ભારતના આ લોખંડી કિલ્લા પર તોપના ગોળાની પણ અસર નથી થતી ! અંગ્રેજોએ પણ હાર માની લીધી હતી !

ભારતનો ઇતિહાસ કંઈ કેટલાએ સમરાંગણોથી ભરેલો છે. અને તેમાં મુખ્ય ભાગ ભજવનાર તેના લડવૈયાઓ તો ખરા જ પણ સાથે સાથે જે-તે નગરના અડીખમ કિલ્લાઓનો પણ તેટલો જ ફાળો છે. આજે ભારતમાં હાજર દરેક કિલ્લા પાછળ અગણિત યુદ્ધોની વાર્તાઓ હશે. રાજસ્થાનના આ કિલ્લાની પણ તેવી જ રસપ્રદ વાત છે.

આ કીલ્લાને લોહગઢનો કિલ્લો કહેવામાં આવે છે. અને તે માત્ર નામે જ લોહગઢ નથી પણ તેની મજબુતાઈ પણ લોખંડથી ઓછી નથી. આ કિલ્લાને ભારતનો એક માત્ર અજેય કિલ્લો માનવામાં આવે છે કારણ કે આ કિલ્લાને ઇતિહાસમાં કોઈ જ જીતી નથી શક્યું. કોઈ જ નહીં એટલે અંગ્રેજો પણ નહીં. તો ચાલો જાણીએ રાજસ્થાનના ભરતપુર ખાતે આવેલા અજેયગઢ કિલ્લાની જાણી અજાણી વાતો.

ભરતપુરના આ લોખંડી કિલ્લાનું નિર્માણ 285 વર્ષો પહેલાં એટલે કે 19, ફ્બ્રુઆરી, 1733ના રોજ ત્યાંના તે વખતના શાસક રાજા સુરજમલે કરાવ્યું હતું. સુરજમલે પોતાની સંપત્તિ તેમજ સત્તાનો સારા કામમાં ઉરપયોગ કર્યો હતો તેમણે પોતાના શાસક પ્રદેશમાં ઘણા બધા કિલ્લા બંધાવ્યા હતા.

આ યુગ એક એવો યુગ હતો કે ત્યારે હંમેશા આડોશપાડોશના રાજ્યોના મહારાજા એકબીજા પર ચડાઈ કરતાં જો તેઓ શાંત રહેતાં તો બહારના પ્રાંતમાંથી હૂમલાઓ થતાં. અને તે વખતે હૂમલાઓમાં તોપનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો. તો આ તોપના હૂમલાનો સામનો કરવા માટે લોહગઢના આ કિલ્લાને બનાવવા માટે એક ખાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ લોખંડી કિલ્લાની રચના કંઈક આ રીતની છે. તેમાં સૌ પ્રથમ ફરતે એક પહોળી અને મજબુત પથ્થરોની ઊંચી દીવાલો બનાવવામાં આવી. આ દિવાલની એટલી મજબુત બનાવવામા આવી હતી કે તેના પર તોપના ગોળાની પણ અસર નહોતી થતી. અને તેના માટે દીવાલની ચારે બાજુ કેટલાએ ફૂટ પહોળી કાચી માટીની દિવાલ બનાવવામાં આવી અને તેની આગળ ખૂબ જ ઉંડી અને પહોળી ખીણ બનાવવામાં આવી. અને તેમાં પાણી ભરી દેવામા આવ્યું. પ્રથમ તો આ કિલ્લા સુધી પહોંચવા માટે દુશ્મનોએ આ ઉંડી ખીણને ઓળંગવી પડે તેમ હતી તેના માટે તેમણે પાણીમાંથી પસાર થવું પડે અને માની લો કે તેઓ પાણીની ખીણ ક્રોસ કરી પણ લે તો તેના પછી આવતી સીધી ઊંચી દીવાલ તે તેઓ ચડી જ શકે તેમ નહોતા.

માટે આ કિલ્લો એક રીતે તેના અદ્ભુત નિર્માણના કારણે જ અજેય બની ગયો. કોઈ તેના પર આક્રમણ કરી શકે તે શક્ય જ નહોતું. અને જો ખીણની પેલી બાજુથી દૂરથી કિલ્લા પર તોપના ગોળા જો વરસાવવામાં આવે તો તે કિલાની ફરતે કાચી માટીને જે જાડી દિવાલો કરવામાં આવી છે તેમાં ધસી જતાં અને તેની આગ માટીમાં જ શાંત થઈ જતી. આમ બધી જ રીતે દુશ્મનોનું આ કિલ્લામા પ્રવેશવું અશક્ય હતું.

કેહવાય છે કે આ કિલ્લા પર કબજો જમાવવા માટે અંગ્રેજોએ 1805માં એક નહીં પણ 13 વાર આક્રમણ કર્યું હતું. જેની આગેવાની લોર્ડ લેક દ્વારા કરવામાં આવી હતી. આ આક્રમણ છ અઠવાડિયા ચાલ્યું હતું. અને તેમનાથી શક્ય હતા તે બધા જ પ્રયાસ તેમણે આ કિલ્લેબંધી તોડવા માટે કરી લીધા હતા. તેમણે કિલ્લાને તોડવા માટે તોપથી પુષ્કળ ગોળા પણ વરસાવ્યા પણ તેઓ કિલ્લા પર ચડાઈ ન જ કરી શક્યા. છેવટે તેઓ હારી ગયા અને ખાલી હાથે પાછા ફરી ગયા.

આ હકીકતો અંગ્રેજી ઇતિહાસકાર જેમ્સ ટોડ દ્વારા જાણવા મળી છે. તેઓ જણાવે છે કે આ કિલ્લાની ખાસિયત તેના કિલ્લાના મજબુત પથ્થરો નહીં પણ તેને ફરતી જે કાચી માટીની દિવાલ છે તે હતી. આ કિલ્લા પર અત્યાર સુધી જેટલા પણ શાસકો દ્વારા હૂમલા કરવામાં આવ્યા તે બધાને અહીંથી ખાલી હાથે જ પાછા ફરવું પડ્યું હતું. અત્યાર સુધી ભારતના સમગ્ર ઇતિહાસમાં આટલો મજબુત કિલ્લો બાંધવામાં નથી આવ્યો.

આજે આ કિલ્લો એક સુંદર મજાનું ટુરિસ્ટ એટ્રેક્શન છે. આ ગઢના બે દરવાજાઓ આવેલા છે. એક અષ્ઠધાતુનો બનેલો છે જે કિલ્લાની ઉત્તરે આવેલો છે જ્યારે બીજો દક્ષીણ દિશામાં છે જે ચોબુર્જ કહેવાય છે જેનો અર્થ થાય ચાર પિલર વાળો દરવાજો. આ કિલ્લા આસપાસ જોવાલાયક સ્થળોમાં કિશોરી મહલ, મહલ ખાસ, અને કોથી ખાસ આવેલા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ