રેનકોટ, છત્રી રાખજો તૈયાર, રાજ્યમાં 2 દિવસ થશે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગ

રાજ્યમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે તેવામાં રાજ્યમાં અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે તેમાં ક્યાંક બારેમેઘ ખાંગા તો ક્યાંક હળવો વરસાદ જ થયો છે. તેવામાં રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ કાગડોળે ખેડુતો જોઈ રહ્યા છે. છેલ્લા 1 સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ તો જોવા મળે છે પરંતુ વરસાદ થતો નથી. તેવામાં હવામાન વિભાગે રાહત થાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન સારો એવો વરસાદ થઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં 4 ઓગસ્ટ બાદ સાર્વત્રિક વરસાદ થશે તેવી પણ સંભાવના છે.

image soucre

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે જે તાજેતરમાં આગાહી કરી છે તે મુજબ સાઉથ વેસ્ટ એટલે કે યુપી અને એમપી ઉપર હળવું દબાણ સર્જાયુ છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે જ્યારે 4 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રાજ્યના અત્યાર સુધીના વરસાદના આંકડા પણ જાહેર કર્યા છે.

image soucre

સત્તાવાર રીતે જે આંકડા જાહેર થયા છે તેના પરથી પણ સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા વરસાદ છતાં પણ રાજ્યમાં પાણી અને ખેડૂતોની જરૂરીયાતની સામે હજુ 36 ટકા વરસાદ ઓછો થયો છે. એટલે કે રાજ્યમાં 36 ટકા વરસાદની ઘટ છે. આ સિવાય આગામી દિવસોમાં એક લો પ્રેસર સર્જાય તેની પણ સંભાવના છે. આ લો પ્રેસરના કારણે રાજ્યમાં વધુ વરસાદ થઈ શકે છે.

image soucre

મહત્વનું છે કે અત્યાર સુધી જેટલો વરસાદ થયો છે તે ખેડૂતો માટે જરૂરી હતો તે સમયે થયો છે. પરંતુ હવે જો વરસાદ ખેંચાશે અને વાવેલા પાકને જરૂરિયાત જેટલું પાણી નહીં પડે તો ખેડૂતોની ચિંતા વધી શકે છે. જો કે 4 ઓગસ્ટ અને ત્યારપછીના 2 દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી અતિ ભારે વરસાદની સંભાવના છે જેનાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 4 ઓગસ્ટથી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

image soucre

છેલ્લા 24 કલાકમાં રાજ્ય થયેલા વરસાદની વાત કરીએ તો આ સમય દરમિયાન રાજ્યના 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે આ સમય દરમિયાન અડધાથી એક ઈંચ જેટલો જ વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં નોંધાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong