હવામાન વિભાગે આપ્યું 24થી 36 કલાકનું એલર્ટ: દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા, વધશે ઠંડીનો ચમકારો

શિયાળાની ફુલ ગુલાબી ઠંડી સાથે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. ક્યાંક વરસાદ શરૂ થયો છે તો ક્યાંક વરસાદ સાથે બરફ પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. વરસાદના કારણે ઠંડી પણ વધશે અને સાથે જ દક્ષિણના રાજ્યોમાં પણ ડિસેમ્બરની શરૂઆતથી જ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવનારા અઠવાડિયામાં વરસાદની સાથે ઠંડી પણ વધી શકે છે.

ગુરુવારથી રવિવાર સુધી સામાન્ય વરસાદની ચેતવણી

image source

નોંધનિય છે કે બે દિવસ પહેલા જ તમિલનાડુમાં નિવારના કારણે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે દિલ્હી – એનસીઆર અને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સામાન્ય વરસાદની ચેતવણી આપી છે.

image source

બંગાળની ખાડીમાં આવેલા ઈરાની ચક્રાવાત નિવાર ખતમ થયું નથી કે એક અન્ય ચક્રાવાત દસ્તક આપી રહ્યું છે. હવામાન વિભાગે તેને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે.

1 ડિસેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વરસાદની આગાહી

image source

નોંધનિય છે કે આવનારા 24 કલાક અતિ મહત્વના બની રહેશે. આ વખતે ફરી એકવાર વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 2 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં તેની અસર જોવા મળી શકે તેવું અનુમાન કરાયું છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. બરફના કારણે ચાલી રહેલા ઠંડા પવનોના કારણે પારો વધુ ગગડી શકે છે. આ સાથે જ 1 ડિસેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદ પણ થઈ શકે છે.

જમ્મૂ કાશ્મીરમાં પણ બરફવર્ષા થવાનું અનુમાન

image source

તો બીજી તરફ આવનારા અઠવાડિયાના અંત સુધી જમ્મૂ કાશ્મીરમાં પણ બરફવર્ષા થવાનું અનુમાન છે. ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીતલહેરની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. હવામાન અનુસાર અહીં 28-30 નવેમ્બરમાં શીતલહેરની સંભાવના છે. ક્યાંક ધુમ્મસ અને વરસાદની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

image source

શિયાળો વધતાંની સાથે શરદી, ખાંસી જેવી મોસમી બીમારીઓની સંખ્યામાં વધારો થશે. માઉન્ટ આબૂમાં પારો એક ડિગ્રી નીચે પહોંચ્યો છે અને અન્ય વિસ્તારો શ્રીગંગાનગર, ચૂરુ, જયપુરમાં પણ પારો ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સવાર અને સાંજે ભારે ઠંડા પવનોના કારણે મુશ્કેલી આવી શકે છે. માઉન્ટ આબુમાં ઠંડી વધી છે જેની અસર રાજસ્થાનની બોર્ડર નજીક આવેલા રાજ્યના જિલ્લાઓમાં પણ પડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ