રાજકોટવાસીઓએ 42 હજાર કાગળના ટુકડામાંથી બનાવ્યો ભવ્ય રાષ્ટ્રધ્વજ, જોઇ લો તસવીરોમાં

71મા પ્રજાસત્તાક દિવસે રાજકોટમાં અનોખો રેકોર્ડ સર્જાશે ! જુઓ તસ્વીરો, 42 હજાર કાગળના ટુકડામાંથી બનાવવામાં આવ્યો ભવ્ય રાષ્ટ્રધ્વજ – જુઓ તસ્વીરો

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રાજકોટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં આ પર્વની ઉજવણી નિમિતે રાજકોટમાં એક હોર્સ શોનુ પણ આયોજન થઈ ગયું અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ હાજરી આપી હતી. પણ હવે રાજકોટ એક નવીન રેકોર્ડ સર્જવા જઈ રહ્યુ છે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં 10.6 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવી રહ્યો છે તે પણ 42 હજાર કાગળના ટુકડાને એકબીજા સાથે જોડીને. આ રાષ્ટ્ર ધ્વજ રાજકોટની કલેક્ટર કચેરીએ બનાવામાં આવી રહ્યો હતો. આ રાષ્ટ્ર ધ્વજ બનાવવામાં 22 દિવસ જેટલો સમય લાગ્યો છે. હાલ તેનું કામ પૂર્ણ થઈ ગયું છે.

image source

આ 26મી જાન્યુઆરીએ 42 હજાર કાગળના ટુકડાઓમાંથી બનાવેલા રાષ્ટ્ર ધ્વજનો એક વિશ્વ રેકોર્ડ સર્જાશે જેને બનાવવાનું શ્રેય વિરાજબા જાડેજાને જાય છે. આ પહેલાં પણ વિરાજબાએ યુએઈ ખાતે પણ 9.5 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવીને ઇતિહાસ રચ્યો હતો.

image source

વીરાજ બા પોતાના રાષ્ટ્ર ધ્વજ વિષે જણાવે છે કે તેમણે જાપાનીઝ ટેક્નિકથી કાગળમાંથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જાપાનીઝ ટેક્નિકમાં કે જેને ઓરેગાની પેપર આર્ટ પણ કહે છે તેમાં તેઓ માત્ર કાગળનો જ ઉપયોગ કરે છે પછી તે કોઈ પણ કૃતિ કેમ ન હોય. અને જાપાનની આ જ કળાનો મેં રાષ્ટ્રધ્વજ બનાવવામાં ઉપયોગ કર્યો છે. આ કામ પૂર્ણ થતાં 22 દિવસનો સમય લાગ્યો છે.

image source

તેણીએ વધારામાં જણાવ્યું હતું કે કાગળના ટુકડા બનાવવા માટે રાજકોની શાળાઓના વિદ્યાર્થીઓની મદદ લેવામા આવી છે. આ ખાસ તિરંગાને 26મી જાન્યુઆરીની ઉજવણી બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટમાં પણ મુકવામાં આવવાની વિચારણા છે.

image source

કોઈ પણ દેશનો ધ્વજ તેના દેશની ઓળખ છે. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હયો જ્યારે દેશનું બંધારણ દેશ પર 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ દિવસ દેશ માટે અત્યંત મહત્ત્વનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ