ખજૂરભાઈના આ કામ માટે રાજભા ગઢવીએ બિરદાવ્યા, જાણો શું કહ્યું

મિત્રો આપ ખજુરભાઈને જાણતા જ હશો. હાલમાં ખજુરભાઈ સમાજસેવાના ઘણા કામ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવા છે જેઓ ખજુરભાઈના આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે ત્યાં જ ઘણા બધા લોકો એવા પણ છે જેઓ ખજુરભાઈની ટીકા કરી રહ્યા છે. ત્યારે કેટલાક કલાકારો પણ હવે ખજુરભાઈને સાથ આપવા લાગ્યા છે. આની પહેલા લોકગાયિકા કિંજલ દવે દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો વિડીયો પોસ્ટ કરીને ખજુરભાઈના સેવાકાર્યને બિરદાવ્યું હતું.

image soucre

ત્યારે હવે રાજભા ગઢવીએ પણ ખજુરભાઈને તેઓ જે કામ કરી રહ્યા છે તેના વિષે અભિનંદન આપ્યા હતા. રાજભા ગઢવીએ ખજુરભાઈને કહ્યું છે કે, આપ જે કાર્ય કરી રહ્યા છો તે ઘણું ઉમદા કાર્ય છે તેમાં જ આપ સક્રિય રહેજો. લોકો આપના વિષે કેવી વાતો કરી રહ્યા છે તેની પર આપે ધ્યાન આપવું નહી.

આપ સોનાનું કાર્ય કરી રહ્યા છો તો પણ કેટલાક એવા લોકો આપને જોવા મળશે કે, જેમને આપનાથી મુશ્કેલી હશે જ. આપ તમામ વ્યક્તિઓને ક્યારેય પણ ખુશ રાખી શકશો નહી, એટલા માટે આપે એવા લોકોની ચિંતા ક્યારેય કરવી જોઈએ નહી.

image soucre

રાજભા ગઢવીએ ખજુરભાઈને પોતાના ઘરે આવવા માટે પણ આમંત્રણ આપી દીધું. એટલું જ નહી, ખજુરભાઈએ પણ રાજભા ગઢવીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. અંતે રાજભા ગઢવીએ કહ્યું છે કે, આપ જે કામ કરી રહ્યા છો તે કામ ખુબ જ ઉમદા કાર્ય છે.

image socure

ત્યાર બાદ રાજભા ગઢવીએ લોકોને કહ્યું છે કે, આખો દિવસ બેસી રહેવાને બદલે આસપાસ આવેલ સ્થાનોએ ફરવા જવું જોઈએ અને આપે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. જો આપ મનથી સ્વસ્થ હશો તો આપ પોતાના જીવનમાં એ બધા જ કાર્યો કરી શકશો જે આપ કરવા ઈચ્છો છો. તેમજ આવા ઉમદા કાર્યો પણ કરી શકો છો.

image soucre

રાજભા ગઢવી ગુજરાત રાજ્યના મોટા કલાકાર છે. રાજભા ગઢવી પોતાના ડાયરા અને સંતવાણી માટે આખા ગુજરાત રાજ્યમાં જાણવામાં આવે છે. રાજભા ગઢવીના આખા ગુજરાત રાજ્યમાં લાખો ચાહકોનો કાફલો ધરાવે છે. રાજભા ગઢવી સમાજ સેવાના કાર્ય પણ કરતા રહે છે. રાજભા ગઢવીએ ખજુરભાઈની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવીને ખજુરભાઈનું મનોબળ મજબુત કર્યું હતું. હાલમાં ખજુરભાઈ સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમનો સાથ આપવા માટે કેટલાક કલાકારો પણ આગળ આવીને તેમનો આ સમાજ સેવાના કાર્યોમાં સાથ આપી રહ્યા છે.