રજાઓની મજા માણતી જોવા મળી રવિના, જોઇ લો સુપર કુલ તસવીરો તમે પણ

સમુદ્ર કીનારે કૂલ વસ્ત્રોમાં લટાર મારતી જોવા મળી મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન

image source

મસ્ત મસ્ત ગર્લ તરીકે 90ના દાયકામાં લોકોના દીલ ડોલાવી નાખનારી રવિના ટંડન આજકાલ નિરાતની લાઈફ જીવી રહી છે. હાલ તેણી સમુદ્ર કિનારે રજાઓ માણી રહી છે અને તેની જ કેટલીક તસ્વીરો તાજેતરમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે.

હાલ રવિના ગોવામાં રજાઓ એન્જોય કરી રહી છે. તેણે આ દરમિયાન પોતાની કેટલીક તસ્વીરો તેમય વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણી સમુદ્ર કિનારે લટાર મારતી જોઈ શકાય છે.

image source

તસ્વીરમાં રવિનાએ સમુદ્ર કિનારાને અનુરૂપ સુંદર વસ્ત્રો પહેર્યા છે. તેણીએ ની લેન્થ, ફુલ સ્લીવ ટોપ પહેર્યું છે અને સાથે તડકાથી બચવા માટે હેટ પહેરી છે તેણીનો આ લૂક સૂપર કૂલ છે. રવીનાના ફેન્સ પણ તેણીના આ અંદાજથી ખુશ થઈ ગયા છે.

આ તસ્વીરો રવીનાએ ‘ગોવા ડાયરીઝ’ના શિર્ષક હેઠળ શેર કરી છે, તેણીએ પોતાની સમુદ્ર કીનારે ટહેલથી તસ્વીર માટે કંઈકે આમ કેપ્શન લખ્યું છે, ‘તડકામાં ચાલવું મારા માટે વિટામીન ડીનો ડોઝ છે. દિવસનું સૌથી સુંદર કામ કરતા. છોડ વાવ્યો. આપણા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે છોડવા વાવતા રહીએ. અહીં કોઈ જ પ્લેનેટ બી નથી. જે પણ બચ્યું છે તેની રક્ષા કરવાની જરૂર છે.’

image source

આ ઉપરાંત રવિનાએ એક વિડિયો પણ શેર કરી છે જેમાં તેણીએ મહિલા દિવસના અવસરે કોલ્હાપુરમાં યોજાયેલી લીમાં ભાગ લીધો છે તે જોઈ શકાય છે. આ પહેલાં વેલેન્ટાઈન ડેના દિવસે તેણીએ નગરહોલ નેશનલ પાર્કમાં રજાઓ પસાર કરી હતી.

રવીનાને પ્રવાસ કરવો ખૂબ પસંદ છે. તે જ્યારે ક્યારેય પણ નવરી પડે છે ત્યારે પોતાના કુટુંબ સાથે ફરવાનો અવસર ગુમાવતી નથી. આ પહેલાં તેણે યશ સાથે કેજીએફ 2ના શુટિંગ દરમિયાન સમય કાઢીને સાઉથના કેટલાક સુંદર સ્થળોની મુલાકાત લીધી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ KGF ના આ બીજા ભાગમાં તેણી મહત્ત્વનું પાત્ર નિભાવતી જોવા મળશે હાલ તેણી આ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. અને સમય મળ્યે તે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો શેર કરતી રહી છે.

આ ફિલ્મમાં રવિના પ્રથમવાર સાઉથના સુપર સ્ટાર યશ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેણી આ ફિલ્મના શુટિંગ માટે થોડા દિવસ પહેલાં હૈદરાબાદ ગઈ હતી. રવિના આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસર તરીકે જોવા મળશે. તેના પાત્રનું નામ છે રમિકા સેન. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યશ સાથે પણ કેટલીક બૂમરેંગ વિડિયો શેર કરી હતી તે પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.

image source

આ ફિલ્મથી ઘણા સમય બાદ રવીનાને મોટા પરદામાં જોવામાં આવશે. આ પહેલાં તેણી નચ બલિયેની છેલ્લી સિઝનમાં પણ જજ તરીકે જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ