આ લિફ્ટમેનની સેવાને સો સો સલામ, લોકડાઉન સમયે માનવ સેવાના ભાગરૂપે હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે બજાવે છે પોતાની ફરજ

લીફ્ટમેન

આજે અમે આપને એક એવી વ્યક્તિ વિષે જણાવીશું જે કોઈ ડોક્ટર નથી કે પછી નર્સ કે પછી કોઈ સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ પણ નથી. આ વ્યક્તિ રાજકોટમાં બનાવવામાં આવેલ નોવેલ કોરોના વાયરસ હોસ્પીટલમાં કામ કરી રહેલ એક લીફ્ટમેન છે. આ લીફ્ટમેન તરીકે ફરજ બજાવી રહેલ પ્રકાશભાઈ જાની. રાજકોટની આ કોરોના સિવિલ હોસ્પીટલમાં દરરોજ ઘણા બધા પોઝેટીવ અને શંકાસ્પદ વ્યક્તિઓ આવે છે.

image source

ત્યારે આવા સમયે પ્રકાશભાઈને એક લીફ્ટમેન તરીકે સંક્રમિત થવાની પૂરી શક્યતા છે. તેમછતાં પ્રકાશભાઈ કોઇપણ પ્રકારનો ભય રાખ્યા વગર હોસ્પીટલમાં એક લીફ્ટમેન તરીકે સેવા આપવાનું શરુ રાખ્યું છે. આ લીફ્ટમાં પ્રકાશભાઈ દર્દીઓ સહિત હોસ્પીટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને પણ નીચેથી ઉપર માળ પર અને ઉપરના મળ પરથી નીચે લાવવા- લઈ જાય છે.

વર્તમાન પરિસ્થિતિ જોતા લોકોએ એકબીજાની અને અન્ય વ્યક્તિઓની પણ મદદ કરવાની તૈયારી રાખવી જોઈએ.:

image source

પ્રકાશભાઈ આગળ જણાવતા કહે છે કે, ‘કોઈ નાણાકીય રીતે સેવા કરે છે. જયારે કોઈ ભોજન બનાવીને પોતાની સેવા આપી રહ્યું છે ત્યારે મારી પાસે આવી કોઈ રીતે સક્ષમ નહી હોવાથી હું અત્યારે હોસ્પીટલમાં સેવાના એક ભાગ સ્વરૂપે લીફ્ટમેનની સેવા આપી રહ્યો છું. આ વાતને પગાર સાથે કોઈ લેવા-દેવા નથી. આમાં ફક્ત સેવાની જ ભાવના છે. પ્રકાશભાઈ રાજકોટની કોરોના સિવિલ હોસ્પીટલમાં દરરોજ નિયમિત રીતે ૮ થી ૧૦ કલાક સુધી કામ કરે છે. પ્રકાશભાઈને હોસ્પિટલ તરફથી કોરોના વાયરસથી બચવા માટે ખાસ પ્રકારનો યુનિફોર્મ આપવામાં આવ્યો છે.

image source

પ્રકાશભાઈ હોસ્પીટલમાં દરરોજ લીફ્ટમાં પોતાની ફરજ દરમિયાન કોરોના વાયરસ કેસના ઘણા બધા દર્દીઓ આવે છે. આ દર્દીઓ માંથી કેટલાક વ્યક્તિઓનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝેટીવ પણ આવે છે. જયારે કેટલાક શંકાસ્પદ દર્દીઓ પણ આવે છે. ઉપરાંત લીફ્ટમાં દર્દીઓની સાથે જ હોસ્પીટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પણ અવર-જવર કરે છે. તેમછતાં પ્રકાશભાઈને કોઈ ભય લાગતો નથી. તેમજ પ્રકાશભાઈ એવું માને છે કે, એ વ્યક્તિઓ પણ મનુષ્ય છે અને આપણે પણ મનુષ્ય જ છીએ એ વ્યક્તિઓને રોગ થયો છે તો આ મહામારી આપણને પણ થઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ મદદ રૂપ થવાની તૈયારી રાખવી ખુબ જરૂરી છે.

૭ હજાર પગાર છતાં પણ ખતરા સામે અડગ રહીને નોકરી કરે છે.

image source

પ્રકાશભાઈ જાનીને એક લીફ્ટમેન તરીકે ફક્ત ૭ હજાર જ પગાર તરીકે મળે છે. તેમછતાં પ્રકાશભાઈ કહે છે કે, આવા સમયે મને પગાર સાથે કોઈ મતલબ નથી. ઉપરાંત પરિવાર વિષે જણાવતા કહે છે કે પ્રકાશભાઈના પરિવારમાં એક દીકરી અને પત્ની છે. દીકરી અને પત્ની પણ પ્રકાશભાઈને સહકાર આપી રહી છે. જેનાથી પ્રકાશ ભાઈને વધારે હિમત મળે છે. પ્રકાશભાઈ કહે છે કે, પરિવારનો સાથ હોવાથી તેઓને બીલકુલ ભય લાગતો નથી, ઉપરાંત આ એક માનવીય સેવા છે. અને હું રોજ પ્રાર્થના કરું છ કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ