શિયાળુ સ્પેશિયલ રાજગરા અને મમરાની ચીક્કી બનાવવા માટેની સૌથી ઝડપી અને સરળ રેસિપી..

આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ રાજગરા અને મમરા ની ચીક્કી બનાવવાની સરળ રીત.

સામગ્રી

  • આખો રાજગરો
  • ઘી
  • ગોળ

રીત-

1- સૌથી પહેલા અડધી વાડકી આખો રાજગરો લઈશું અને તેની ધાણી બનાવી દઈશું. સૌથી પહેલા પેન ને એકદમ ગરમ કરી લઈશું. એક કપડું લઈશું તે થોડું ફ્લેટ હોવું જોઈએ. હવે પેન ગરમ થઇ ગયું છે તેમાં થોડો રાજગરો નાખીશું.અને કપડાથી હલકા હાથે દબાવતા દબાવતા શેકી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે વાઈટ વાઈટ ધાણી ફૂટી છે.

2- હવે તેને કાઢી લઈશું. ફરીથી એક ચમચી રાજગરો લઈશું અને ફરીથી તેને કપડા વડે ફોડી લઈશું. આ રીતે બધી ધાણી બનાવી લઈશું. આ બહુ હલ્કા હાથથી કરવાનું છે તેને પ્રેસ કરવાનું નથી. હવે બધી ધાણી બની ગઈ છે. આપણે એક વાડકી જ રાજગરો લીધો હતો તેની ધાણી વધારે બને છે.જો તમારે લાડુ બનાવવા હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી અને જો તમારે ચિક્કી બનાવી હોય તો એક થાળી લેવાની છે.તેની પર ઘી થી ગ્રીસ કરી લઈશું.

3- સૌથી પહેલા આપણે એક પેનમાં થોડું ઘી લઈશું. એક વાડકી જેટલી રાજગરાની ધાણી લઈશું. અને એક મોટો ચમચો ગોળ લઈશું. તમે ગળ્યું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે લઈ શકો છો. પહેલા આપણે ગોળને ધીમા તાપે ઓગાળી લઈશું.અને ગોળ હવે થોડો ફૂલે છે.હવે બધો ગોળ ઓગળી ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે ધાણી એડ કરીશું. અને ગેસ બંધ કરી દઈશું. અને તેને ફટાફટ હલાવી લઈશું.

4- હવે જે ગ્રીસ કરેલી થાળી હતી તેમાં કાઢી લઈશું. આ સ્ટેજ પર તમારે લાડુ વાળવા હોય તો વાળી શકો છો.આપણે અહીંયા ચિક્કી બનાવીએ છે તો તેને પાથળી દઈશું. હવે તેના પીસ કરી લઈશું. અને ઠંડું પડે એટલે તેને સર્વે કરીશું.

2- હવે આપણે મમરા ની ચીક્કી કે લાડુ બનાવી લઈશું.

સામગ્રી

  • મમરા
  • ઘી
  • ગોળ

રીત-

1- સૌથી પહેલા મમરાને ધીમા તાપે ડ્રાય કરી લઈશું. જેથી આપણી મમરા ની ચીક્કી હવાઈ ન જાય. આ નાના બાળકોની ફેવરિટ હોય છે.

2- હવે મમરા શેકાઈ ગયા છે. તેને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે એક થાળી લઈશું તેમાં ઘી નાખી ગ્રીસ કરી લઈશું.હવે એક પેન માં થોડું ઘી લઈશું. હવે એક મોટો ચમચો ગોળ લઈશું.તે એડ કરીશું.અને ગેસ ધીમો જ રાખવાનો છે.

3- હવે આપણે ગોળ ઓગળવા દઈશું. હવે ગેસ થોડો વધારી દઈશું.અને ગોળ ઓગળી ગયો છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખા ગોળ માં બબલ્સ થાય ત્યારે આપણે તેમાં મમરા એડ કરવાના.હલાવતા રહીશું.જેથી નીચે ચોંટે નહીં.હવે આપણે મમરા એડ કરીશું.હવે ફટાફટ હલાવી લઈશું.અને ગેસ બંધ કરી દઈશું.

4- જો ઠંડુ થઈ જશે તો મિક્સ નઈ થાય.હવે તેને થાળી પર પાથરી લઈશું.હવે તેને ફટાફટ ફેલાવી લઈશું.જો તમે લાડુ બનાવવા માગતા હોય તો સ્ટેજ પર લાડુ બનાવી લેવાના.હવે એક વાડકી ની મદદ થી તેને પ્રેસ કરી લઈશું.હવે તેના પીસ પાડી લઈશું.

5- આ ખાવા માં ખુબ જ ક્રિસ્પી લાગે છે.હવે પીસ કરી ને તૈયાર કરી લીધું હવે થોડું ઠંડુ થાય પછી પીસ છુટા પાડીશું. તો તૈયાર થઈ ગયા છે વિન્ટર સ્પેશિયલ રાજગરાના ધાણી ની ચિક્કી.અન મમરા ની ચીક્કી.બનાવજો ખાજો અને ખવડાવજો

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.