેલ છૂપી પ્રતિભા બહાર લાવવામાં મદદરૂપ થશે. જેમાં સ્ત્રીઓની ત્રિપરિમાણીય રીતે પરિક્ષાઓ લેવાશે એ રીતે આખા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ તેની બીજી સીઝન છે. ગત વર્ષ પણ શહેરના જાણીતા આગેવાનોને આમંત્રિત કરીને સફળતાપૂર્વક આયોજન થયું હતું અને આ વર્ષે પણ આકર્ષક મોંઘેરાં ઇનામો સાથે કાર્યક્રમનું રસપ્રદ રીતે આયોજન થયું છે.

કઈરીતે આકાર લેશે આ સ્પર્ધા, જાણો…


આ સ્પર્ધા ત્રણ તબક્કામાંથી દરેક માતાઓએ પસાર થવાનું રહેશે. જેમાં હેલ્ધી મોમ, કિચન ક્વીન મોમ અને વેલ ગૃમ્ડ મોમ જેવા ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં એક જ દિવસે ત્રણેય સ્પર્ધાનું આયોજન નથી થઈ રહ્યું, તે અલગ અલગ દિવસે થશે. જેને લીધે આયોજકો અને સ્પર્ધકોને સહેજ પણ થાક ન લાગે અને સૌ કોઈ આ પ્રસંગને નિરાંતે માણી શકે.

હેલ્ધી મોમઃ


આ પહેલી સ્પર્ધાનો તબક્કો તારીખ ૧૮.૭.૨૦૧૯ના રોજથી ૨૦મી સુધી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં નિષ્ણાંત તબીબોની નિગરાનીમાં તેમની દેખરેખ હેઠળ દરેક સ્પર્ધક માતાઓનું હેલ્થ ચેકઅપ થશે. આ સ્પર્ધાનો હેતુ એ છે કે આજની દરેક માતાઓ પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે તો સભાન હોય જ છે પરંતુ પોતે પણ કેટલી સ્વસ્થ છે તેનું પણ પરિક્ષણ થઈ જશે. આ માત્ર સ્ત્રીઓના બેટર હેલ્થ માટેની જાગૃતિ લાવવા સ્પર્ધાનું આયોજન કરાયું છે.

કિચન ક્વિન મોમ


આ સ્પર્ધા ૨૩મી જૂલાઈના આયોજિત કરાયેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક મોમ તેમના ઘરેથી જ બાળકો માટે તેમને ભાવે તેવો હેલ્ધી ટીફિન બોક્સ બનાવીને લાવવાનું રહેશે. બાળકોને સ્કુલમાં શું આપી શકાય એ વિશેની ચર્ચા અને સારા આઈડિયાસ આ સ્પર્ધાની દરેક બહેનો પાસેથી મળશે.

વેલ ગૃમ્ડ મોમ


આ સ્પર્ધામાં તો દરેક બહેનોને મજા આવી જાય તેવું છે. એમાં દરેક પ્રાંત કે રાજ્યની જુદી જુદી સ્ટાઈલમાં સાડી પહેરીને સ્ટેજ પર રેમ્પ વોક કરવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બહેનોને રેમ્પ વોકની પ્રેક્ટિસ પણ સંસ્થા દ્વારા જ કરાવવામાં આવશે. જે ૨૫મી જૂલાઈના યોજાશે.

સ્પર્ધાના નિયમો

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બહેનોએ એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. સાથે તેમનો લેટેસ્ટ ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તથા કોઈ અનિવાર્ય સંજોગોને આધિન ફેરફાર થશે તો તે સ્પર્ધકોને બંધનકર્યા રહેશે. તથા ફિ કોઈપણ સંજોગોમાં પરત નહીં અપાય તેવી જોગાઈ કરેલ છે.


ફોર્મ સ્વીકારવાનું સ્થળ

સ્વામિનારાયણ ચોકની સામે, અક્ષર માર્ગ, ઈંદ્રપ્રસ્થનગર મેઈન રોડ, રાજકોટ, સમયઃ સાંજે ૫થી ૮ વચ્ચે…

આ સ્પર્ધામાં પહેલાં ઓડિશન પણ રાખવામાં આવ્યું છે ત્યાર બાદ ફાઈનલ રાઉન્ડમાં સ્પર્ધા થશે. માતાઓમાં આંતરિક સૂઝકો અને શક્તિને પ્રોત્સાહિત કરવા શહેરના જાણીતા મહાનુભાવોની હાજરી પણ રહેશે.

૨૭મી જૂલાઈના રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલમાં વિજેતા સુપર મોમને ઇનામો જાહેર થશે. ગત વર્ષ પણ આજ રીતે ૨૦૧૮માં સુપર મોમ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ વિજેતાને ગોલ્ડનું ઇનામ તથા દ્વિતિય – તૃતિયને સિલ્વર પ્રાઈઝ મળેલ હતું. આ સિવાય અન્ય આકર્ષક ઇનામો અને સર્ટિફિકેટ્સ તો છે જ…


સ્પર્ધાનો હેતુ છે, ખૂબ જ ઉમદા…

આજના દોડતા ભાગતા જીવનમાં સ્ત્રીઓ આખા પરિવારનું જતન કરે છે, ત્યારે તે પોતાની અંગત જિંદગીનું ધ્યાન નથી પણ દઈ શકતી. પોતાના શરીરની કાળજી લઈ શકવા જાગૃત રહે અને વધુ એક ઇરાદો એ પણ છે કે જો ગૃહિણી સ્વસ્થ હશે એ પરિવારનું સ્વાસ્થ્ય પણ સુખરૂપ રહેશે તેવો સંદેશ આ સ્પર્ધા દ્વારા વહેતો કરવો છે. વળી, એક માતા જ્યારે અન્નપૂર્ણા હોય છે તે પોતાના બાળકોને તેમના ટિફિન બોક્ષમાં એવું ભોજન આપે જેના લીધે તે બાળકના વિકાસ અને તેના સ્વાસ્થ્યની કાળજી રાખી શકે.


ત્રીજી સ્પર્ધા ખરેખર રોચક છે, જેમાં દેશની સંસ્કૃતિ અને શ્રુંગાર બંનેનો સુંદર રીતે સમન્વય કરીને આયોજન થયું છે. સ્ત્રીઓ પોતાના સૌંદર્યની કાળજી પણ લઈ શકે અને તેનો આત્મવિશ્વાસ પણ વધારવાનો આ સ્પર્ધાનો હેતુ છે. જેને કારણે વેલ ગૃમ્ડ મોમ સ્પર્ધા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એવું સ્પર્ધાના આયોજક પીના બેન કોટકે જણાવ્યું હતું. તેઓ રાજકોટની સ્રીઓ અને બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત સેવાભાવી સંસ્થા શ્રી હરિ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા છે.


આ કાર્યક્રમના આયોજનમાં વી કેન ગૃપ પણ સહભાગી છે. આ કાર્યક્રમના વિજેતા બહેનોને સોના અને ચાદીના ઇનામો સાથે અનેક આકર્ષક ગિફ્ટ હેમ્પર મળશે. વધુમાં જેમણે પણ રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હશે એ દરેક બહેનો સર્ટિફિકેટ અને એક સરપ્રાઈઝ્ડ ગિફ્ટ તો નિશ્ચિત મળશેજ… તો રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર આ અનેરી સ્પર્ધામાં ભાગ લેવા અને તેનું આયોજન માણવા…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ