આ છે રાજસ્થાનનું શ્રાપિત મંદિર, જ્યાં નથી રોકાતું કોઈ રાત, જાણો આ પાછળનું રહસ્યમયી કારણ તમે પણ

મિત્રો, આપણા દેશમાં ખુબ જ વિવિધતા સમાયેલ છે અને ઘણા રહસ્યો પણ છે જેમાંના અમુક રહસ્યો આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ભારતમાં ઘણા બધા ધર્મોનો સમાવેશ છે સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ વગેરે જેમાં તેમના પૂજનના સ્થળને મંદિરો કહેવામાં આવે છે. આ મંદિરએ પૂજા-અર્ચના માટેનું નિશ્ચિત કરવામાં આવેલું સ્થાન છે કે જેને દેવસ્થાન પણ કેહવામાં આવે છે. એટલે કે જ્યાં કોઈ આરાધ્ય દેવ સમક્ષ ધ્યાન અથવા તો ચિંતન કરવામાં આવતું હોય અને મૂર્તિ રાખીને પૂજા કરવામાં આવતી હોય તેને મંદિર કહેવામાં આવે છે.

image source

સમગ્ર દુનિયામાં આવા ઘણા સ્થળો અને મંદિરો છે, જે રહસ્યોથી ભરેલા છે. અને આમ જોવા જઈએ તો આવા મોટાભાગના મંદિરો આપણા દેશ ભારતમાં છે. આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રહસ્યોથી ભરેલું છે અને આ રહસ્યના કારણે જ કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં રાત્રે રોકાતુ નથી. તેની પાછળનું કારણ પણ અત્યંત રસપ્રદ છે.

image source

આપણે આજે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ કિરાડુ મંદિર છે. આ મંદિર રાજસ્થાનના બાડમેરમાં આવેલું છે. આ મંદિરને સ્થાપત્ય કલાનો ભવ્ય ભાગ પણ ગણવામાં આવે છે, તેથી તેને રાજસ્થાનનો ખજુરાહો કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઈ.પૂ. ૧૬૧૧માં આ મંદિરનું નામ કિરાટ કૂપ હતું.

image source

આ મંદિર પાંચ શ્રેણીમાં બનાવવામાં આવ્યું છે. જેમાં ફક્ત વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાનનું મંદિર સાચી સ્થિતિમાં છે. જ્યારે બાકીના તમામ મંદિરો ખંડેર બની ગયા છે. આ મંદિર વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે આ મંદિર કોણે બનાવ્યું તે કોઈને ખબર નથી. જો કે એવું અનુમાન છે કે દક્ષિણના ગુપ્ત વંશ, સંગમ વંશ અથવા ગુર્જર-પ્રતિહાર વંશે તેનું નિર્માણ કરાવ્યું હતું.

image soucre

આ મંદિર વિશે એવી માન્યતા છે કે વર્ષો પહેલા એક સિદ્ધ ઋષિ તેમના શિષ્યો સાથે અહીં આવ્યા હતા. એક દિવસ તે ઋષિ તેમના શિષ્યોને ત્યાં છોડીને ફરવા ગયા હતા. ઋષિના ગયા પછી એક શિષ્યની તબિયત ખરાબ થવા લાગી હતી. આવી પરીસ્થિતિમાં, જ્યારે બીજા શિષ્યોએ ગ્રામજનોને પાસે મદદ માંગી, ત્યારે કોઈએ તેમને મદદ કરી નહીં. આ કારણેથી ઋષિનો એક શિષ્ય મરી ગયો.

image source

ત્યારબાદ જ્યારે ઋષિ તેમના શિષ્યો પાસે પાછા આવ્યા અને શિષ્યોએ તેમને સંપૂર્ણ હકીકત કહી તો ઋષિ ખૂબ ગુસ્સે થયા. ત્યારે આ સિદ્ધ ઋષિ સાધુએ શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત પછી બધા લોકો પથ્થર બની જશે.

image source

આ સિવાય એવી માન્યતા પણ છે કે જ્યારે શિષ્ય બીમાર પડ્યો ત્યારે એક મહિલાએ તેની મદદ કરી હતી. તે સમયે તે ઋષિઓ પણ ત્યાં હાજર હતા, તેઓએ તે મહિલાને કહ્યું હતું કે જતા સમયે પાછા ફરીને ન જોવું. પરંતુ સ્ત્રીએ કુતૂહલપૂર્વક પાછળ જોયું અને તે એક પથ્થરની મૂર્તિ બની ગઈ. આ મંદિરથી થોડે દૂર આ મહિલાની મૂર્તિ હજુ સ્થિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!