રાજેન્દ્ર કુમારને ગમતી હતી દિલીપ કુમારની પત્ની સાયરા બાનુ, પણ પછી થયુ કંઇક એવુ કે..

જ્યુબલી સ્ટાર રાજેન્દ્ર કુમાર પસંદ કરતા હતા સાયરા બાનુને

image source

જેમ આજે યુવતિઓ રણવીર – રનબીરની દીવાની છે તેમ 50-60ના દાયકામાં યુવતિઓ રાજેન્દ્ર કુમાર પાછળ પાગલ હતી. રાજેન્દ્ર કુમારની એવી એક પણ ફિલ્મ નહોતી કે જે થિયેટરમાં 25 અઠવાડિયા કરતાં ઓછી ચાલી હોય અને માટે જ તેમને જ્યુબલી સ્ટાર પણ કહેવામાં આવતા. રાજેન્દ્ર કુમારની હીટ ફિલ્મની વાત કરીએ તો તેમાં દિલ એક મંદિર, આઈ મિલનકી બેલા, આરઝુ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

રાજેન્દ્ર કુમાર પોતાની હીટ ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહેતા હતા. તાજેતરમાં તેમના જીવન પર આધારિત એક પુસ્તક પબ્લીશ થયું છે. આ પુસ્તકમાં રાજેન્દ્ર કુમાર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાનો એક સાયરા બાનુ સાથે જોડાયેલો છે.

image source

સાયરા બાનુ એટલે વિતેલા જમાનાના સુપરસ્ટાર દીલીપ કુમારના પત્ની અને એક સુંદર પ્રતિભાવાન અભિનેત્રી.

રાજેન્દ્ર કુમાર પર લખવામાં આવેલા પુસ્તકનું નામ છે, ‘જ્યુબલી કુમારઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ અ સુપરસ્ટાર’ છે. આ પુસ્તકને સિમા સોનિક અલીમચંદ દ્વારા લખવામાં આવ્યું છે. સીમાએ આ પુસ્તકમાં લખ્યું છે કે રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તે બોલીવૂડ અભિનેત્રી સાયરા બાનોને ખૂબ પસંદ કરતા હતા, પણ તેનો અર્થ એ જરા પણ નથી કે અમારી વચ્ચે ખોટા સંબંધો હતા.

image source

પુસ્તકમાં જણાવ્યા પ્રમણે રાજેન્દ્ર કુમારે કહ્યું, ‘અમને બન્નેને લઈને ઘણી અફવાઓ ઉડી હતી. સાયરા ખુબ પ્રમાળ છોકરી છે અને અમે બન્ને એકબીજાને ખૂબ પસંદ કતા હતા. પણ તેનો અર્થ એ નથી થતો કે અમારી વચ્ચે કોઈ ખોટો સંબંધ હતો.’ આટલું જ નહીં રાજેન્દ્ર કુમારે એવો પણ દાવો કર્યો હતો કે સાયરા બાનોની માતા પણ તેમને સારી રીતે સમજતા હતા.

‘સાયરા અને તેમના માતા મને હંમેશા કહેતા હતા કે હું સાયરા બાનુ માટે પ્રાર્થના કરું કે તેણીને એક સારો જીવનસાથી મળે. અને જુઓ મારી પ્રાર્થના પૂરી થઈ, સાયરાએ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા.’

image source

સાયરા બાનુ અને રાજેન્દ્ર કુમારે એકબીજા સાથે ઘણી બધી ફિલ્મો કરી છે. તેમાં ઝુક ગયા આસમા, આઈ મિલન કી બેલા અને અમનનો સમાવેશ થાય છે. રાજેન્દ્ર કુમાર સાથેની સાયરા બાનુની ફિલ્મ અમન તેણીના લગ્ન બાદ આવી હતી. દર્શકોને હંમેશા રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુની જોડી ગમી હતી.

image source

રાજેન્દ્ર કુમારે 1950માં ફિલ્મ જોગનથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જો કે તેમાં તેમનું પાત્ર ખુબ જ નાનુ હતું. ત્યાર બાદ રાજેન્દ્ર કુમારે બોલીવૂડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી. તેમણે પોતાની સંપૂર્ણ ફિલ્મી કેરીયરમાં 80 કરતાં પણ વધારે ફિલ્મો કરી છે. અને તેમાંની મોટાભાગની ફિલ્મો થિયેટરમાં 25 કરતાં પણ વધારે અઠવાડિયા ચાલી છે માટે જ તેમને જ્યુબલી સ્ટાર કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ