જલ્સા કરોને જેંતીલાલ

રાજસ્થાનની આ દિવ્યાંગ કલાકારે હાથમાં અનોખી રીતે મહેંદીની ડિઝાઈન કરીને મોદી સાહેબને આપી શુભેચ્છાઓ…

રાજસ્થાનની આ વ્હિલચેર બદ્ધ દિવ્યાંગ કલાકારે હાથમાં અનોખી રીતે મહેંદીની ડિઝાઈન કરીને મોદી સાહેબને આપી શુભેચ્છાઓ… જેણે હથેળીમાં મોદી સાહેબ, અમિતાભ બચ્ચન, ગૌતમ બુદ્ધ અને અનેક સુંદર દ્રશ્યો કંડાર્યા છે. પાયલ શ્રીશ્રીમલ એક એવું નામ, જેણે કળાને એટલી હદે આત્મસાત કરી કે શારીરિક ઊણપને મ્હાત આપવામાં રહી સફળ…


પાયલ શ્રીશ્રીમલ, જેઓ વ્હિલચેર બદ્ધ એક યુવતી છે. તેમણે પોતાની શારીરિક મર્યાદાઓને પડકાર આપીને પોતાનું નામ કલાજગતમાં આલેખવાનું જોયું છે અદભૂત સપનું… તેની સાથેની મુલાકાત વાંચીને તમને પણ તેની બનાવેલી પેન્ટિંગ્સ અને મહેંદી આર્ટ સાથે પ્રેમ થઈ જશે.


આ પાયલ કહે છે કે તેને ચિત્રો બનાવતાં આજથી ૧૫ વર્ષ થયા. તેની ઉમર વર્ષ છે. અને તેણે આજ સુધી કોઈજ ફાઈન આર્ટસની એકેડમિક ટ્રેનિંગ નથી લીધી તેમ છતાં તે ઓઈલ પેન્ટિંગ્સ અને મહેંદીમાં તેણીએ પારંગતા મેળવી છે. તેણે પોતાના વિશે મન ખોલીને વાત કરી જે વાંચવી ગમે તેવી છે.


પાયલ મસ્કુલર ડિસ્ટ્રોફી નામની શારીરિક તકલીફથી પીડાય છે. પરંતુ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલનો આંટો મારશો તો તમે ખુશ થઈ જશો. તેમણે બાહુબલી ફેમ પ્રભાસનું સુંદર પોર્ટરેટ મૂક્યું છે તો વળી, દીપિકાનું પણ પદ્માવતના પહેરવેશમાં મહેંદી કરેલ પોસ્ટર બનાવીને શેર કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરીમાં અદભૂત કલાશક્તિ છે. તેમણે બનાવેલ અનેક મહેંદી પેન્ટિંગસમાં અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી સાહેબ અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ બનાવીને શેર કરેલી છે.


પાયલની સિદ્ધિઓ

તેને ઇન્ટરમિડિયેટ ગ્રેડ ડ્રોઈંન્ગ એક્ઝામ મુંબઈમાં ચિત્રની પરિક્ષા આપવાની તક મળી હતી. જેમાં તેનો એ ગ્રેડ આવ્યો હતો. ત્યાર બાદ ચિત્રો પ્રત્યે તેનો લગાવ અને આત્મવિશ્વાસ વધી ગયો અને ૫૦ ચિત્રો સાથે વર્ષ ૨૦૦૯માં જોધપુર ખાતે તેનું પહેલું એક્ઝીબિશન કરાયું હતું. એ પછી ૨૦૧૩માં કલા કેન્દ્ર જોધપુર ખાતે બીજું એક્ઝીબિશન ૬૦ અનન્ય ચિત્રો સાથે મૂકાયું હતું.


તેને વર્ષ ૨૦૧૪માં મીસ વ્હિલચેર બ્યૂટીફૂલ ફેરનો એવોર્ડ પણ મળેલો છે. તેમના પેઇન્ટિંગસ પૂર્વીય સ્થાપના કલા અને સંસ્કૃતિ ૨૦૧૮ જોધપુરમાં કરવામાં આવ્યું હતું અને તે શ્રી ગજસિંહજી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.. તેમણે આ વર્ષ ૨૦૧૯માં સ્થાનિક પુસ્તક મેળામાં જીવંત પેઇન્ટિંગ કરી હતી જે કાર્યક્રમ જાન્યુઆરીમાં પણ યોજાયો હતો. તેમણે આજ સુધી પેઇન્ટિંગ્સ અને મહેંદી માટે ઘણા ઇનામો જીત્યા.

શોખ અને પ્રવૃત્તિઓ


પાયલ કહે છે કે મારી ફિઝિકલ હેલ્થ એવી હતી કે રેગ્યુલર સ્કુલ કે કોલેજ જઈ નથી શકી જેથી મારા મિત્રો બહુ ઓછા છે. મને બાર્બી ડોલસને વિવિધ રીતે કપડાં પહેરાવીને ડ્રેસિંગ કરવું બહુ ગમતું. તે શોખે મને ફેશન ડિઝાઈનિંગ કરવા પ્રેરી છે.

તેઓ નેઈલ આર્ટ, કેલિગ્રાફિ, ક્લે આર્ટ, ક્વિલિંગ, પંચર્મેન્ટ આર્ટ, મેક અપ, ટૅમ્પરરી ટેટૂઝ, શૂગર ક્રાફ્ટ અને ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ રમકડાં બનાવવાં ગમે છે. તેઓ આ બધી પ્રવૃત્તિઓ ૧૩ વર્ષના હતાં ત્યારથી કરે છે.

પાયલનો પરિવારઃ

પાયલનો પરિવાર ખૂબ જ પ્રેમાળ છે. તેઓ જોઈન્ટ ફેમિલિમાં રહે છે અને પરિવાર સાથે તેઓ હરવા ફરવા પણ જાય છે. તેઓ એક નાનપણની વાત શેર કરતાં કહ્યું કે નાનપણમાં હું સુંદર ડ્રેસ પહેરીને તૈયાર થતી ત્યારે ભાઈઓને કહેતી કે મારો ફોટો પાડી આપો…

પાયલને છે, મસ્કુલર ડિસ્ટ્રોફીઃ

પાયલ એવી એક અલગ પ્રકારની શારીરિક તકલીફ સાથે જીવે છે જેની કોઈ એવી દવા નથી કે તે મટાડી દાઈ શકે. આ મસ્કુલર ડિસ્ટ્રોફી એ ઉંમર સાથે વધતી જતી તકલીફ છે. જેમાં શરીરના કોષોમાં સમયાંતરે નબળાઈ આવતી જાય છે અને વ્યક્તિ ધીમે ધીમે ક્ષીણ થઈને હલન ચલન અને બોલવા ચાલવાની ક્ષમતા પણ ગુમાવી દેતો હોય છે. પાયલના જણાવ્યા પ્રમાણે આ રોગ તેને તેઓ ૭ વર્ષની હતી ત્યારથી લાગુ પડ્યો છે. આ પણ પોલિયોની જેમ તાવ આવવાથી કે માંદગી બાદ કે પછી અચાનકથી શરીરમાં થઈ શકે છે. કોઈને જન્મથી પણ મસ્કુલર ડિસ્ટ્રોફી હોય છે.

સોશિયલ મીડિયાઃ

અનેક દેશવાસીઓની જેમ આજે પાયલે પણ મોદી સાહેબને અભિનંદન પાઠ્વ્યા પરંતુ તેણે પોતાની હથેળીમાં, વ્હિલચેરનો સિમ્બોલ, કમળ અને વડાપ્રધાન મોદી સાહેબનો ચહેરો મહેદીની કળા દ્વારા દોરીને તેનો ફોટો શેર કર્યો છે. પાયલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસેપ પર ખૂબ જ સક્રિય છે તેઓ પોતાની કળાઓના અને એક્સિબિશનના ફોટોઝ શેર કરે છે. તેઓ અનેક ડિસેબિલિટીઝ ગૃપમાં પણ સક્રિય છે. તેઓ અનેક મિત્રોને પોતાની કળાઓથી ખુશ કરી દેવા સક્ષમ છે

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version