ઉપવાસમાં કામ આવશે આ ફરાળી રાજગરા અને સીંગની બરફી…..

હેલો ફ્રેન્ડઝ આજ હું લાવી છું એક હેલ્ધી ફરાળી વાનગી,આપણે ઉપવાસ હોય તો મિઠાઈ મા રાજગરા ના લોટ નો શીરો, સીંગપાક, કોપરા પાક, પેંડા, બરફી, ગુલાબ જાંબુ, જેવી વાનગી બનાવતા હોય છે, પરંતુ પેંડા બરફી જેવી મિઠાઈ મહદઅંશે નુકશાન કારક હોય છે, ડાયાબિટીસ ના દર્દી ઓ આવી મિઠાઈ બિલકુલ નથી ખાઈ શકતા,તો તે લોકો આ બરફી ખાઈ શકે છે, આજ હું શીખવાડીશ રાજગરા ના લોટ અને સિંગદાણા ની બરફી જે ખાંડ થી નહીં પરંતુ ઓર્ગેનિક ગોળ થી બનાવી છે.

1-આજ કાલ ડોક્ટર કહે છે કે રાજગરા નો સમાવેશ આપણે સૌ એ રોજ કરવો જોઇએ, રાજગરો ખુબ જ હેલ્ધી હોય છે, એટલે કોઇપણ પ્રકારની વાનગી બનાવી ને ખાઈએ તો સારૂ.

2- એવી રીતે સિંગદાણા પણ બદામ ની જેટલી જ હેલ્ધ વેલ્યુ ધરાવે છે,

3- ગોળ માથી આયૅન ભરપુર માત્રા મા હોય છે, સાકર ને બદલે ગોળ ખાવો ખુબ ફાયદા કારક છે, અને હા ગોળ પણ ઓર્ગેનિક જ વાપરવો. જે કેમીકલ વગર બનાવેલો હોય, કલર ભલે થોડો શ્યામ હોય પણ ગુણ મા એજ અવ્વલ. તો આજે આ 3 સામગ્રી નુ સિલેક્શન કરી ને મે આજ એક બરફી બનાવી, આમ તો આપણે સુખડી કે ગોળપાપડી બનાવીએ એમ જ બનાવવા ની હોય છે, બસ ઘઉ ના લોટ ને બદલે રાજગરા નો લોટ લેવો. તો ચાલો નોંધી લો સામગ્રી અને રીત

સામગ્રી

  • 1 કપ રાજગરા નો લોટ,
  • 1 કપ શેકેલા સિંગદાણા નો પાવડર,
  • 1/2 કપ ઘી,
  • 1/4 કપ ગોળ

રીત —

સ્ટેપ 1-સૌ પ્રથમ એક કડાઈમાં માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાજગરા નો લોટ ઉમેરવો અને તેને સતત હલાવતાં રહેવુ લોટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમા શીંગદાણા નો પાવડર ઉમેરી ને ફરી 2થી3 મિનીટ સુધી શેકવુ, આ મિશ્રણ લચકા જેવુ હોવુ જોઇએ, તો જરૂર પડે તો થોડું ઘી ઉમેરવૂ.

સ્ટેપ 2- ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને 2 -3 મિનીટ સુધી સતત હલાવતાં રહેવુ જેથી તે થોડુ ઓછુ ગરમ થાય, પછી તુરત જ સમારેલો ગોળ નાખવો અને તેને ફરીથી મિક્સ કરીલો જ્યાં સુધી ગોળઓગળેત્યાંસુધીમિકસ કરો.
સ્ટેપ 3- ત્યારબાદ એક થાળી મા ઘી લગાવી દો અને તેમા આ બફફી પાથરી દો, અને થોડું નવશેકુ હોય ત્યારે ચપુ વડે પીસ કરી લો.

* ટીપ –

આમા તમે સિંગદાણા ના પાઉડર સાથે તમારા પસંદગી ના સુકા મેવા ને ક્રશ કરીને ઉમેરી શકો છો.
ઉપવાસ મા જો મીઠું ખાતા હોય તો આ બરફી પણ ખાઈ શકાય.હવે જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાનુ મન થાય તો એક ઢેફલુ ઉપાડો અને મો મા મુકી દો.. આહાહહા બસ મોઢુ મીઠુ અને મન પ્રસન્ન…. એ પણ સુગર વધવા ની ચિંતા વગર..તો ચાલો તમે બનાવો આ ફટાફટ બનતી રાજગરા સિંગદાણા ની બરફી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી… બાય..

  • રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

ટીપ્પણી