બચવુ હોય કોરોના વાયરસથી તો અપનાવો ‘ભીલવાડા મોડલ’, દેશમાં પણ થઇ શકે છે લાગુ

કોરોના વાયરસ : ભીલવાડા મોડલ, રાજસ્થાનના લોકોએ અપનાવ્યો કોરોનાથી બચવાનો રસ્તો.

image source

કોરોના વાયરસનો કહેર દેશ અને આખી દુનિયામાં ખૂબજ છે. વિશ્વ આખું કોરોના સામે ઝઝુમી રહ્યું છે. આવા સમયે ભારતે કોરોનાથી બચવા માટે 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ લોકડાઉનમાં લોકો ઘરે રહેવું જોઈએ પણ અમુક કેટલાક લોકોને ઘરમાં રહેવું ગમતું જ નથી અને તે બહાર નીકળી પડે છે. આવા સમયે કોરોના વાયરસ ખૂબ જ વધુ ફેલાવાનો ભય રહે છે. હાલમાં દેશમાં રોજ 400 થી 500 કેસ સામે આવે છે.

image source

14 એપ્રિલે આ લોકડાઉનનો સમય પૂરો થાય છે, ત્યારે સરકારને થોડી ચિંતા છે કે આગળ કેવા પગલાં લેવા. અત્યારે એવું લાગે છે કે સરકાર ભીલવાડામાં જે પગલાં લેવાય રહ્યા છે તેવા પગલાં કદાચ દેશમાં લેવાય. જ્યાં વધારે તકલીફ છે ત્યાં ભીલવાડા મોડલ પ્રમાણે કામ કરે એવું લાગે છે. આ મોડેલ 3 કે 4 અઠવાડિયા પૂરતું રાખીને કોરોના પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાય છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ભીલવાડા જીલ્લો જે રાજસ્થાન માં છે એ ભારતનો પહેલો જીલ્લો હતો જ્યાં કોરોના ના સંસ્કરણ થી વધારો થયેલો અને હોટસ્પોટ તરીકે એની ગણતરી થયેલી. આ જીલ્લામાં કોરોના ખુબ પ્રબળ રીતે ફેલાઈ ગયેલો અને ડોક્ટર સુધ્ધા કોરોના થી બચી શક્યા નહોતા.

આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તરત જ આ એક્શન લીધું. સરકારે આખા જિલ્લાને કર્ફ્યું ઘોષિત કરી દીધો અને જીલ્લા ની તમામ બોર્ડર સીલ કરી દીધી. જેથી જીલ્લા માંથી કોઈ બહાર ના જઈ શકે અને બહાર થી કોઈ આ જીલ્લામાં ના આવી શકે.

image source

રાજસ્થાન સરકારે આ એક્શન લીધા બાદ આ જીલ્લામાં ૧૫ હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓ ની ટીમ રવાના કરી જેમને ભીલવાડા જીલ્લાના દરેક ઘર, દરેક એટેલે દરેક ઘરમાં જઈ જઈને એક એક વ્યક્તિ ને પકડી પકડી ને એમનું ચેકઅપ કર્યું.

આ ટેસ્ટ દરમિયાન લગભગ ૧૮૦૦૦ લોકોમાં શરદી, ઉધરસ, તાવ ના લક્ષણો જોવા મળ્યા અને આ બધાનો કોરોના ટેસ્ટ કર્યો અને એમાંથી જેટલા ને કોરોના પોઝીટીવ મળ્યો એ બધાને અલગ કરીને એમના પર કોરોના ની સારવાર ચાલુ કરી દીધી.

image source

લોકડાઉન થયા પછી અહી કર્ફ્યું હતો અને લોકોને અમુક કારણોસર ઘર બહાર જવાની છૂટ અપાતી હતી જેનાથી કોરોના પર કંટ્રોલ શક્ય નહોતો થયો એટલે ત્યાર બાદ સરકારે આ જીલ્લામાં કર્ફ્યું વધુ ચુસ્ત કર્યો અને કોઈ પણ સંજોગો માં ઘર બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી અને આજે પરિણામ એ છે કે આ જીલ્લામાં કોરોના નો કોઈ નવો કેસ છેલ્લા અમુક દિવસો થી આવ્યો નથી.

 

image source

આજે આખા દેશમાં ટોટલ કોરોના ના 5500 થી વધુ દર્દીઓ થઇ ગયા છે અને મારનાર નો આંકડો પણ 150 થી વધુ છે ત્યારે આ જિલ્લાએ અપનાવેલ મોડેલ ને આદર્શ મોડેલ ગણી શકાય છે અને સરકાર ગમે ત્યારે ગમે તે જીલ્લા કે ક્લસ્ટર માં આ મોડેલ લાગુ પાડી શકે છે અને જેનાથી જરૂરી પરિણામ પણ મળશે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ