રાજકોટ સુપર મોમ કોન્ટેસ્ટ સીઝન – ૨ આયોજન થઈ રહ્યું છે, બેસ્ટ મોમ જીતશે ગોલ્ડ પ્રાઈઝ…!!

રાજકોટની બધી જ મોમ માટે સુપર મોમ વિજેતા થવાની અનેરી તક, કોમ્પીટીશનમાં ભાગ લઈને બતાવો તમારું હુન્નર… રાજકોટ સુપર મોમ કોન્ટેસ્ટ સીઝન – ૨ આયોજન થઈ રહ્યું છે, બેસ્ટ મોમ જીતશે ગોલ્ડ પ્રાઈઝ…!!


આજે અમે આપના માટે એક અનોખી સ્પર્ધા વિશે જણાવીશું. આ સ્પર્ધામાં ત્રણ જુદી જુદી રીતે ભાગ લઈ શકાશે અને ત્રણેય સ્પર્ધાઓમાં પણ એક સાથે સુપર મોમ ભાગ લઈને વિનર થઈ શકે છે.


જેમાં વિજેતા સુપર મોમને આકર્ષક ઇનામો સાથે શહેરમાં નવી ઓળખ મેળવવાની તક મળશે.


રાજકોટની એક ખૂબ જ સક્રીય સંસ્થા શ્રી હરિ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સાથે વી કેન ગૃપ દ્વારા આ અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધા ત્રણ ભાગમાં થશે. જેમાં હેલ્ધી મોમ, કિચન ક્વિન મોમ અને વેલ ગૃમ્ડ મોમ એમ ત્રણ ટાઈટલ અપાશે. આવો જોઈએ કઈ રીતે થશે આ સ્પર્ધા…


હેલ્ધી મોમ

અહીં તારીખ ૨૦.૬.૨૦૧૯ના રોજથી ૨૨મી સુધી ત્રણ દિવસ ચાલશે. જેમાં નિષ્ણાંત તબીબોની નિગરાનીમાં દરેક સ્પર્ધક માતાઓનું હેલ્થ ચેકઅપ થશે.


આ સ્પર્ધાનો હેતુ એ છે કે આજની દરેક માતાઓ પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે તો સભાન હોય જ છે પરંતુ પોતે પણ કેટલી સ્વસ્થ છે તેનું પણ પરિક્ષણ થઈ જશે. આ માત્ર સ્ત્રીઓના બેટર હેલ્થ માટેની જાગૃતિ લાવવા સ્પર્ધાનું આયોજન કરાયું છે.


કિચન ક્વિન મોમ


આ સ્પર્ધા ૨૩મીના આયોજિત કરાયેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક મોમ તેમના ઘરેથી જ બાળકો માટે તેમને ભાવે તેવો હેલ્ધી ટીફિન બોક્સ બનાવીને લાવવાનું રહેશે.


બાળકોને સ્કુલમાં શું આપી શકાય એ વિશેની ચર્ચા અને સારા આઈડિયાસ આ સ્પર્ધાની દરેક બહેનો પાસેથી મળશે.


વેલ ગૃમ્ડ મોમ

આ સ્પર્ધામાં તો દરેક બહેનોને મજા આવી જાય તેવું છે. એમાં દરેક પ્રાંત કે રાજ્યની જુદી જુદી સ્ટાઈલમાં સાડી પહેરીને સ્ટેજ પર રેમ્પ વોક કરવાનું રહેશે.


આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બહેનોને રેમ્પ વોકની પ્રેક્ટિસ પણ સંસ્થા દ્વારા જ કરાવવામાં આવશે. જે ૨૫મી જૂનના યોજાશે.

સ્પર્ધાના નિયમો

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બહેનોએ એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. સાથે તેમનો લેટેસ્ટ ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. તથા કોઈ અનિવાર્ય સંજોગોને આધિન ફેરફાર થશે તો તે સ્પર્ધકોને બંધનકર્યા રહેશે. તથા ફિ કોઈપણ સંજોગોમાં પરત નહીં અપાય તેવી જોગાઈ કરેલ છે.

ફોર્મ સ્વીકારવાનું સ્થળ

સ્વામિનારાયણ ચોકની સામે, અક્ષર માર્ગ, ઈંદ્રપ્રસ્થનગર મેઈન રોડ, રાજકોટ, સમયઃ સાંજે ૫થી ૮ વચ્ચે…

આ સ્પર્ધામાં પહેલાં ઓડિશન પણ રાખવામાં આવ્યું છે ત્યાર બાદ ફાઈનલ રાઉન્ડમાં સ્પર્ધા થશે. માતાઓમાં આંતરિક સૂઝકો અને શક્તિને પ્રોત્સાહિત કરવા શહેરના જાણીતા મહાનુભાવોની હાજરી પણ રહેશે.

૩૦મી જૂનના રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલમાં વિજેતા સુપર મોમને ઇનામો જાહેર થશે. ગત વર્ષ પણ આજ રીતે ૨૦૧૮માં સુપર મોમ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ વિજેતાને ગોલ્ડનું ઇનામ તથા દ્વિતિય – તૃતિયને સિલ્વર પ્રાઈઝ મળેલ હતું. આ સિવાય અન્ય આકર્ષક ઇનામો અને સર્ટિફિકેટ્સ તો છે જ…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ