જાણો ગુજરાતના શ્રેષ્ઠ કલાકાર રાજભા ગઢવીના જીવનની ના સાંભળી હોય તેવી વાતો, ‘ભણતર કરતા ગણતર સારું’ એ વાત સાર્થક થાય છે..
મિત્રો, આ વિશ્વની અંદર એવા અનેકવિધ લોકો રહે છે, જેમણે પોતાના જીવનમા પોતાના અથાગ પરિશ્રમથી આગળ વધવાનુ નક્કી કર્યુ હતુ અને પોતાની જાતનુ શૂન્યમાથી સર્જન કર્યુ હતુ. આ લોકો પાસે ના તો મૂડી હતી કે ના તો તેમની પાસે કોઈનો સાથ-સહકાર. તેમ છતા પણ તે લોકોએ હાર ના માની અને પોતાના પરિશ્રમના પરસેવાથી તેમણે પોતાનો એક વિશેષ ઈતિહાસ લખ્યો અને પોતાના જીવનમા ખુબ જ આગળ નીકળ્યા અને આ બધુ શક્ય બન્યુ ફક્ત તેમની આગવી આવડતથી.

આજે આ લેખમા અમે તમને આવા જ એક વ્યક્તિ વિશેષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના નામનો ડંકો આજે સમગ્ર ગુજરાત અને કાઠીયાવાડમા વાગે છે. આજે આપણે લોકડાયરાના એક ખુબ જ ઉત્કૃષ્ટ અને દિગ્ગજ કલાકાર રાજભા ગઢવીના જીવન વિશે થોડી માહિતી મેળવીશુ.

તે ફક્ત આપણા ગુજરાત રાજ્યમા જ નહિ પરંતુ, દેશ-વિદેશની અંદર પોતાના ડાયરાની રંગત જમાવતા જોવા મળે છે. તેમના ડાયરાની અંદર લાખો-કરોડો રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે. આ કલાકાર પોતાના ડાયરાની અંદર લોકસાહિત્યને પોતાના આગવા અંદાજમાં રજૂ કરે છે, જે સાંભળતા જ દર્શકો પણ મંત્રમુગ્ધ બની જાય છે.

આ કલાકારનુ બાળપણ ગીરના વનમા સિંહો અને ગાયો અને ભેંસો વચ્ચે વીત્યુ છે. પ્રકૃતિની ગોદમા ઉછરેલા આ કલાકાર એકપણ ચોપડી ભણ્યા નથી તેમછતા પણ તેમના કંઠેથી લોકસાહિત્યનો એક અદ્ભુત ઇતિહાસ વહેતો જોવા મળે છે. તે એક ખુબ જ ઉમદા કવિ અને લોકસાહિત્યકાર પણ છે.

આ કલાકારનો જન્મ અમરેલીના કનકાઈ-બાણેજ ગીરના લીલાપાણી નેસમા થયો હતો. બાળપણથી જ પશુપાલન અને ભેંસ ચરાવવાનુ કાર્ય કરતા આ કલાકાર ગીરમા ભેંસ ચરાવવાની સાથે જ રેડિયો પર ભજન સાંભળતા. તે હેમુ ગઢવી સહિતના સાહિત્ય સાથે સંકળાયેલા તમામ કલાકારોને સાંભળતા અને ત્યારથી જ તેમને લોકસાહિત્યમા ખૂબ જ રસ હતો.

કોઈપણ પ્રકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વગર ખુબ જ નાની ઉંમરમા સારી રીતે ગાઈ શકતા હોવાના કારણે નજીકના લોકો તેમને અમુક પ્રસંગોમા ગાવા માટે અવારનવાર પ્રોત્સાહિત કરતા રહેતા. આજે એક ખુબ જ ઉચ્ચ સ્તર સુધી પહોંચી જવા છતા પણ તે ખુબ જ સાદુ જીવન જીવવામા માને છે.

હાલમા જ તેમણે પોતાનુ નવુ ઘર બનાવ્યુ છે, જેમા તમામ આધુનિક સુવિધાઓ જોવા મળી રહે છે. તેમના ઘરની અનેકવિધ ફોટોસ પણ સોશિયલ મીડિયામા ખુબ જ વાયરલ થઇ રહી છે. આ કલાકારે “સાયબો રે ગોવાળિયો” ગીતની રચના કરી છે, જે આજે ખુબ જ પ્રસિદ્ધ છે. તેમણે દુહા-છંદ અને લોકગીતોનુ પુસ્તક “ગીરની ગંગોત્રી” પણ બહાર પાડ્યુ છે. તેમના ડાયરાની અંદર માનવ મહેરામણ ઉમટી પડે છે. તેમનો બુલંદ અવાજ જોનાર દરેક વ્યક્તિના હૃદયમા સ્પર્શી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ