આગાહીના પગલે મોડી રાત્રે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો ખાબક્યો, જાણો ક્યાં કેવો માહોલ

હવામાન વિભારે ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી અને ખરેખર આગાહીના પગલે મોડી રાતથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આને સાથે જ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા જણાવી હતી. ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તો આવો જિલ્લા પ્રમાણે વાત કરીએ કે ક્યાં કેટલો ખાબક્યો.

image source

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાની વાત કરીએ તો સાણંદ, દસક્રોઇ, વિરમગામ, માંડલમાં પણ વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને સમગ્રા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા કપાસ, ઘઉં, જીરાના પાકને નુકસાનની શક્યતા જોવા મળી છે. બોટાદ જિલ્લામાં પણ ગઇ રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

image source

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યમાં વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાના વાતાવરમણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડ, કામરેજ, બારડોલી, માંગરોળમાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો છે. જો કે કમોસમી માવઠાના પગલે ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે મહીસાગરમાં પણ વહેલી સવારથી ધીમધારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. સાથે જ વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી વરસાદી ઝાપટું પડતા ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કેરી, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.

image source

હવામાન વિભાગની 48 કલાક વરસાદની આગાહીના પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં મધરાતથી પલટો જોવા મળ્યો. નર્મદાના જિલ્લાના રાજપીપળા, કેવડિયા, ડેડિયાપાળામાં કમોસી માવઠું પડતા તુવેર સહિતના પાકને નુકસાન થવાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 ડિસેમ્બરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતાના પગલે સાબરકાંઠાંના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના હિંમતનગર, વડાલી, ઇડર, ખેડબ્રહ્મામાં કમોસમી માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા બટાકા, બાજરી, ઘઉંના પાકને નુકસાનની શક્યતા જોવા મળી છે.

ભાવનગરમાં પણ સવારથી જ શિયાળામાં જાણે ચોમાસાનો માહોલ હોય તેવું જોવા મળ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. ગીર-સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં પણ મોડી રાતથી જિલ્લામાં કમોસમી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જિલ્લામાં ઘઉં, બાજરી,ચણા, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી છે.

IMAGE SOURCE

એ જ રીતે વાત કરીએ તો પંચમહાલમાં મોડી રાતથી સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેતીને અસર થવાની વકીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભિલોડા, મોડાસા, શામળાજીમાં કમોસી વરસાદથી ખેતીને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.

IMAGE SOURCE

જ્યારે આ પહેલાં આ જ વર્ષે કમોસમી વરસાદ થયો ત્યારે ગુજરાતમાં ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ પડતા ખરીફ પાકોને નુકશાની થઇ હતી. કપાસમાં વીણી બાકી હોય તેમાં વરસાદથી ગુણવત્તાને અસર પહોંચશે. કાપણી કરીને ખેતરમાં પડેલા ડાંગરના પાકને પણ ભારે નુકાશની થવા પામી હતી. ખેતરોમાં અને યાર્ડમાં ખૂલ્લામાં પડેલી મગફળીને પણ વરસાદથી નુકશાન થતા ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો હતો. કમોસમી વરસાદને પગલે કપાસ પાકમાં ફૂલ ખરી પડે, ખૂલ્લા યાર્ડમાં પડલે માલ પલળી ગયો, ઘાસચારામાં કોવણ આવી ગઈ હતી, કેળના પાકને પણ નુકશાન ઓછા-વત્તા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ત્યારે હવે જો ફરીથી કમોસમી વરસાદ પડે તો નુકસાન થવાની ભીતી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ