રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે

રાજયમાં વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. પરિણામે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત બોટાદ, ભાવનગર, સુરત અને પોરબંદર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ વરસાદને પગલે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે.

image source

હવામાન વભાગે કરેલી આગાહી પ્રમાણે સતત પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નિસર્ગ વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે, સળંગ ત્રણ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

image source

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સળંગ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં તોફાની પવન સાથે ભારે વરસાદના યોગ છે.

image source

આજે અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ભરુચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સહિત દીવમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ૩૦-૪૦ કિલોમીટરનો પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

image source

આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા અઠવાડિયામાં સોમવાર અને મંગળવારે હળવાથી ભારે ઝાપટાં થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નર્મદા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ પછી ચોથા દિવસે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

image source

જ્યારે ૧૦ અને ૧૧ તારીખ દરમિયાન ફરી એકવાર ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે.

image source

જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં વરસાદ નોંધાઈ શકે છે. આ તારીખ દરમિયાન દાહોદ, છાટાઉદેપુર, વલસાદ, નવસારી, દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર છત્તીસગઢ ઉપરનું ડીપ્રેસન મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. હવે આગામી બે દિવસમાં તે વેલમાર્ક્ડ લો પ્રેસરમાં એટલે કે ભારે વરસાદ લાવે તેવી સીસ્ટમમાં ફેરવાઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનુ હોય તેની અસર રૂપે સૌરાષ્ટ્ર , મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ