‘રાજસ્થાની ખૂબા રોટી’ – સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રીત આપવામાં આવી છે, એકવાર ટ્રાય કરો

રાજસ્થાની ખૂબા રોટી

રોજ આપણને બાળકો અને પરિવારને જમવામાં કંઇક નવું પીરસવાની ઈચ્છા હોય તો ચાલો આજે રાજસ્થાન તરફ આંટો મારીએ… દાલ અને રાજસ્થાની ખૂબા રોટી પરિવારને જમાડીએ…

સામગ્રી:

1 વાટકી ઘઉંનો લોટ,
1 ચમચી જીરું,
1/2 ચમચી અજમો,
મીઠું,
2 ચમચી ઘી,
ઘી સર્વિંગ માટે,
પાણી.

રીત:

– સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, મીઠું, જીરું, અજમો, ઘી લઇ મિક્સ કરી.

હળવે હળવે પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.


– 15-20 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું, પછી ઘી વાળો હાથ કરી મસળી લેવો.
– ખૂબા રોટી જાડી અને મોટી હોય છે તેથી આખા લુવાની ખૂબા રોટી બનાવીશું, હવે પાટલી પર જાડી વણી લેવી.

– તવી મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો રાખી, રોટી તેમાં નાખી ડિઝાઇન પડે તે પહેલા જ પલટાવી દેવી.


– પછી તેના પર ચપટી કરી કરીને આખી રોટી પર ખાડા જેવો શેપ આપવાનો.
– હવે સરસ ગુલાબી ડિઝાઇન પડે એટલે ફેરવીને સહેજ દબાવવી 2 મિનિટ માટે ખાડાવાળો ભાગ નીચેની સાઈડ રાખવો.

– હવે તવી પરથી ચીપિયાની મદદથી રોટી લઇ સીધી ફ્લેમ પર બને બાજુ સરસ – ડિઝાઇન આવી જાય ત્યાંસુધી ધીમી આંચે ફેરવ્યા કરવું,


– ખૂબા રોટી બની જાય ત્યાંસુધી ધીમા ગેસે જ શેકવાની છે.રોટી બનતા 15-20 મિનિટ થઈ જાય છે.


– ડીશમાં ખૂબા રોટી લઇ ઘી લગાવી દાળ કે કોઈ રસાવાળા શાક જોડે સર્વ કરવું.


– તો તૈયાર છે રાજસ્થાની ખૂબા રોટી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી